જાણો વધુ માત્રામાં સ્ટ્રોબેરી ખાવાથી શરીરને કેવુ થાય છે નુકશાન

શિયાળામાં ઘણા ફળો બજારોમાં આવે છે. હંમેશાં એવું કહેવામાં આવે છે કે મોસમી ફળોનું સેવન કરવું જ જોઇએ. કારણ કે તેમાં ઘણા ગુણધર્મો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી શિયાળામાં ભરપૂર આવે છે અને આ સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં તમારી પહોંચી જાય છે. જો તમે શિયાળામાં સ્ટ્રોબેરીને તમારા આહારમાં શામેલ કરો છો, તો તે તમારા શરીરમાં ઘણાં ખનીજ અને વિટામિનની ઉણપને પૂર્ણ કરી શકે છે. તેને ખાવાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે.

સ્ટ્રોબેરી ખાવાના ફાયદા

image source

સ્ટ્રોબેરીમાં વિટામિન અને ફાઈબર ખૂબ વધારે હોય છે. તેમાં વધુ માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ હોય છે જેને પોલિફેનોલ્સ કહેવામાં આવે છે.
તેમાં સોડિયમ, ચરબી, કોલેસ્ટ્રોલ નથી હોતુ અને તે લો કેલરી ખોરાક છે.

સ્ટ્રોબેરીમાં મેંગેનીઝ, વિટામિન સી, પોટેશિયમ અને વિટામિન B9 હોય છે.

image source

બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ તે સારું માનવામાં આવે છે અને તેથી સ્ટ્રોબેરીને આ શ્રતુમાં જરૂર ખાવી જોઇએ.

જો તમે તાજી સ્ટ્રોબેરી લઈ શકો છો, તો તે સારું છે કારણ કે તે હૃદય રોગ અને ડાયાબિટીઝથી રાહત આપી શકે છે.

image source

તમે કોઈપણ રીતે સ્ટ્રોબેરી ખાઈ શકો છો, પરંતુ તમારે તેને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.

તમારા આહારમાં કેવી રીતે સામેલ કરશો?

image source

જો તમે સ્ટ્રોબેરીને તમારા આહારમાં સમાવવા માંગતા હો તો આવી કોઈ સમસ્યા નથી. તમે તેને આમ જ ખાઈ શકો છો અથવા તો તેને ફ્રૂટ સલાડનો ભાગ બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો તમે તેને સ્મૂધીમાં ઉમેરીને તેનો ઉપયોગ પણ કરી શકો છો. સ્ટ્રોબેરી તે હાથ-પગનાં દુખાવો માટે ખૂબ સારી છે અને ગુણકારી ગણે છે. સ્ટ્રોબેરી તે ત્વચામાં કરચલી પણ દૂર કરે છે તેને ખાવાથી તેમાં વધુ પ્રમાણમાં વિટામિન હોય છે તો તેનાથી તે બચાવે છે. આ ઉપરાંત હાર્ટ અટેકનું જોખમ ઘટે છે, કારણ તેને ખાવાથી પોટેશિયમ પણ વધે છે સાથે તેનાથી શરીરમાં નવ રક્તકોષ પણ બને છે.

ફાયદાઓ અને ગેરફાયદાઓ

image source

સ્ટ્રોબેરી ખાવાથી તમારા શરીરમાં ઘણા ફાયદા થાય છે. તેના ઘણા ગેરફાયદા પણ છે. જો તમે સ્ટ્રોબેરીનું સેવન જરૂર કરતા વધારે કરતા હોવ તો તે તમારા શરીરમાં શૂગરનું પ્રમાણ વધારશે કારણ કે તેમાં શૂગરની માત્ર ઘણી વધારે હોય છે. વધુ પડતા સેવનને કારણે બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. આ ફળમાં પેસ્ટિસાઈડ વધુ માત્રામાં હોઈ શકે છે. જો કે તેને કેવી રીતે ઉગાડવામાં આવ્યું છે તેના પર નિર્ભર છે. તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને તેને મર્યાદિત પ્રમાણમાં ખાવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત