ટીવીની એ 7 અભિનેત્રીઓ જેમને પ્રેમમાં મળ્યો હતો દગો, નંબર 4ની સ્ટોરી તો હતી ખૂબ જ દયનિય.

આજે અમે ટીવીની એ પોપ્યુલર એક્ટ્રેસ વિશે વાત કરીશું જેમને પ્રેમમાં દગો મળ્યો અને જે બ્રેકઅપ પછી એકદમ તૂટી ગઈ હતી પણ એ છતાં એમને લાઈફમાં મુવ ઓન કર્યું અને પોતાની જાતને બીજો મોકો આપ્યો. એમને જીવનમાં ફરીવાર પ્રેમ થયો, એમને લગ્ન કર્યા અને આજે ખૂબ જ ખુશ છે.

ગૌહર ખાન.

image source

કુશાલ અને ગૌહરનું અફેર બિગ બોસ 7 દરમિયાન શરૂ થયું હતું જ્યારે એ એના કન્ટેસ્ટન્ટ હતા. ગૌહર અને કુશાલે પોતાના નામને મિક્સ કરીને ગૌશલ બનાવ્યું હતું પણ જેટલી જલ્દી એમના પ્રેમે જોર પકડ્યું એટલી જ જલ્દી બંનેની ળવસ્ટોરી પર ધ એન્ડ આવી ગયું. એમના બ્રેકઅપનું કારણ બંને વચ્ચે રીલીઝનના લરને વધતી તકરારોને જણાવવામાં આવી. કુશાલ સાથે બ્રેકઅપ પછી ગૌહર પોતાના જીવનમાં આગળ વધી ચુકી છે હાલમાં જ એમને પોતાના બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા છે.

રુબીના દિલાઈક.

image source

એક ટાઈમ હતો જ્યારે બિગ બોસ 14ની પોપ્યુલર કન્ટેસ્ટન્ટ ટીવી એક્ટ્રેસ રુબીના દિલાઈક અને અવિનાશ સચદેવાની ળવસ્ટોરી ઘણી ચર્ચામાં હતી. રુબીનાની અવિનાશ સાથે મુલાકાત સીરિયલ છોટી બહુના સેટ પર થઈ હતી. બંને લગ્ન કરવાના હતા પણ અવિનાશની એક ભૂલે આ સંબંધને ખતમ કરી દીધો. કહેવાય છે કે અવિનાશનું નામ એમની અન્ય એક કોસ્ટાર સાથે જોડાવા લાગ્યું હતું અને એ જ કારણે એમનું બ્રેકઅપ થઈ ગયું. એ પછી અવિનાશે લગ્ન કરી લીધા. થોડા વર્ષો પછી રુબીનાની જિંદગીમાં પણ અભિનવ શુકલાની એન્ટ્રી થઈ અને વર્ષ 2018માં બંનેએ લગ્ન કરી લીધા.

નેહા કક્કર.

image source

નેહા કકકરે હાલમાં જ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. રોહનપ્રીત પહેલા નેહાએ લાંબા સમય સુધી હીમાંશુ કોહલીને ડેટ કર્યા હતા. નેહાએ એક શોમાં હિમાંશુ કોહલીને પ્રપોઝ કર્યું હતું એ પછી બંને ઘણી જગ્યાએ સાથે દેખાયા. પણ વર્ષ 2018માં બંને અલગ થઈ ગયા. નેહાએ પોતાના બ્રેકઅપના સાચા કરણનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે એમનો સંબંધ શંકાના કારણે તૂટી ગયો. નેહા કક્કર બ્રેકઅપની વેદના ઝીરવી નહોતી શકતી અને એકવાર તો એ નેશનલ ટેલિવિઝન પર રડી પડી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી.

image source

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા નાના પડદાની સૌથી સુંદર જોડીઓમાંના એક છે. પણ એ પહેલાં દિવ્યાંકા શરદ મલ્હોત્રાને ડેટ કરી રહી હતી. દિવ્યાંકા અને શરદ ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક હતા. દિવ્યાંકા શરદ સાથે લગ્ન કરવા માંગતી હતી પણ શરદ એ માટે તૈયાર નહોતા અને પછી બંને વચ્ચે અંતર વધતું ગયું. એક ચેટ શોમાં દિવ્યાંકાએ ખુલાસો કર્યો હતો કે શરદે એમને ચિટ કર્યું હતું. આ સંબંધ તૂટ્યા પછી દિવ્યાંકા ખૂબ જ ફોક્સડ હતી કે એમને સંબંધમાં શુ જોઈએ છે. એ સંબંધમાં કમિટમેન્ટ ઈચ્છતી હતી અને એ એમને આપ્યું વિવેક દહીયાએ.

અનિતા હસનંદાની

image source

એક સમય એવો હતો જ્યારે અનિતા હસનંદાની અને એઝાઝ ખાન એકબીજા પર જીવ આપી દેવા તૈયાર હતા અને એકબીજા માટે કંઈપણ કરવા તૈયાર હતા. અનિતા એજાજ સાથે લગ્ન કરવા માંગતી હતી પણ એક દિવસ અચાનક ખબર પડી કે એજાજ અનિતાને ચિટ કરી રહ્યા હતા. અનિતાએ એમને રંગે હાથ દગો આપતા પકડ્યા હતા. અને બંનેનો સંબંધ તૂટી ગયો. વર્ષ 2013માં અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કરી લીધા અને હાલ એ ખૂબ જ ખુશ છે.

સના ખાન

image source

હાલમાં જ સનાએ સૈયય્દ સાથે નિકાહ કર્યા છે પણ એ પહેલાં સના ખાને ઘણા લાંબા સમય સુધી કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસને ડેટ કર્યા હતા. એક્ટ્રેસે જાતે સોશિયલ મીડિયા પર અનાઉન્સ કર્યું હતું કે એ તેના ડાન્સ ટ્યુટર મેલ્વિન લુઇસને ડેટ કરી રહી છે. પણ વર્ષ 2020ની શરૂઆતમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સનાએ મેલવિન પર પ્રેમમાં દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેમમાં દગો મળ્યો એ પછી સના તૂટી ગઈ હતી પણ પછી એમને પોતાની જાતને સંભાળી અને બ્રેકઅપના થોડા મહિના પછી સૈયય્દ સાથે લગ્ન કરી લીધા.

કામ્યા પંજાબી

image source

એક સમય હતો જ્યારે કામ્યા પંજાબી અને કરણ પટેલ ટીવીના સુપરહિટ કપલ ગણાતા હતા. પણ એમનો સંબંધ વધુ ટકી ન શક્યો. રિપોર્ટ્સ અનુસાર કરણ કામ્યા સાથે રિલેશનશિપમાં હતા એ દરમિયાન અંકિતા ભાર્ગવને પણ ડેટ કરી રહ્યા હતા અને એ વાતની કામયાને ખબર નહોતી. બીજું કે કરણના માતાપિતા પણ છૂટાછેડા લીધેલી કામ્યાને અપનાવવા તૈયાર નહોતા. આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કામ્યા સાથે બ્રેકઅપ પછી કરણે અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધા તો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કામ્યાએ શલભ ડાંગ સાથે લગ્ન કરી લીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ