મગફળીની ‘Shenga’ ગેમ ઇન્ટરનેટ પર થઇ છે જોરદાર વાયરલ, અનેક લોકો કરી રહ્યા છે તેને ડાઉનલોડ, અને તમે?

રમત અને ગેમ્સનું નામ સાંભળીને જ આપણને આપણું બાળપણ યાદ આવી જાય. પરંતુ આજકાલની યુવા પેઢી સામે તમે ગેમ્સનું નામ લો એટલે તરતજ તેના મગજમાં મોબાઈલની ગેમ્સનું ચિત્ર ઊભું થઈ જાય છે. પાંચ-સાત વર્ષના નાના બાળકો પણ મોબાઈલ ગેમ્સના એવા રસિયા થઈ ગયા છે કે કલાકો સુધી મોબાઈલથી ઉખડતા જ નથી.

image source

બાળકોને મોબાઈલની આવી આંધળી આદત પાછળ ક્યાંક બાળકોના મા-બાપ પણ જવાબદાર હોય છે. તો ક્યાંક વળી બાળકો પણ મા-બાપ કે મોટેરાઓનું કાંઈ ગણકારતા જ નથી. એવા પણ કિસ્સા નોંધાયેલા છે કે બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની ના પાડો એટલે સામે મા-બાપ હોય કે વડીલ તેમને મોઢામોઢ એલફેલ જવાબ દઈ દે છે. અમુક કિસ્સાઓમાં તો બાળકોને એવું લાગી આવે છે કે તેનું પરિણામ આપઘાત સુધી પહોંચી જાય છે.

image source

1980 થી 1990 દરમિયાનના વર્ષમાં જન્મ થયેલા અને અત્યારે જુવાન થયેલા લોકોને પોતાના બાળપણમાં રમેલી રમતો યાદ હશે. ત્યારે આવી મોબાઈલ ગેમ્સનો ક્રેઝ ન હતો. સ્કૂલમાં ભણવા જતા અને ત્યાં જ સ્કૂલના પટાંગણમાં જ ક્રિકેટ, ગીલ્લી દંડા, કબડ્ડી, ખો-ખો, થપ્પો દા, જેવી અનેક રમતો રમતા હતા. જે મગજની સાથે શરીરને પણ ચપડ અને ચુસ્ત રાખતી હતી.

image source

ખેર, હવે મૂળ વાત પર આવીએ આજકાલ સોશિયલ સાઈટ ટ્વીટર અને અન્ય સાઈટ પર મગફળી ને લગતી એક અલગ જ ગેમ વાયરલ થઇ રહી છે. અશ્વિન દેશ પાંડે નામના એક ટ્વીટર યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મગફળીને બે – બે ની આ જોડીમાં એક ઉપર એક તેમ 7 મગફળી ગોઠવેલી હોય તેવો ફોટો શેર કર્યો હતો. અને તેની નીચે તેણે એવું કેપ્શન લખ્યું હતું કે હમણાં હમણાં જ મેં આ નવી ગેમ શોધી છે.

જોતજોતામાં આ પોસ્ટ અને આ ફોટો ખુબ વાયરલ થયા અને ઇન્ટરનેટ પર ગેમ લાઈમલાઈટમાં આવી ગઈ. આ ગેમ ઇન્ટરનેટ પર વાયરલ કરનાર ટ્વીટર અશ્વિન દેશપાંડેએ આ ગેમને ‘Shenga’ એવું નામ પણ આપ્યું છે.

આ ગેમ ખરેખર તો બેલેન્સની ગેમ છે. જેમ આપણી રમવાના પતા એક ઉપર એક ગોઠવી પત્તાનો મહેલ બનાવવાની રમત રમતા હોઈએ છીએ તેવી જ રીતે આમાં મગફળીને બે-બેની જોડીમાં એક ઉપર એક કેવી રીતના ગોઠવણ કરવાની હોય છે.

જો તમને પણ આ ગેમ રમવાનું મન થતું હોય તો અત્યારે જ લો થોડીક મગફળી અને કરવા માંડો પ્રયાસ. અને જુઓ તમારામાં બેલેન્સ રાખવાની કેવી આવડત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ