આ વ્યક્તિને લાગી આખી જિંદગીની લોટરી ! 30 વર્ષ સુધી મળશે દર મહિને 8.59 લાખ રૂપિયા

હજુ થોડા દિવસ પહેલાં જ દક્ષીણ ભારતમાં એક વ્યક્તિને કરોડોની લોટરી લાગી હતી અને તે ગરીબ ખેડૂતમાંથી ધનવાન ખેડૂત બની ગયો હતો. પણ તે લોટરી તેને એક જ વાર લાગી હતી અને તે રૂપિયા જો તે યોગ્ય જગ્યાએ વાપરે નહીં તો ગમે ત્યારે તો ખૂટી જ જવાના. પણ ઇંગ્લેન્ડમાં રહેતા આ વ્યક્તિને તો આજીવન લોટરી લાગી ગઈ છે.

આજીવન લોટરી એટલે વળી શું ? અરે સામાન્ય રીતે લોટરી એવી હોય છે જેમાં તમને એક જ સાથે જેટલા પણ રૂપિયાની લોટરી લાગી હેય તે મળી જાય છે પણ આ એકદમ નવા જ પ્રકારની લોટરી છે જે સેટમાં લાગે છે. તેને ‘સેટ ફોર લાઇફ’ ડ્રો કહે છે.

ઇંગ્લેન્ડમાં રહેતો આ 24 વર્ષનો યુવાન, ડેન વેમેસ હાલ એમેઝોન કંપનીમાં નોકરી કરી રહ્યો છે. પણ તેને એવી લોટરી લાગી છે કે હવે તે આજીવન બેઠા-બેઠા ખાઈ શકશે અને પોતાના શોખ પણ પુરા કરી શકશે. ડેન એમેઝોના ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તેણે લોટરી માટેની ટીકીટ તો ખરીદી લીધી હતી પણ તેને કોઈ આશા નહોતી કે તેની લોટરી લાગશે જ.

પણ નોકરી દરમિયાન જ્યારે તે પહેલો બ્રેક લઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાનો ફોન ચેક કર્યો તો તેમાં લોટરી લાગ્યાનો મેસેલ આવ્યો હતો. તેને વિશ્વાસ જ ન થયો કે તેણે 30 વર્ષ સુધી દર મહીને 10000 પાઉન્ડ એટલે કે 8.59 લાખ રૂપિયાની લોટરી જીતી છે.

તે દિવસે સવારે કદાચ તે પોતાની રોજિંદી દીનચર્યા શરૂ કરવા ઉઠ્યો હશે ત્યારે તેને ખ્યાલ પણ નહીં હોય કે તેનું જીવન બદલાવાનું છે. આ પ્રકારનો લોટરી સેટ જીતનારો ડેન પહેલી વ્યક્તિ છે. ફોન પર મેસેજ વાંચતા વિશ્વાસ ન થતાં ડેને પોતાનો ઇમેઇલ બોક્ષ પણ ચેક કરીને ખાતરી કરી લીધી કે લોટરી તેના નામે જ લાગી હતી.

જેકપોટ લાગતાં જ અને તેને લોટરી લાગી છે તે પાક્કુ થતાં જ તે સીધો જ પોતાની ઓફીસ એટલે કે પોતાની એમેઝોનની ઓફીસના એચઆરને મળ્યો અને તરત જ રાજીનામું આપવાની વાત કરી. તેને જ્યારે જોબ છોડવાનું કારણ પુછવામાં આવ્યું ત્યારે તેણે કહી તો દીધું કે તેને લોટરી લાગી હોવાથી તે નોકરી છોડી રહ્યો છે પણ તેને હજુ પણ તે વાત પર વિશ્વાસ નહોતો થતો. અરે તેના એચઆર વિભાગને પણ તેના આ કારણ પર વિશ્વાસ નહોતો થતો. તેમને તો એવું જ લાગતું હતું કે તે મઝાક કરી રહ્યો છે.

ડેન પોતાને લાગેલી આ લોટરીના પૈસાને ખુબ જ ધ્યાનથી વાપરવા માગે છે. તે તેનાથી પોતાના ઓટિસ્ટિક નાના ભાઈની સારવાર કરવાવા માગે છે. અને ડીઝનીલેન્ડ ફરવા જવા માગે છે. જો કે તેને કામ તો કરવું જ છે પણ હવે તે પોતાની પસંદનું કામ કરવા માગે છે. તે ઇચ્છે છે કે તે હવે પોતાના શોખ એવા સ્ક્રીપ્ટ રાઇટીંગના કામને પોતાનું પ્રોફેશન બનાવે.

તેણે પોતાનો અભ્યાસ પણ સ્ક્રીપ્ટ રાઇટીંગમાં પૂર્ણ કર્યો છે. અને તેને હંમેશથી આ જ કામ કરવું હતું પણ સતત પૈસાની જરૂરિયાતના કારણે તે ક્યારેય પોતાની આ કેરિયરને અપનાવી ન શક્યો. પણ હવે સમય આવી ગયો છે કે તે પોતાના લખવાના પેશનને નોકરીમાં ફેરવી શકે કારણ કે હવે દર અઠવાડિયે તેના પર પૈસા કમાવાની તલવાર નહીં લટકતી હોય.

આ બાબતે તેના એમેઝોનના પ્રવક્તાએ તેને શુભેચ્છાઓ પાઠવી છે અને તે ઇચ્છે છે કે તે એટલો ઉત્તમ સ્ક્રીન રાઇટર બને કે આવનારા સમયમાં તે એમેઝોન સ્ટુડિયો માટે કોઈ બ્લોકબસ્ટર સીરીઝ કે પછી ફીલ્મ બનાવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ