ત્વચા પર આવતી કાળાશને દૂર કરવાના સાવ સરળ અને સસ્તા ઉપાયો કરશો તો બ્યુટી પાર્લરનાં મોંઘા પ્રોડક્ટ્સ વાપરવાની જરૂર નહીં પડે…

ગોઠણ, કોણી કે ગરદન નીચેની ત્વચા કાળી થઈ જાય તો શરમ અનુભવાય છે ને? ગભરાશો નહીં, કુદરતી વસ્તુઓનો સરળતાથી ઉપયોગ કરીને ત્વચાની કાળાશને દૂર કરી શકશો… ત્વચા પર આવતી કાળાશને દૂર કરવાના સાવ સરળ અને સસ્તા ઉપાયો કરશો તો બ્યુટી પાર્લરનાં મોંઘા પ્રોડક્ટ્સ વાપરવાની જરૂર નહીં પડે…

આપણને કેટલીક બીમારી કે તકલીફ ન હોય ને ત્યારે પણ અમુક મુશ્કેલીઓ એવી હોય છે જેને નિવારીએ નહીં તો પણ ચાલે પરંતુ તે આપણી સુંદરતાને માટે નુક્સાન કારક હોઈ શકે છે. તેમાં પણ ચહેરા પર ખીલ થવા, આંખની નીચે કાળાં કુંડાળાં થવા કે પછી શરીર પરની ત્વચા કાળી પડી જવી. તેમાં પણ ખાસ કરીને સ્કર્ટ કે શોર્ટ ટોપ જેવું કોઈ ફેશનેબલ ડ્રેસ પહેરવો હોય ત્યારે જો ગોઠણ કાળાશ પડતા દેખાય ત્યારે આખા લૂકનો ચાર્મ ઘટી જાય છે. તેવું જ જો સ્લીવ લેસ ટોપ પહેર્યું હોય ત્યારે બગલની ચામડી, કોણીની કે ગરદન પાછળની કાંઘ કાળી પડી ગયેલી હોય તો આખો લૂક ડલ લાગે છે.

આવું થવાના અનેક કારણો કારગર હોય છે. તેમાં પણ કોઈ સ્કીન એલર્જી થઈ હોય, તડકામાં બહુ સમય સુધી રહેવાયું હોય, બહુ ચૂસ્ત કપડાં પહેરવાની આદતને કારણે હવાનું અવરજવન બહુ ન રહેતી હોય કે પછી કોઈ વિટામીનની ખામી હોવાથી પણ ચામડી શુષ્ક અને કાળી પડી જતી હોય છે. આવો કેટલાક ઘરેલૂ સરણ ઉપાય જોઈએ જે આપણાં ઘરનાં રસોડાંમાંથી જ મળી જશે. તેનો ઉપયોગ કરીને કુદરતી રીતે જ એ કાળાશને દૂર કરવાના નુસ્ખા અજમાવીએ.

એલોવીરા

કુવાર પાઠું એ કુદરતી લુબ્રીકંટ છે. જેનામાં રહેલો ચીકણો અને પારદર્શક જેલી જેવો પદાર્થ ઉત્તમ ઔષધ તરીકે વપરાય છે. તે ગોઠણ કે કોણીની કાળાશ દૂર કરવામાં ઉપયોગી નીવડે છે. એલોવીરાની કાંટાળી છાલને ચાકૂથી કાપીને તેનો રસ કાઢી લેવો તેમાં કંઈજ ઉમેર્યા વિના જ કાળી ત્વચા પર માલિશ કરતાં હોઈએ એ રીતે સર્ક્યુલર મોમેન્ટમાં હાથથી જ મસળીને લગાડવું. તમે દિવસમાં બે વખત પણ આમ કરી શકો છો. તે સૂકાયા બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. તેનાથી ત્વચાના રંગમાં નિખાર તો આવે જ છે અને ચામડી કોમળ બને છે.

હળદર

કોઈના પણ રસોડામાં હળદર ન હોય તેવું ન જ બને. હળદર એ ખૂબ જ સારું એન્ટિ બેક્ટેરિયલ છે. તેના ઉપયોગથી ચામડીનો રંગ ચોખ્ખો થાય છે અને કોઈ સ્કીન એલર્જિક ડિસિઝ હશે કે ઇન્ફેક્શન હશે તો એ પણ દૂર થશે. હળદરને કાચૂં દૂધ કે ખાટા દહીમાં એક ચમચી નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. આ લેપને જ્યાં પણ કાળાશ હોય એ જગ્યાએ લગાવીને સૂકાવા દેવું. સૂકાઈ ગયા બાદ કોરા અને હળવા હાથે એ જગ્યાએ ગોળગોળ ટેરવાં ફેરવીને કડક ચામડીને ખરી જવા દેવી. ૧૦ મીનિટ સુધી હાથથી માલીશ કરીને સામાન્ય પાણીથી ધોઈ નાખવું. આવું તમે દરરોજ. એકાંતરે દિવસે કે અઠવાડિએ એકવાર જરૂર કરી શકો છો.

બેકિંગ સોડા

દૂધમાં બેકિંગ સોડા ઉમેરીને ગોઠણની કાળાશ પર હળવે હાથે રબ કરો. આ રીતે માલિશ કર્યા પછી તેને સાદા પાણીથી ધોઈ લો. જ્યાં સુધી ફાયદો ન જણાય ત્યાં સુધી દરરોજ ૨ કે ૩ મીનિટ માટે આ ઉપાય કરી શકાય છે. એક મહિનામાં આનું પરિણામ અચૂક મળે છે.

નારિયેળ તેલ

કોપરેલ તેલ આમ પણ શરીરની ચમક અને સ્વચ્છતા માટે ખૂબ જ લાભદાયક છે. કોપરેલ તેલને જ્યાં કાળાશ હોય ત્યાં હળવે હાથે લગાવીને મૂકી દેવું. ત્યાર બાદ ૩૦ મીનિટ પછી તેને ધોવું. શરીર પર નિયમિત રીતે અને જ્યાં કાળાશ હોય ત્યાં ખાસ આ કોકોનટ ઓઈલની માલિશ કરવી જોઈએ.

બટાકા

એક ઉત્તમ પ્રકારનું સ્ટાર્ચ મળે છે કાચા બટાકામાંથી. તેનો લાભ શરીરની કાળાશ દૂર કરવા માટે પણ લેવો જોઈએ. એક મધ્યમ કદનું કાચું બટાકું લઈને તેના પાતળાં ગોળ પતિકાં કરવાં. તેને લગભગ ત્રીસેક મીનિટ સુધી જ્યાં પણ કાળાશ જણાય ત્યાં લગાડવું. તેનો રસ પણ નીચોવીને ચોપડી શકાય છે. થોડીવાર સૂકાવા દઈને ઠંડા પાણીએ ધોઈ નાખવું. આમ કરવાથી જલ્દી જ કાળાશ દૂર થાય છે.

ખીરા કાકડી

તાસીરમાં ઠંડી એવી ખીરા કાકડીને આપને અનેક રૂપમાં ઉપયોગ કરીએ છીએ. આંખના કાળાં કુંડાળાંમાં તો તેની ગોળ ગોળ કાપેલી સ્લાઈઝ મૂકવાથી ખૂબ જ રાહત મળે છે પરંતુ એ જાણતાં નથી કે તે ત્વચાની કાળાશ દૂર કરવામાં પણ ઉપયોગી છે. ખીરા કાકડીનો રસ કાઢીને તેમાં હળદર ઉમેરવી તથા તેમાં થોડાં ટીપાં લીંબુના રસના પણ નાખવા. આ મિશ્રણને કાળી ત્વચાના ભાગ પર હળવે હાથે લગાવીને તે સૂકાય ત્યાં સુધી રાખી મૂકવું. સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. કાકડી એ ખૂબ સારું એન્ટિ ઓક્સીડન્ટ પણ છે અને તે ત્વચાનું કુદરતી મોઈશ્ચરાઈઝર પણ છે. જે કાળાશ દૂર કરવામાં મદદરૂપ થશે.

યાદ રહેઃ હલવા હાથે મુલાયમ અને સ્વચ્છ નેપકીનથી જ ત્વચાને કોરી કરવી જોઈએ. કદી પણ ઘસીને સાફ ન કરવું જોઈએ. નહીં તો ત્વચા કાળી પડી જાય કે તેમાં રુક્ષતા આવી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ