તમારા ઘરમાં રાખેલ ઘડિયાળની દિશા બદલવાથી બદલાશે તમારી દશા…

શું તમારો સમય સારો નથી ચાલી રહ્યો ? તો ઘડિયાલની દિશા બદલી સમયને તમારા પક્ષે કરી લો. 

વાસ્તુશાસ્ત્ર એક સચોટ શાસ્ત્ર છે. એક વાતમાં કોઈ બે મત નહીં કે તમારી મહેનત જ તમને આગળ વધારે છે તમે મહેનત કર્યા વગર નસીબ અને શાસ્ત્રોના ભરોસે જો બેસી રહેશો તો તમે ત્યાંના ત્યાં જ રહેશો અને પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નહીં આવે. પણ આ બાબતમાં બેલેન્સ હોવું ખુબ જરૂરી છે. ગધેડાની જેમ મહેનત કરવી તે પણ ઉપાય નથી. માટે તમારે આ બન્ને બાબતને બેલેન્સ કરવાની જરૂર છે.

image source

વાસ્તુશાસ્ત્રમાં તમારી મુશ્કેલીઓના લગભગ બધા જ ઉપાય આપવામાં આવેલા છે. તેમાં ઘરને લગતી જીણામાં જીણી બાબતનો વિચાર કરવામાં આવ્યો છે અને તે બાબતે સચોટ જ્ઞાન પણ આપવામાં આવેલું છે. વાસ્તુ શાસ્ત્રોનો જો આપણે આપણા જીવનમાં નિયમિત તેમજ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે.

આજે વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ પહોંચી ગયું હોય પણ ભલભલો જ્ઞાની પણ પોતાના ઘરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરતો હોય છે. ઘરની એક એક વસ્તુની ગોઠવણ તે પ્રમાણે કરીને ઘરને સમૃદ્ધ બનાવવામાં આવે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે તમે તમારા ઘરમાંની ઘડિયાળોને જો યોગ્ય દિશા તેમજ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે વાપરશો તો તમારી ખરાબ સ્થિતિમા અદ્ભુત સુધારો જોવા મળશે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ છે અને દરેક વસ્તુ માટે એક ખાસ દિશા નક્કી થયેલી હોય છે. તમે જે ઘરમાં રહેતા હોવ તેની દિશા પણ તમારા ભાગ્ય પર અસર કરી શકે છે.

કઈ દીશામાં ઘડિયાળ હોવી જોઈએ

સામાન્ય રીતે આપણે દીવાલ ઘડિયાળને એક એવી ખાસ જગ્યાએ રાખતા હોય છે જ્યાં તે દિવાલ તો શોભાવે જ પણ સાથે સાથે તેને બધા જ જોઈ શકે તેવી જગ્યાએ રાખવાનું પસંદ કરતા હોઈએ છીએ. તમારે દિવાલ ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પુર્વ દિશામાં હોવી જોઈએ. ઘરની દિશા ખોટી હોવાથી ઘરના વડિલના સ્વાસ્થ્ય પર સતત તેની ખરાબ અસર રહે છે.

image source

ઉત્તરમાં ઘડિયાળ લગાવવાથી તમે સંપત્તિને આકર્ષિ શકો છો. તમે ઘડિયાળને પશ્ચિમમાં પણ લગાવી શકો છો પણ તે એક અંતિમ વિકલ્પ હોવો જોઈએ.

ઘરમાં ક્યાં ઘડિયાળ ન લગાવવી

ઉપર જણાવ્યું તે પ્રમાણે ઘડિયાલ દક્ષિણ દિશામાં ન લગાવવી ઉપરાંત તેને તમે બારણાની ઉપર પણ ન લગાવી શકો. આવું લોકો ઘરનો દેખાવ સારો આવે તે હેતુથી કરતા હોય છે. પણ તેમ કરવાથી ઘરમાં માનસિક તાણ રહે છે. ઘરમાં રહેતા લોકો ચિડિયા રહે છે.

image source

જો તમે બેડરૂમમાં પણ ઘડિયાળ રાખવામાં માગતા હોવ તો તે એવી દિશામાં હોવી જોઈએ કે તેને તમે સીધી જ તમારી નજર સમક્ષ જોઈ શકો. પણ તે ઘડિયાળના કાચમાં તમારી પથારીનું પ્રતિબિંબ ન પડતું હોવું જોઈએ. આ ઉપરાંત તમારે તમારા ઘરની બહાર પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ.

ઘરમાં ક્યારેય પણ બંધ ઘડિયાળ ન રાખવી

ઘડિયાળ ભલે દીવાલની હોય, એલાર્મ ક્લોક હોય કે પછી કાંડા ઘડિયાળ હોય તમારે ક્યારેય ઘરમાં કોઈ બંધ ઘડિયાલ રાખવી નહીં. તે બગડી ન હોય અને તેના માત્ર સેલ જ ગયા હોય તો તેમાં સેલ ભરીને તેની જરૂર ન હોય તો પણ તમારે તેને ચાલુ રાખવી નહીંતર તેને ચાલુ કરીને ગિફ્ટ આપી દેવી અથવા તો ભંગારમાં જવા દેવી.

ઘરમાં બંધ ઘડિયાળથી એવું જ માની લો કે તમારો સમય પણ થંભી જાય છે. કારણ કે ઘરમાં બંધ ઘડિયાલ રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે જેની અસર તમારા વર્તન, વિચારો તેમજ તમારી વાણી પર પડે છે.

કેવી ઘડિયાળ ઘર માટે યોગ્ય છે

જુના જમાનામાં ઘણા ઘરોમાં લોલકવાળી ઘડિયાળ જોવા મળતી હતી પણ હવે તેવી ઘડિયાળ સદંતર બંધ થઈ ગઈ છે. પણ ઘડિયાળના શોખીનોને તેવી ઘડિયાળ ખુબ પસંદ હોય છે. અને તે તમારા ઘર માટે શુભ પણ હોય છે. જો તમારી પાસે લોલકવાળી ઘડિયાળ હોય તો તેને તમારે પુર્વ બાજુરાખવી જોઈએ.આ ઘડિયાળ ઘરમાં હોવાથી ઘરની વ્યક્તિને સમયની એકધારી ગતિનિ પ્રતિતિ થાય છે અને તેની પ્રગતિ થાય છે તે સમયની તાલ સાથે તાલ મિલાવીને આગળ વધે છે અને પોતાના કાર્યમાં સફળ રહે છે.

આ ઉપરાંત તમે ઘરમાં જુની ડિઝાઈનવાળી એન્ટિક ઘડિયાળો પણ લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં ઘડિળામાં એન્ટિક ઘડિયાળોને ખાસ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં વાતાવરણ હળવુ રહે છે. ઘરમાં રહેતી બધી જ વ્યક્તિ સકારાત્મકતા ધરાવતી હોય છે.

ઘડિયાળને હંમેશા યોગ્ય સમય પર જ રાખો

તમારા ઘરની બધી જ ઘડિયાળોને ચોક્કસ સમય પર જ રાખો અથવા તો એક-બે મિનિટ આગળ રાખી શકો. ઘડિયાળને ક્યારેય સાચા સમયથી પાછળ ન રાખવી જોઈએ. ઘરની બહાર ક્યારેય ઘડિયાળ ન લગાવવવી. ઘડિયાળનો કાચ તુટેલો ન હોવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ