ઉનાળાના વેકેશનમા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? તો આ જગ્યા છે તમારા માટે બેસ્ટ…

હવે થોડું થોડું ગરમીનું વાતાવરણ બની રહ્યું છે. અને ધીરે ધીરે ગરમી પણ વધતી જશે ને વેકેશન પણ પડશે. જો તમે ઉનાળાના વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે તમારા માટે ખાસ ટૂરીસ્ટ પ્લાન લઈને આવ્યા છીએ. અમે એવી જગ્યા વિષે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારી ફેમિલી સાથે કે તમારા પાર્ટનર સાથે ઉનાળાની રજામાં ફરવાનો આનંદ માણી શકો છો. દીલ્હી – દિલ્હી એ એક એવું શહેર છે જ્યાં માર્ચ મહિનાની ગરમીમાં પણ તમને ઠંડકનો અહેસાસ થશે. દિલ્હીનું વાતાવરણ માર્ચ મહિના માટે ખાસ ફેમસ છે. આ દિવસમાં દિલ્હીમાં ના તો વધારે ઠંડી કે ગરમી હોય છે. પરંતુ વાતાવરણ એકદમ મીડિયમ હોય છે. આ ઐતિહાસિક અને પ્રખ્યાત નગરી માટે આ મહિનામાં મનમોહી લે તેવું વાતાવરણ હોય છે. દિલ્હીમાં ઘણા ઐતિહાસિક સ્મારક, પિકનિક પોઈન્ટ, ગાર્ડન અને જોવા લાયક સ્થળો આવેલા છે. જેને જોઈને તમને રજાનો આનદ બિન્દાસ ઉઠાવી શકો છો.શાંતિનિકેતન – પશ્ચિમ બંગાળમાં આવેલ વીરભૂમ જિલ્લા પાસે આવેલું એક નનૌ એવું શહેર એટલે શાંતિનિકેતન. આ શહેર વિષે એવું કહેવાય છે કે જ્યારે વસંતઋતુ આવે છે ત્યારે આ શહેર તેનું સ્વાગત પોતાના અંદાજમાં કરે છે. ફેબ અને માર્ચ મહિનામાં આ શહેરનું વાતાવરણ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. જ્યારે આખા દેશમાં વસંતોત્સવ મનાવવામાં આવે છે ત્યારે સંતિનિકેતનમાં અલગ માહોલ હોય છે. આ સ્તહલે જોવા લાયક ઘણા સ્થળો છે અને એક સ્પેશિયલ હરણ પાર્ક પણ છે. જે જોવા લોકો દૂર દૂરથી અહી આવે છે.લેપચાજગત – લેપચાજગત એ એક એવી જ્ગ્યા છે જ્યાં નેચર લવર્સ અને હનીમૂન લવર્સ માટે આ જ્ગ્યા કોઈ સ્વર્ગથી કમ તો નથી જ. આ જગ્યા દાર્જલિંગ પાસે આવેલી છે. અને આ ગામની નજીકમાં જ કંચનજંગાના પહાડનો અદભૂત નજારો જોવા મળે છે. આ જગ્યાને લેપચાજગત પણ કહેવાય છે. કારણ કે અહીયા રહેનાર લોકો લેપચા જાતિના લોકો રહે છે. તેમજ અંહીયા દેવદાર અને બલૂતના વૃક્ષોના જંગલો આવેલા છે. અંહીયા નેચરલ વર્કિંગ ટ્રેલ આવેલો છે અને અહીંયા કુદરતી રીતે બનેલ પગદંડી પણ છે.કૂર્ગ – કૂર્ગ એ ઇન્ડિયાનું કોફી હબ છે. માર્ચ, એપ્રિલ દરમ્યાન કોફીના ફૂલ અહીંયા લાગે છે. આ જગ્યા ખરેખર ખૂબ જ સુંદર છે. પહાડોની હારમાળા વચ્ચે આવેલો આ સુંદર જિલ્લો ફરવા માટે બેસ્ટ છે. અંહીયા તમે ટ્રેકિંગ, ફિશિંગ, વાઇટ વોટર રાફ્ટિંગ જેવી અલગ અલગ ગેમ્સની મજા માણી શકો છો. કૂર્ગમાં માર્ચ એપ્રિલનો સમયગાળો ફરવા જવા માટે બેસ્ટ છે.