તમે કરશો આ રીતે “ૐ” શબ્દનું ઉચ્ચારણ તો મેળવી શકશો અઢળક લાભ…

મિત્રો, આપણા હિંદુ ધર્મમાં “ઓમ” શબ્દને અત્યંત પવિત્ર અને ધાર્મિક માનવામા આવે છે. જ્યારે પણ કોઈ દેવી કે દેવતાની પૂજા કરવામા આવે છે ત્યારે સર્વપ્રથમ “ઓમ” શબ્દનુ ઉચ્ચારણ કરવામા આવે છે. આપણા હિંદુ ધર્મમા દરેક પવિત્ર મંત્રમા “ઓમ” શબ્દનો ચોક્કસપણે ઉપયોગ કરવામા આવ્યો છે. શાસ્ત્રો મુજબ “ઓમ” શબ્દને પ્રભુ શિવનો સૌથી પ્રિય માનવામા આવ્યોછે. વિજ્ઞાને આ શબ્દને ખુબ જ અસરકારક ગણાવ્યો છે.

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ ઓમ શબ્દના ઉચ્ચારણથી ઉત્પન્ન થતા અવાજથી તમારુ મન શાંત થાય છે અને લોકોને અનેકવિધ બીમારીઓથી અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ શબ્દમા પુષ્કળ ઉર્જા સમાવિષ્ટ છે. તો ચાલો જાણીએ “ઓમ” શબ્દ ઉચ્ચારણ કરવાની સાચી રીત કઈ છે? અને કયા સમયે આ શબ્દ બોલવા પર તેની સારી અસર પડે છે?

image source

સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે, “ઓમ” શબ્દ એ પોતાનામા જ એક સંપૂર્ણ મંત્ર છે. આ મંત્ર એકદમ નાનો અને સરળ લાગે છે પરંતુ, તે ખુબ જ જટિલ છે. સામાન્ય રીતે લોકો “ઓમ”નુ ખોટુ ઉચ્ચારણ કરે છે. તમને જણાવી દઈએ કે, આપણા હિંદુ ધર્મમા કોઈપણ મંત્રનુ ખોટુ ઉચ્ચારણ આપણા જીવન પર વિપરીત અસર કરે છે. “ઓમ” એ ત્રણ અક્ષરોથી બનેલો છે. આ ત્રણ અક્ષર છે અ, ઉ અને મ.

image source

‘અ’ નો અર્થ થાય છે ઉત્પન્ન કરવુ, ‘ઉ’ નો અર્થ થાય છે ‘ઉઠાવુ’ અને ‘મ’ નો અર્થ થાય છે મૌન. જ્યારે આ ત્રણેય અક્ષર એક થાય છે ત્યારે તેનો અર્થ થાય છે બ્રહ્મલીન થઇ જવુ. એટલા માટે જ્યારે પણ તમે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરો ત્યારે વિશેષ સાવચેતી રાખવી. “ઓમ” શબ્દનો ઉચ્ચારણ કરતી વખતે એક વિશેષ સ્વર ઉત્પન્ન થાય છે, જે શરીરના જુદા-જુદા ભાગોમાં વાઇબ્રેશન પેદા કરે છે.

image source

જ્યારે તમે આ શબ્દનુ ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા શરીરનો મધ્ય ભાગ વાઇબ્રેટ થાય છે. તે તમારી છાતી, ફેફસા અને પેટ પર ખૂબ જ સારી અસર કરે છે. જ્યારે તમે આ શબ્દ બોલો છો ત્યારે તેનો સ્વર તમારા મગજમા પણ વાઈબ્રેશન ઉત્પન્ન કરે છે અને તેનાથી તમારુ આખુ મગજ પણ ખૂલી જાય છે. એટલુ જ નહી તે તમારી યાદશક્તિ અને એકાગ્રતા વધારવાની ક્ષમતામા વધારો કરે છે.

image source

“ઓમ”નુ ઉચ્ચારણ એ માનસિક શાંતિ લાવે છે. એવુ માનવામા આવે છે કે, આ શબ્દ એટલો પવિત્ર છે કે, જો તમે તણાવમા હોવ તો તેને પણ દૂર કરવામા આવે છે. આ શબ્દ નાની મુશ્કેલીઓમાંથી તમે જે રીતે વિચારો છો, તે રસ્તો બદલી નાખે છે. કોઈપણ મંત્રને મંત્રોચ્ચારણ કરવાનો સમય છે.

image source

જો તમે કોઈપણ મંત્ર મુક્તપણે બોલવાનુ શરૂ કરો છો, તો તેની સારી અસર નહી થાય. એ જ રીતે “ઓમ” મંત્ર બોલવાનો પણ એક યોગ્ય સમય હોય છે. એવુ કહેવાય છે કે, જો તમે ઓમ મંત્રનો મંત્રોચ્ચારણ કરી અને તેનો લાભ લેવા માંગો છો, તો તમે સવારે સૂર્ય ઊગે તે પહેલા એક મુદ્રામા શાંતિથી બેસી રહેવું જોઈએ અને ત્યારબાદ ૧૦૮ વખત આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવુ તો જ તમને તેનો યોગ્ય લાભ મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ