અમદાવાદી એટલે અમદાવાદી નવરાત્રી માટે બનાવી અનોખી પાઘડી, આ નવરાત્રી રહેશે અનોખું આકર્ષણ…

પી.એમ નરેન્દ્ર મોદીની અત્યાર સુધી વાયરલ ગયેલી તસ્વીરોની જાંખી છે આ પાઘડીમાં ! તસ્વીરો જોશો તો આ ફેનની કલાકારીથી દંગ રહી જશો !

image source

નવરાત્રીના થનગનાટના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા છે, રુપલડી રાધાઓ નીત નવા ચણિયાચોળી તૈયાર કરીને નવરાત્રીની આતુરતાથી રાહ જોઈને ગરબાના તાલે ઝૂમવા થનગની રહી છે તો વળી કામણગારા કાનુડાઓ પણ જાત જાતના કેડિયાઓ સજાવીને ગરમે ઘૂમવા તલપાપડ થઈ રહ્યા છે.

જો તમારે પણ હજુ નવરાત્રીના સ્પેશિયલ આઉફીટ બનાવવાના બાકી હોય તો જરા આ આર્ટીકલ વાંચી લો અમદાવાદનો આ ગરબા રસિયો તમને એક અનોખી જ ડીઝાઈનની પાઘડી પહેરવા લલચાવશે. તમને જણાવી દઈએ કે ગરબાનો આ રસિયો ગરબાનો તો ફેન છે જ પણ સાથેસાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફેન છે અને તેણે નરેન્દ્ર મોદીને સમર્પિત આ પાઘડીની ડીઝાઈન કરી છે.

image source

અમદાવાદના આ નમો ફેનનું નામ છે અનુજ. તેણે આ પાઘડી એવી રીતે બનાવી છે કે તેની પાઘડિમાં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની જે જે તસ્વીરો વાયરલ થઈ છે તેને લગાવવામાં આવી છે. અનુજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. અને તે મોદીનો જબરજસ્ત ફેન છે તેણે અત્યાર સુધી નરેન્દ્ર મોદીની જે પણ તસ્વીરો વાયરલ થઈ છે તેનું ભવ્ય કલેક્શન છે અને તેનો જ ઉપયોગ કરી તેણે આ નમો પાઘડીનું સર્જન કર્યું છે.

તેના માથાને સજાવતી આ ભવ્ય પાઘડીનું વજન ચાર કીલોનું છે. તેને કચ્છી ભરતથી સજાવવામાં આવી છે. આ પાઘડી બનાવવા પાછળ તેણે કુલ 30 હજાર રૂપિયા ખર્ચ્યા છે. જો કે આ વજનદાર પાઘડી પહેરવા માટે કોઈ શશક્ત માથાની જ જરૂર પડે . કારણ કે આ એક ખુબ જ વિશાળ પાઘડી છે અને તેનું કદ જોઈને અનુજભાઈ ગરબા રમતી વખતે બેલેન્સ જાળવી શકશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે! પણ તેમની પાઘડી અત્યંત સુંદર છે.

પાઘડીની બારીક ડીઝાઈન

image source

પાઘડીને અગણિત રંગોના ભરતકામથી સજાવવામા આવી છે. અને આ ભારતકામ પણ ખુબ જ જીણું છે. પાઘડીના ઉપર જે મોરની કળા જેવું કરવામાં આવ્યું છે તેના છેડે મોદીની અત્યાર સુધી વાયરલ થયેલી તસ્વીરો ચોંટાડવામા આવી છે. તેમજ પાઘડીની ટોચ પર સુંદર વસ્ત્રોમાં સજ્જ એવી રાસ લેતી નાની-નાની ઢીંગલીઓ બનાવવામાં આવી છે તો વળી નગારા ઢોલ વગાડતા ઢીંગલાઓ પણ બનાવવામાં આવ્યા છે.

આ પાખડી માત્ર આગળથી જ સુંદર નથી પણ પાછળથી પણ તેટલી જ સુંદર છે. તેમાં પાછળની બાજુએ પણ રાસ રમતી નાનકડી ઢીંગલી અને ઢોલક વગાડતો ઢીંગલો બનાવવામાં આવ્યો છે. આ પાઘડીનીં બનાવટ અત્યંત સુંદર છે.

image source

નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારનતા વડાપ્રધાન તરીકે ચુંટાઈને આવ્યા છે અને તેમના ફેન્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ જઈ રહ્યો છે. તેમાં પણ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવીને તેને ભારતના બાકીના રાજ્યો જેવો જ દરજ્જો આપતાં તેઓ કરોડો ભારતીયોના હીરો બની ગયા છે.

અનુજનો આ ટ્રેડીશન ગુજરાતી પહેરવેશ અત્યંત અદ્ભુત છે. તેના માથા પરની આ ભવ્ય પાઘડી તેને એક પ્રભાવશાળી દેખાવ આપે છે. તેમજ તેનું ભાતિંગળ કેડિયું અને તેના પર ગુજરાતી ભરતથી ભરપુર એવુ જેકેટ પણ ખુબ જ સુંદર છે.

image source

સમય જતાં ગુજરાતમાં ગરબાની પરંપરા તો જે સદીઓથી ચાલતી આવી છે તેજ છે પણ તેમાં પહેરાતાં વસ્ત્રોમાં જમીન આકાશનો તફાવત આવી ગયો છે. અને આ તફાવત દર વર્ષે વધતો જ જઈ રહ્યો છે પહેલાં છોકરીઓ ચણિયા ચોળીમાં અને છોકરાઓ કેડીયા ચોઈણીમાં જોવા મળતાં હતા તો હવે છોકરીઓ પણ કેડિયા ચોઈણી પહેરતી થઈ ગઈ છે. અને તેથી પણ વધારે હવે ફ્યુઝન ટ્રેડીશનલ નવરાત્રી ડ્રેસ પણ ખુબ જ ફેશનમાં છે. જેમાં જીન્સ પર કેડિયા પહેરને છોકરીઓ ગરબે જુમતી જોવા મળે છે તો વળી છોકરાઓ પણ અદ્ભુત ડીઝાઈનવાળા ધોતી, કેડિયા, જભ્ભા, જીન્સ, પાઘડી, લટકણવાળા વસ્ત્રોમાં જોવા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ