ગુજરાતમાં ‘યોગ ફોર હાર્ટ કેર’ થીમ બેઈઝ યોગ થશે, હ્રદય અને મનને સ્વસ્થ રાખવા કેટલાક ઉપયોગી આસનો જોઈએ…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ ‘યોગ ફોર હાર્ટ કેર’ રાજ્યભરમાં પ્રમુખ સ્થળોએ થશે સામૂહિત યોગાયસોનો કાર્યક્રમ યોજાશે… જાણો હ્રદયને મજબૂત કરવા યોગાસનો કઈરીતે થઈ શકે ઉપયોગી… ગુજરાતમાં ‘યોગ ફોર હાર્ટ કેર’ થીમ બેઈઝ યોગ થશે, હ્રદય અને મનને સ્વસ્થ રાખવા કેટલાક ઉપયોગી આસનો જોઈએ….


આ વર્ષે ૨૧મી જૂને પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં માત્ર ગુજરાત રાજ્ય કે ભારત દેશના જ વિવિધ રાજ્યો જ નહીં પણ દુનિયાભરના સ્વાસ્થ્ય પ્રેમી લોકોએ ઉત્સાહ પૂર્વક આ દિવસની ઉજવણીને આવકારી છે. ગુજરાત રાજ્યે એક થીમ નક્કી કરી છે જેમાં ‘યોગ ફોર હાર્ટ કેર’ એવું ટાઈટલ આપ્યું છે.

ગુજરાતના વિવિધ સ્થળોએ યોજાશે યોગશિબિર


ગુજરાતના દરેક વિસ્તારોમાં તેનું જાહેર સામૂહિક આયોજન તો થશે જ પરંતુ આ વખતની એક નવી પહેલ એ પણ છે કે રાજ્યના પ્રમુખ મંદિરો, યાત્રાધામો અને પર્યટન સ્થળોએ પણ તેનું સામૂહિક આયોજન કરાયું છે. જે માત્ર એક સરકારી ઔપચારિકતા ન બની રહીને લોકજાગૃતિનું એક નવું પ્રેરક બળ બનવા પામશે એવું જરૂર લાગે છે.


મોઢેરા સૂર્યમંદિર, દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દેવભૂમિ દ્વારિકા, તેમ્જ ડાકોર અને શામળાજી જેવાં કૃષ્ણ ભગવાનના યાત્રાધામો, મા કાળી મંદિર પાવાગઢ, સીદી સૈયદની જાળી; અમદાવાદ, રાણકીવાવ, લોથલ, સરખેજ રોજા, પોરબંદરનું કિર્તીમંદિર, પારસી અગિયારી ઉદવાડા, મહાત્મા મંદિર દાંડીકૂટિર, અક્ષરધામ ગાંધીનગર, સૌરાષ્ટ્રનું તૂલસી શ્યામ અને કવિ શ્રી કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા કેટલાક પ્રવાસન સ્થળોએ પણ ૨૧મી જૂને આયોજન થશે.


સરકારી કચેરીઓ, દરેક સ્કુલ – કોલેજ અને વિવિધ કોર્પોરેટ સેક્ટર્સ સહિત પ્રખ્યાત અમૂલ ડેરીમાં પણ આયોજન થવા જઈ રહ્યું છે. જે સવારે ૬:૩૦ વાગ્યાથી શરૂ થશે. લગભગ એક કરોડ ૫૧ લાખથી વધુ લોકો તેનો સામૂહિક લાભ લેશે એવું આયોજન થયું છે. જેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબથી લઈને શિક્ષણ મંત્રી શ્રી ચૂડાસમા સાહેબ સહિત સૌ કોઈ આ આયોજનોમાં સામેલ થશે.

થીમઃ ‘યોગ ફોર હાર્ટ કેર’


આજની દોડતી જિંદગીમાં હાર્ટ એટકેના અનેક કેસ જોવા મળે છે. લોકો નાનામાં નાની બાબતોથી પણ સ્ટ્રેસ અનુભવે છે. ખોરાકની અનિમિયતતા અને ઓછી ઊંઘ લેવાથી હ્રદયની કામગીરી પર પહેલી અસર પડે છે. આખા દિવસની દોડધામમાંથી ઘેર આવીએ ત્યારે થાક લાગતો હોય છે. માટે હ્રદય પર સૌથી વધુ બોજ અનુભવાય છે. તેની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે. આ થીમ આપણને કેટલાક એવા સંદેશાઓ આપવા મદદરૂપ રહેશે જેથી આપણે હ્રદયની કાળજી રાખવા સમર્થ થઈશું.


કઈરીતે હ્રદયને મજબૂત કરવા ઉપયોગી થશે યોગ?


યોગાસનો સાથે આપણે પ્રાણાયમને પણ જોડીએ છીએ. તેથી તેમાં અનુબલોમ – વિલોમ પ્રાણાયમ સૌથી વધારે ઉપયોગી છે હ્રદયની કાર્યક્ષમતાને વધારવા માટે. નિયમિત રીતે કરાતી હળવી કસરતો, પ્રાણાયમ અને કેટલાક આસનો એવાં હોય છે જે આપણાં શરીરમાં વારંવાર અનુભવાતા તણાવને ઓછું કરીને શરીરને ફ્રેશ રાખવામાં મદદરૂપ થાય છે. તેને લીધે હ્રદયના પંપને પણ પછી તકલીફ થાય છે. પ્રાણવાયુ એટલે કે ઓક્સીજન પણ પૂરતા પ્રમાણમાં મળતો થઈ જાય અને યોગ્ય રીતે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા નિયમિત અને એકધારી થવા લાગે તો હાઈ બ્લડ પ્રેશર અને દમ જેવી તકલીફો થવાનો ભય ઘટે છે.


માનસિક તણાવ ઘટવાને કારણે શરીરના દરેક અંગોને પૂરતું ઓક્સિજન મળે અને લોહીનું બ્રહ્મણ પણ એકધારું થાય તો અનેક વિકારોને આપણે શરીરમાં થતા અટકાવી શકીએ છીએ. જેમાં હાર્ટ એટેક, ડાયાબિટીઝ, અસ્થમા, હાઈ કે લો બ્લ્ડ પ્રેશર, થાઈરોઈડ અને ડાઈજેશન સિસ્ટમને લગતી તકલીઓ દૂર કરી શકીએ છીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ