ગાયત્રી મંત્રથી થશે લગ્ન થી લઈને સંતાન પ્રાપ્તિમાં લાભ, કેવીરીતે ? જાણો…

બીજમંત્ર કહેવામાં આવતા ગાયત્રી મંત્રનો અર્થ અને તેના લાભ.

શાસ્ત્રોને અનુસાર ગાયત્રી મંત્રને વેદોમાં સર્વશ્રેષ્ઠ જણાવાયો છે. આને બીજમંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો સર્વશ્રેષ્ઠ હોઈ છે. ગાયત્રી મંત્રના જાપ કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર કરવા જોઈએ. તેબા માટે સ્નાન વગેરે કર્મોથી પવિત્ર થઈને સ્વસ્છ કપડા પહેરવા. ત્યારબાદ ગાયત્રી માતાની પ્રતિમા કે ચિત્ર સામે કુશ ના આસન પર બેસવુ.


માતાનું પૂજન કરવુ અને શાંત મનથી ગાયત્રી મંત્રના જાપ કરવા. જાપની સંખ્યા ઓછામાં ઓછી ૧૦૮ હોવી જોઈએ. તેના જાપ માટે ત્રણ સમય જણાવવામાં આવ્યા છે. ગાયત્રી મંત્રના જાપનો પ્રથમ સમય છે પ્રાત:કાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્ર જાપ શરૂ કરી દેવો જોઈએ અને સૂર્યોદય બાદ સુધી જાપ કરવા જોઈએ. મંત્ર જાપ માટે બીજો સમય છે બપોરનો. બપોરે પણ આ મંત્રના જાપ કરવામાં આવે છે. ત્રીજો સમય છે સાંજ સૂર્યાસ્તની થોડી વાર પહેલા મંત્ર જાપ શરૂ કરીને સૂર્યાસ્તની થોડી વાર બાદ સુધી જાપ કરવા જોઈએ.

આ ત્રણ સિવાય જો ગાયત્રી મંત્રના જાપ કરવા હોઈ તો મૌન રહીને કે માનસિક રૂપથી જાપ કરવા જોઈએ. મંત્ર જાપ મોટા અવાજમાં ના કરવા જોઈએ.


ગાયત્રી મંત્ર : ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવોતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો ન: પ્રચોદયાત।

અર્થ:- સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માનું તેજ અમારી બુધ્ધિને સન્માર્ગ તરફ ચાલવાને માટે પ્રેરિત કરે.

ગાયત્રી મંત્રના ફાયદા

ચમક વધે છે

આ મંત્રના નિયમિત જાપથી ત્વચામાં ચમક અને આંખોમાં તેજ આવે છે. તેના જાપથી ક્રોધ શાંત રહે છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

અભ્યાસમાં પણ મને લાગે છે.

જે વિધાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું, યાદ કરેલુ ભૂલી જાય છે, જલ્દી યાદ નથી થતું, તેમના માટે આ મંત્ર ફાયદા વાળો છે. દરરોજ આ મંત્રના ૧૦૮ વાર જાપ કરવાથી બધી પ્રકારની વિદ્યા પ્રાપ્‍ત કરવામાં સરળતા થાય છે.

દરિદ્રતાનો નાશ


વેપાર, નોકરીમાં હાનિ, કામમાં સફળતા ના મળવી, આવક ઓછી અને ખર્ચે વધુ છે, તો ગાયત્રી મંત્રના જાપ આ બધી દરિદ્રતાને દૂર કરે છે. શુક્રવારે પીળા વસ્ત્ર પહેરીને હાથી પર બિરાજમાન ગાયત્રી માતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રની આગળ અને પાછળ ‘શ્રી’ સમ્પુટ લગાવીને જાપ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે. તેના સાથે જ રવિવારે વ્રત કરવામાં આવે, તો વધુ લાભ થાય છે.

સંતાન પ્રાપ્તિ માટે


સંતાન પ્રાપ્તિ માટે કે સંતાન રોગ ગ્રસ્ત રહેતુ હોઈ, તો પ્રાત: પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરી ‘યૌં’ બીજ મંત્રના સમ્પુટ લગાવીને ગાયત્રી મંત્રના જાપ કરવા. સંતાન સબંધિત કોઈપણ સમસ્યાથી શીઘ્ર મુક્તિ મળે છે.

વિવાહ માટે જાપ

જો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોઈ તો સોમવારે સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી માતા પાર્વતીનું ધ્યાન કરતા ‘હ્રીં’ બીજ મંત્રના સમ્પુટ લગાવી ૧૦૮ વાર જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવનાર દરેક તકલીફો દૂર થાય છે.


ગાયત્રી મંત્રના જાપનો પ્રથમ સમય સવારનો છે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્ર જાપ શરૂ કરી દેવા જોઈએ.

મંત્ર માટે બીજો સમય બપોરનો છે. વેદોને અનુસાર બપોરે પણ ગાયત્રી મંત્રના જાપ કરી શકાય છે.

ત્રીજો સમય સાંજે સૂર્યાસ્તની થોડી વાર પહેલા મંત્ર જાપ શરૂ કરી સૂર્યાસ્તની થોડીવાર બાદ સુધી કરવા જોઈએ.


શોચ કે કોઈ આકસ્મિક કામને કારણે જાપમાં બાધા આવવા પર હાથ-પગ ધોઈને ફરીથી જાપ કરવા. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડી-થોડી પૂરી કરવી. સાથે જ એક વધુ માળા કરી જાપ બાધા દોષનું શમન કરવું. આ ત્રણેય સમય સિવાય મૌન રહીને કે માનસિક રૂપથી પણ જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રના જાપ મોટા અવાજમાં ના કરવા જોઈએ.

આ મંત્રના નિયમિત જાપથી ત્વચામાં ચમક આવે છે. આંખોની રોશની વધે છે. સિધ્ધિ પ્રાપ્‍ત થાય છે. ગુસ્સો શાંત થાય છે. જ્ઞાનની વૃદ્ધિ થાય છે. કામમા આવી રહેલી અડચણો દૂર થવા લાગે છે અને સફળતા મળવા લાગે છે. હિ ધર્મમાં ગાયત્રી મંત્રને સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ એક એવો મંત્ર છે જે ના માત્ર હિંદુ પરંતુ અન્ય ધર્મના લોકો પણ આ મંત્ર બાબતે સારી રીતે જાણે છે. ઘણી શોધમાં આ વાત માનવામાં આવી છે કે ગાયત્રી મંત્રના જાપથી ઘણા ફાયદા મળે છે.


૧. વેદોની કુલ સંખ્યા ચાર છે અને ચારે વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે અને દેવતા સવિતૃ છે.

૨.આ મંત્રમાં એટલી શક્તિ છે કે નિયમિત ત્રણ વાર જાપ કરનાર વ્યકિતની આસપાસ નકારાત્મક શક્તિઓ, ભૂત-પ્રેમ અને ઉપરી બાધાઓ નથી ભટકતી.

૩.ગાયત્રી મંત્રના જાપથી ઘણા પ્રકારના લાભ મળે છે. આ મંત્ર કહે છે ‘ઉસ પ્રાણ સ્વરુપ, દુ:ખનાશક, સુખસ્વરુપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરુપ પરમાત્માને આપણે અન્ત:કરણમાં ધારણ કરીએ. તે પરમાત્મા આપણી બુધ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.

૪. આ મંત્રના જાપથી બૌધ્ધિક ક્ષમતા અને મેધા શક્તિ એટલે કે સ્મરણની ક્ષમતા વધે છે. તેનાથી વ્યકિતનું તેજ વધે છે સાથે જ દુ:ખોથી છૂટવાનો રસ્તો મળે છે.

૫. ગાયત્રી મંત્રના જાપ સૂર્યોદયથી બે કલાક પહેલાથી લઈને સૂર્યાસ્તના એક કલાક બાદ સુધી કરી શકાય છે.


૬. મૌન માનસિક જાપ ક્યારેય પણ કરી શકાય છે પરંતુ રાત્રે આ મંત્રના જાપ ના કરવા જોઈએ.

૭.રાત્રે ગાયત્રી મંત્રના જાપ લાભકારી નથી હોતા. ઉલ્ટા તેનુ મળી શકે છે કોઈ ખોટુ પરિણામ…એટલે આ ભૂલ ભૂલથી પણ ના કરવી. રાત્રી કાળમાં ગાયત્રી મંત્ર બિલકુલ ના જપવા.

૮.ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર હોઈ છે. આ ચોવીસ અક્ષર ચોવીસ શક્તિઓ-સિધ્ધિઓના પ્રતિક છે. આ જ કારણ છે કે ઋષિઓ એ ગાયત્રી મંત્રને ભૌતિક જગતમાં બધી પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર મંત્ર જણાવ્યો છે.


૯.આર્થિક મામલામાં તકલીફ આવવા પર ગાયત્રી મંત્ર સાથે શ્રીના સંપુટ લગાવીને જાપ કરવાથી આર્થિક બાધા દૂર થાય છે.

૧૦.વિધાર્થીઓ માટે આ મંત્ર ખૂબ ફાયદાકારક છે. સ્વામિ વિવેકાનંદે કહ્યુ છે કે ગાયત્રી સદબુધ્ધિનો મંત્ર છે, એટલે તેને મંત્રના મુકુટમણિ કહેવામાં આવ્યો છે.

૧૧. નિયમિત રૂપથી ૧૦૮ વાર ગાયત્રી મંત્રના જાપ કરવાથી બુધ્ધિ પ્રખર અને કોઈપણ વિષયને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે. આ મંત્ર વ્યકિતની બુધ્ધિ અને વિવેકને નિખારવાનું પણ કામ કરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ