ભારતીય બેડમીન્ટન પ્લેયર પીવી સીંધુએ ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરતી મહિલા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું.

ભારતની નેશનલ ગેમ હૉકી કહેવાય છે જ્યારે દેશના લોકો હૉકી કરતાં વધારે ક્રીકેટને પસંદ કરે છે. તમને દેશની ગલીઓમાં સેંકડો બાળકો ક્રીકેટ રમતા જોવા મળી જશે પણ હૉકી રમતા નહીં જોવા મળે. આવી જ સ્થિતિ અન્ય રમતોની પણ છે.

પણ જેમ હૉકી ભલે બધા જ ભારતીયો ના રમતા હોય પણ હોકીના વર્લ્ડકપમાં વારંવાર વિજેતા બનીને હૉકીના ખેલાડીઓએ ભારતના નાગરીકોને હૉકીના અસ્તિત્વની જાણ કરી છે તેવી જ રીતે અન્ય રમતો જેમ કે ટેનિસ, કબડ્ડી, ફૂટબોલ, બેડમિંટન વિગેરે જેવી રમતોમાં પણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રિય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરી લોકોને તેની કીંમત સમજાવી છે.

તાજેતરમાં ફોર્બ્સ મેગેઝીને વિશ્વમાં સૌથી વધારે કમાણી કરતી મહિલા ખેલાડીઓના નામ જાહેર કર્યા જેમાં. ભારતની એક માત્ર ખેલાડી પી.વી સીંધુનું નામ છે. તેણીને આ યાદીમાં 13મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે પ્રથમ સ્થાન પર અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ છે.

ફોર્બ્સ મેગેઝીન દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતીય બેડમિંટન પ્લેયર પીવી. સીંધુની આ વર્ષની આવક 55 લાખ અમેરિકન ડોલર એટલે કે લગભગ 38.86 લાખ રૂપિયાની છે. ફોર્બ્સના અહેવાલ પ્રમાણે પીવી. સીંધુ ભારતીય બજારમાં કમાણી કરનારી મુખ્ય મહિલા ખેલાડી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 2018માં પીવ સીંધુ એડિંગ સિઝન BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ જીતનારી પ્રથમ મહિલા બની હતી.

પણ ભારતમાં બીજી એક નિરાશાજનક બાબત એ છે કે આ લિસ્ટમાં માત્ર એક જ ભારતીય મહિલા ખેલાડીનું નામ શામેલ કરવામાં આવ્યું છે. જેના માટે કોઈને કોઈ રીતે સરકારની, રમત વિભાગની તેમજ દેશના નાગરીકની અન્ય રમતો પ્રત્યે તેમજ ખાસ કરીને મહિલા ખેલાડીઓ પ્રત્યેની નિરસતા જવાબદાર છે.

આ યાદી કુલ 15 મહિલા ખેલાડીઓની બનેલી છે. સેરેનાની વાર્ષિક કમાણી 29.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 200 કરોડ રૂપિયા છે. 37ની થયેલી સેરેના હવે માત્ર એક જ વર્ષ ટેનીસ રમવાની છે ત્યાર બાદ તે પોતાની નિવૃત્તિ જાહેર કરશે.

ત્યાર બાદ તે પોતાની ક્લોધીંગ લાઇન લોન્ચ કરવાની છે જેનું નામ હશે ‘એસ બાય સેરેના’ અને ત્યાર બાદ તેનો વિચાર 2020 સુધીમાં પોતાની જ્યુલરી બ્રાન્ડ તેમજ સૌંદર્ય પ્રસાધનો પણ લોન્ચ કરવાની છે.

ફોર્બ્સના આ લીસ્ટમાં બીજા સ્થાન પર છે જાપાનની નાઓમી ઓસાકા. તેણે ગયા વર્ષની યુ.એસ ઓપન જીતીને વિમ્બલ્ડન જગતમાં જાપાનનો ડંકો વગાડ્યો હતો. આ વિમબ્લ્ડનની જીત એટલા માટે અત્યંત મહત્ત્વની હતી કારણ કે તેમાં તેણીએ 23 વાર ગ્રાન્ડ સ્લેમ જીતનારી સેરેના વિલિયમ્સને હરાવી હતી. તેની ગત વર્ષની આવક 24.3 મિલિયન ડોલર એટલે કે 172.16 કરોડ રૂપિયા હતી. તેણીને એક મલ્ટીકલ્ચર રીપ્રેઝેન્ટેટીવ તરીકે જોવામાં આવતી હોવાથી તેની પાસે ઘણા બધા એન્ડોર્સમેન્ટ પણ છે.

જો કે અહીં પણ અન્ય ક્ષેત્રોની જેમ મહિલાઓને પુરુષોની બરોબર વેતન આપવામાં આવતું નથી. પીવી સીંધુની સરખામણીએ 50 લાખ ડોલરવાળા પુરુષ ખેલાડીઓને શોધવા જઈએ તો તેની સંખ્યા સેંકડો કરતાં પણ વધારે પહોંચે તેમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ