આ ૫ બાબતો તમને મદદરૂપ થશે કુદરતી રીતે કોલેસ્ટેરોલ ઘટાડવામાં, જાણો કઈ કઈ છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી…

ઉનાળાની ગરમીમાં આ ૫ બાબતો તમને મદદરૂપ થશે કુદરતી રીટે કોલેસ્ટેરોલ ઘટાડવામાં, જાણો કઈકઈ છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી…

કોલેસ્ટેરોલ, એ વધતું જતું હોય ત્યારે અડધાથી વધુ પુખ્ત વયના લોકોના જીવન પર અસર કરે છે. ઘણીવાર વ્યક્તિને તેનો ખ્યાલ પણ નથી આવતો કે તેમનું કોલેસ્ટેરોલ વધી ગયું છે. જો કે તે સીધી રીતે કોઈને માટે હાનિકારક નથી પરંતુ તેને લીધે હ્રદયની કાર્યક્ષમતાને અસર પડી શકે છે. હ્રદયરોગ સાથે સીધો સંબંધ છે કોલેસ્ટેરોલને.

જો કે તેમાં પણ બે મુખ્ય ખરાબ પ્રકાર અને સારો પ્રકાર એમ બે પ્રકાર આવેલા છે. જેમાંથી સારા પ્રકારનું કોલેસ્ટેરોલ શરીરના આંતરિક કાર્યોને યોગ્યરીતે કરવામાં મદદરૂપ થાય છે જ્યારે ખરાબ કોલેસ્ટેરોલથી હ્રદય પર ભાર આવી શકે છે. જેને લીધે તેના લોહી ધકેલવાના પંપ પર અસર કરી શકે છે. જે બીજી મોટી બીમારીઓને પણ ભવિષ્યમાં નોતરી શકે છે.

એવું નથી કે મોટી ઉંમરના લોકો કે વધુ ચરબીવાળા મેદસ્વી લોકોને જ કોલેસ્ટેરોલની તકલીફ હોય છે. જો તમે યુવાન હોવ અને પતલા હોવ કે પછી કોઈ જિનેટીક તકલીફ હોય તો તેવી કોઈપણ વ્યક્તિને ઉચ્ચ કોલેસ્ટેરોલ હોઈ પણ શકે છે, જેનું તમે તમારા જી.પી. દ્વારા સરળરીતે રક્ત પરીક્ષણ સાથે નિદાન કરાવી શકાય છે.

શું છે આ કોલેસ્ટેરોલ? આ એક પ્રકારનું મીણ જેવું તૈલીય પદાર્થ જેવું કુદરતી રીતે જ શરીરમાં બનતું તત્વ છે. જો તમારા બ્લડ રીપોર્ટમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે આવે તો ખાસ ચિંતા જેવું નથી પરંતુ જો તેનું પ્રમા વધારે હોય તો તમારા શરીરમાં આરોગ્યપ્રદ કાર્યક્ષમતામાં જરૂર વિક્ષેપ આવી શકે છે. તે હ્રદય અને અન્ય અવયવોની કામગીરીને ખલેલ પહોંચાડી શકે છે.

જો તમને કોલેસ્ટેરોલની તકલીફ હોય તો થોડી કાળજી રાખવી પડે છે. જો કે કેટલાક પ્રમાણમાં કોલેસ્ટેરોલની શરીરના કાર્યોમાં જરૂર પણ હોય છે. આવો જાણીએ એ કયા છે અને એવા કયા છે જે શરીર માટે હાનિકાર. એલડીએલ (લો ડેન્સિટી લિપોપ્રોટીન) એ ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. જો શરીરમાં ખૂબ જ એલડીએલ કોલેસ્ટરોલ હોય, તો તે ધીરે ધીરે રક્ત પ્રવાહમાં ભળી જઈને સકારાત્મક રીતે પરિણમશે.

એચડીએલ (હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન) કોલેસ્ટરોલ, એ ‘સારો’ પ્રકાર છે. આ લોહીના પ્રવાહમાંથી વધુ કોલેસ્ટેરોલ દૂર કરવામાં મદદ કરે છે અને તેને યકૃતની કામગીરી પર પણ સારી રીતે અસર કરે છે, જ્યાં પણ શરીરમાં કોઈપણ પ્રકારની ખામી દેખાય છે ત્યાં તે પહોંચી જઈને શરીરના અવયવોમાંથી પસાર થાય છે અને તેને રીપેર કરે છે.

જો તમને ઉચ્ચ કોલેસ્ટેરોલનું નિદાન થાય છે, તો તમને કેટલી દવાઓ ડોક્ટર દ્વારા સૂચવવામાં આવે છે, પરંતુ તમારી જીવનશૈલીમાં કેટલાક સરળ ફેરફાર કરવાથી પણ મદદ મળી શકે છે.

હેલ્થ ન્યૂટ્રીશિયન્સ કહે છે કે તંદુરસ્ત આહાર અને નિયમિત જીવનશૈલી રાખીને કેટલાં સરળ પગલાં લઈને, તમે તમારા કોલેસ્ટરોલને ઘટાડી શકો છો. આ ઉનાળામાં કુદરતી રીતે તમારા કોલેસ્ટરોલને ઘટાડવા માટેની છ બેસ્ટ ટિપ્સ જાણીએ…

૧ સક્રિય રહો

શિયાળાની જેમ ઉનાળાની ગરમીમાં પણ એટલા ચુસ્ત અને સ્ફૂર્તિમાં રહેવું જોઈએ. સામાન્ય રીતે લોકો તેમના ઘરમાં એ.સી. રૂમમાં બેસી રહે છે. તેને બદલે વહેલી સવારે અથવા તો આથમતી સાંજે ચાલવા જવું જોઈએ. બેસી રહેવાને બદલે કોઈને કોઈ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી આળસ અને કંટાળો ન ચડે. કસરત કરીને પરસેવો પાડવો કોઈને નથી ગમતું પરંતુ હળવી એક્ટિવિટી જરૂર કરવી જોઈએ. જો તમે બેઠાડુ થઈ જશો તો કોલેસ્ટેરોલની તકલીફને કારણે હ્રદયની કામગીરી પર અસર પડશે.

૨ રાંધવાની રીત બદલાવો

ઉનાળામાં શિયાળાની જેમ બધાં શાકભાજી નથી મળતાં. વળી, દાળ, ભાર, રોટલી, શાક એવું ભોજન નથી ભાવતું ત્યારે બાફેલું કે ઓછું તળેલું ખાવું જોઈએ. ભારે ખોરાક હશે તો ઉનાળામાં પચવામાં ગરમ પડશે અને મોળ ચડવી કે ઉલ્ટી જેવું અનુભવાશે. ઓછા મસાલાવાળું અને ઓછું તીખું ખાવું જોઈએ. જેથી ગરમ તાસીરમાં તકલીફ ન પડે.

૩ ફ્રુટ્સ અને લીલા શાકભાજી

ઉનાળામાં જેટલાં પણ તાજાં ફળ મળે તે દરેકનો આનંદ લેવો જોઈએ. જેમ કે તરબુચ, શાકર ટેટી અને મુખ્ય તો કેરી… ફળોનો રસ, લીંબુ પાણી અને મીલ્ક શેક જેવા પ્રવાહી પદાર્થ વધુ લેવા જોઈએ. જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે અને શરીરને પણ હળવાશ અનુભવાય. કાકડી, ફૂદીનો કે કાચી કેરીનો પન્નો વગેરેનો પણ જ્યુસ કરીને પીવું જોઈએ. જેથી શરીરને કુલ કરી શકાય.

Glasses with fresh organic vegetable and fruit juices Detox diet.

૪ વધુ પ્રવાહી લો

એક અહેવાલ મુજબ જેમ બને તેમ વધુ પ્રવાહી લેવું જોઈએ. જેમાં જ્યુસ, છાશ, લીંબુ પાણી કે સૂપ જેવી વાનગીઓ લેવી જોઈએ. પાણીની શરીરમાં અવેજી ન થવી જોઈએ. જેથી કોલેસ્ટેરોલનું પ્રમાણ શરીરમાં જમા ન થાય અને તેનું શરીરમાં લોહીમાં ફરી શકે.

Cheese Cheese Slices Milk Products Milk Food

૫ મિલ્ક પ્રોડક્ટ

દૂધ અને તેની બનાવટોમાં ભલે ચરબીનું પણ પ્રમાણ રહેલું હોય છે પરંતુ કેટલીક ચરબી શરીરને માટે સારી પણ હોય છે. જે એક રીતે શરીરમાં શક્તિનું રૂપાંતર કરી આપે છે. જેમાં ચીઝ, પનીર, ઘી અને માવાની મીઠાઈઓનો સમાવેશ થાય છે. ભલે વધુ પ્રમાણમાં ન લઈને પણ આ મિલ્ક પ્રોડક્ટસને તમે રોજિંદા જીવનમાં તમારા ભોજનમાં ઉમેરી શકો છો.

૬ લો કેલેરી ફૂડ્સ

તમે તમારા રોજિંદા જીવનમાં એવા ખોરાકને લેવાનું શરૂ કરો જે લો કેલેરી અને લો કોલેસ્ટેરોલ હોય. આવા ખોરાકમાં તેલમાં તળેલા સમોસા – ભજિયા, જુદા જુદા મસાલેદાર ચાટ, આઈસ્ક્રીમ અને મેંદાની બેકરી આઈટેમ્સનો સમાવેશ થાય છે. બહારના રેસ્ટોરેન્ટના તીખા મસાલાવાળા નાસ્તા અને ફ્રોઝન પેકેટ્સ જેમાં પ્રિઝર્વેટીવ્સ અને બેકિંગ પ્રોડ્ક્ટ્સ જેમ કે પીઝા અને પફ જેવા નાસ્તા ટાળવા જોઈએ.

પલાળેલા મગ, ચણા અને મીક્સ કઠોળ, પૌવા – રવાની વસ્તુઓ તથા ખાખરા જેવા હળવા નાસ્તા લેવા જોઈએ.

આ દરેક ટીપ્સને તમે ખૂબ જ સરળતાથી ઓછા પ્રયત્નો કરીને પણ અપનાવી શકશો. જે તમને ઉનાળામાં પણ હળવાશથી તંદુરસ્ત જીવન જીવવામાં ઉપયોગી રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ