ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા ઉતારવા તે કોઈ ચમત્કાર નહીં પણ કારીગરી છે! જાણો તેની સત્ય હકીકત…

શું તમને પેલા ભજીયાવાળા યાદ છે જે ગરમ તેલમાં હાથના નાખીને ભજીયા કાઢતા હતા ? તો જાણીલો કે આ કોઈ ચમત્કાર નહીં પણ તેમની કારીગરી જ હતી.

image source

દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જે પહેલી નજરે કોઈ ચમત્કાર જેવી લાગે છે પણ વાસ્તવમાં તે કોઈ ચમત્કાર નહીં પણ તેની પાછળ કોઈ સીધુ સરળ વિજ્ઞાન જ જવાબદાર હોય છે. અને આપણા વિજ્ઞાન માટેના આ જ અજ્ઞાનના કારણે. આપણે જ્યારે આવા લોકોને આવી કારીગરી કરતાં જોઈએ છીએ ત્યારે તેને જોતાં આંખો પહોળી થઈ જાય છે.

આવી જ એક ઘટના એકાદ વર્ષ પહેલાં બની ગઈ હતી અને તેનો વિડિયો સમગ્ર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેમાં એક ભજીયાવાળા કાકા ગરમાગરમ તેલમાં ભજીયા મુકતા જાય છે અને જ્યારે ભજીયા ચડી ગયા બાદ તેને ઉથલાવવાનો વારો આવે ત્યારે આપણા જેવા સામાન્ય લોકો જારાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ કારણ કે તેલ ખુબ ગરમ હોય છે. પણ આ વિડિયોમાં આ કાકા જારાનો ઉપયોગ નહોતા કરતાં પણ પોતાના હાથેથી જ ગરમાગરમ તેલમાંથી ભજીયા લઈ બહાર કાઢતા જોવા મળ્યા હતા.

તે સમયે આ વિડિયોએ ભલભલા લોકોને ચકિત કરી દીધા હતા. અરે વિદેશમાં પણ આ વિડિયોએ ભારે ચકચાર મચાવી હતી. કે આવું કેવી રીતે શક્ય બને ? કે કોઈ વ્યક્તિ ગરમાગરમ તેલમાં હાથ નાખીને ભજીયા કેવી રીતે બહાર કાઢી શકે ? ખરેખર તેમની ચામડીમાં કોઈ ખાસીયત હોવી જોઈએ ! પણ તેમનામાં કે તેમની ચામડીમાં તેવી કોઈ જ ખાસિયત નહોતી. વાસ્તવમાં તેની પાછળ એક વિજ્ઞાન છે. અરે તમે તેને વૈજ્ઞાનિક ચમત્કાર પણ કહી શકો છો. જેને બતાવવા માટે તમારે વિજ્ઞાનનો સહારો લેવો પડે છે.

image source

તમને જણાવી દઈએ કે ભજીયા તળતી વખતે તેલનું તાપમાન 200 ડીગ્રી સેલ્સિયસ હોય છે. તો પછી કોઈ કેવી રીતે પોતાનો હાથ આ ઉકળતા તેલમાં નાખ્યા બાદ સુરક્ષિત રહી શકે ? તો તમને જણાવી દઈએ કે તેની પાછળ એ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે અને તે છે લેઇડેનફ્રોસ્ટ અસર (leidenfrost).

image source

વાસ્તવમાં આ વ્યક્તિ કે આના જેવા અન્ય ભજીયાવાળા કે જેઓ ખુલ્લા હાથે જ ઉકળતા તેલમાં હાથ નાખે છે તેઓ તેલમાં હાથ નાખતા પહેલાં ઠંડા પાણીમાં પોતાના હાથ નાખે છે અને ત્યાર બાદ અત્યંત ગરમ એવા તેલમાં તે હાથ નાખે છે. ઠંડા પાણીવાળો હાથ તેલમાં ભળે છે અને તેના કારણે પાણી વરાળ બની જાય છે. અને આ નીકળેલી વરાળ હાથને બળતા રોકે છે અને હાથને ગરમ તેલથી બચાવે છે. આ વરાળ તેલ અને હાથ વચ્ચે એક લેયર બનાવે છે જે હાથને બળતા રોકે છે.

પણ અહીં ખાસ વાત એ છે કે તમે ભલે હવે આ ભજીયાવાળાને ઢોંગી સમજતા હોવ પણ આ ઢોંગ કરવા માટે પણ તમારી પાસે સાચી ટ્રીક અને સાચી સ્કીલ હોવી જરૂરી છે. કારણ કે ઠંડા પાણીનું આ જે લેયર છે તે થોડી જ ક્ષણો માટે તમારા હાથને પ્રોટેક્ટ કરી શકે છે. અને જો તમે આ હાથને વધારે સમય ઉકળતા તેલમાં રાખશો તો અત્યંત ગંભીર ઇજા થઈ શકે છે જે ઘણા લાંબા સમય સુધી તમારા માટે પિડાદાયક રહી શકે છે.

image source

તો હવે પછી ક્યારેય તમે આવા ભજીયાવાળાને ગરમાગરમ તેલમાં હાથ નાખીને ભજીયા કાઢતા જુઓ તો ચકિત ન થતાં. પણ તેમનું આ રહસ્ય તમારી પાસે જ રહેવા દેજો અને જોનારાને ચકિત થવા દેજો. આખરે તેમની આ આવડતને લોકો ભલે ચમત્કાર સમજતા હોય પણ છે તો આ તેમની કરામત જ. આ તેમની પ્રેક્ટિસ અને સાવધાની સાથે કરતા હશે. પોતાના હાથ સાથે તમે આવો અખતરો કરતા નહિ.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ