જાણો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે પહોંચાડે છે નુકસાન

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ – હૃદયને પહોંચાડે છે સાથે જાણો તે બાળકોના સ્વાસ્થ્યને કેવી અસર કરે છે…

image source

તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હૃદયના સ્વાસ્થ્ય ઉપર ખરાબ રીતે અસર કરી શકે છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને ખાસ કરીને બાળકો વધુ પ્રમાણમાં લેતાં હોય છે અને તેને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અરસ જોવા મળે છે જેમ કે તેમનામાં સ્થૂળતા આવવી અને આ સિવાય આરોગ્યને લગતી અન્ય સમસ્યાઓ વધવા પાછળનું કારણ પણ તેનો વધુ પડતો ઉપયોગ હોઈ શકે છે.

આવો જાણીએ શું છે આ અને તેને કારણે કેવા નુક્સાન થઈ શકે છે.

image source

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને હૃદયના નબળા પડતા આરોગ્ય સાથે જોડવામાં આવે છે…

આઇએએનએસ દ્વારા તાજેતરના એક સંશોધક અહેવાલમાં જાણવા મળ્યું છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો વધુ પડતો વપરાશ હૃદય માટે નુકસાનકારક હોઈ શકે છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી ઘણીવાર આરોગ્યપ્રદ ખોરાક કે જે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, જેમ કે ફળ, શાકભાજી, અનાજ અને થોડા અંશે તેમાંથી પ્રોટીન પણ મળી રહે છે.

image source

જે હૃદયના સાથે સ્વાસ્થ્ય સાથે મજબૂત રીતે જોડાયેલા છે. પરંતુ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના સંશોધકોના મત મુજબ જાણવા મળ્યું છે કે આ આરોગ્યપ્રગ ગુણો ઉપરાંત, અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકમાં વધુ પડતા પ્રમાણમાં મીઠું તેમજ ખાંડ ઉમેરવામાં આવે છે આ સિવાય તેમાં સંતૃપ્ત ચરબી અને હ્રદયરોગના જોખમને વધારવા સાથે સંકળાયેલ અન્ય પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે.

બીજા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકના સેવનથી માત્ર મેદસ્વીપણું વધવાનું જોખમ છે એટલું જ નહીં, પણ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડાય તેવી સંભાવનાઓ પણ છે. તે શરીરમાં કુલ અને એલડીએલ (ખરાબ) કોલેસ્ટરોલને પણ વધારી શકે છે. આ હાયપરટેન્શન તરફ દોરી શકે છે, જે હૃદયને અસર કરી શકે છે.

image source

જે લોકો આ વાતથી અજાણ છે, તેમને માટે જણાવીએ કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ નાસ્તા જેવા કૂકીઝ, કેક, ચિપ્સ, વગેરે, પ્રોસેસ્ડ મીટ, પાઉડર અને ઇન્સ્ટન્ટ સૂપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ વગેરેનો સંદર્ભ લે છે. ખાદ્ય ચીજો, તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે તમે તમારા હૃદયના આરોગ્યને જોખમમાં મુકી શકો છો.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ મોટાંઓ સાથે બાળકોમાં પણ ખૂબ પસંદ કરાય છે…

આ પ્રકારના રેડી ટૂ ઇટ ફૂડ પુખ્ત વયના લોકો દ્વારા લેવામાં આવે છે, પરંતુ બાળકો દ્વારા પણ વધુ પ્રમાણમાં લેવાય છે.

 

image source

એ નોંધવું અગત્યનું છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની કેટેગરીમાં આવતી ખાદ્ય ચીજો તેમના સ્વાદને કારણે બાળકોમાં વધુ લોકપ્રિય છે.

તે એકદમ ટેસ્ટી હોવાથી અને ઝડપથી મળતું હોવાને લીધે પ્રોસેસ્ડ ફૂડ વધુ અનુકૂળ લાગે છે, ખાસ કરીને જ્યારે બાળકને બહાર ગયાં હોય ત્યારે ભૂખ લાગે અથવા એવી પરિસ્થિતિમાં કે જ્યાં માતાપિતા તેમને ભોજન ન આપી શકવાના હોય.

image source

જેમ કે સ્કુલની રીસેસમાં કે પછી પિકનિકમાં સાથે લઈ જવામાં તેમને આ પ્રકારના ફૂડ લઈ જવા ગમતા હોય છે. જો કે, આ ખોરાક તમારા બાળકના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે.

બની શકે શરૂઆતમાં આ પ્રકારના ફૂડ સગવડ ભર્યા લાગે પરંતુ તેનો કાયમી કે નિયમિત ઉપયોગ યોગ્ય નથી હોતો.

image source

બાળપણના સમય દરમિયાન શરૂ થતા મેદસ્વીપણા અને ઇન્સ્યુલિન વધવાની ફરિયાદ પાછળનું કારણ શોધવા માટે હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં, બાળકો પર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકના વપરાશની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

એવું જોવા મળ્યું હતું કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકના વપરાશથી બાળકોમાં પેટની ચરબીમાં વધારો થાય છે. શરૂઆતના સમયમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ મર્યાદિત કરવાના સંદર્ભમાં અભ્યાસના પરિણામો આંખ ખોલી મૂકે તેવા પરિણામો મળ્યાં હતાં તેથી આપણે આ પ્રકારના ખોરાક લેવા ઉપર નિયંત્રણ લઈને તેનો વપરાશ બીલકુલ ઘટાડી દેવો જોઈએ.

image source

તે કેવી રીતે તમારા બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે જાણો…

પુખ્ત વયના લોકો કરતાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ બાળકો વધુ પ્રમાણમાં કરે છે. આ એટલા માટે હોઈ શકે છે કારણ કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક બાળકો માટે વ્યસન જેવું બની જતું હોય છે.

image source

એક અહેવાલ મુજબ, જ્યારે વધુ વજનવાળા બાળકોને તેમની ખાવાની ટેવનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાંના ૨૫ ટકા લોકો ખોરાકની વ્યસનથી પીડિત છે.

વ્યસનના પરિબળોમાં, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનો વધુ વપરાશ તેમાંથી એક હતો.

image source

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ માત્ર સ્થૂળતાનું જોખમ સાથે સંકળાયેલ રોગોનું જોખમ વધારે છે, પરંતુ આરોગ્યની નબળી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, કહીએ તો તેની આડઅસર સાથે વહેલા મૃત્યુની સંભાવના પણ પરિણમી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અતિરિક્ત પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ટેવને લીધે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે, જેનું પ્રમાણ ૧૮ ટકા જેટલું વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ