હાલતાં ચાલતાં ખાવાની ટેવ હોય તો ચેતી જજો, તમારા આરોગ્ય પર થઈ શકે છે ખરાબ અસર…

હાલતાં ચાલતાં ખાવાની ટેવ હોય તો ચેતી જજો, તમારા આરોગ્ય પર થઈ શકે છે ખરાબ અસર…

આપણે જીવનમાં એટલા બધાં વ્યસ્ત થઈ ગયા છીએ કે અપણને નિરાંતે બેસીને જમવાનો કે પછી શાંતિથી ખાવા – પીવા માટેનો પણ સમય નથી ફાળવી શકતાં. બધું જ ઉતાવળમાં અને ભાગદોડ કરીને જ કામકાજ કરવાની આપણી આદત થતી જાય છે. જે લોકો એક સમયમાં એક સાથે ઘણી વસ્તુઓ કરે છે તે કોઈપણ કાર્ય પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરીને પૂરું શકતા નથી અને પછી તે કામને અયોગ્ય રીતે કરવાનું નુકસાન પણ આપણને જ સહન કરવું પડે છે. જો કે, આ સમસ્યા ફકત એકબે જણની નથી, આપણાં જેવાં ઘણા લોકોની છે.


સવારે જાગીને દોડમદોડ ઓફિસ જવું, હાથમાં બેગ અને લંચબોક્સ લઈને બાળકોને શાળા કે કૉલેજ છોડી આવવાઅ અને બીજી અનેક દિનચર્યાઓ આપણે ઝડપથી પતાવીએ છીએ તેમાં દરરોજ સવારે કરવાનો નાસ્તો એક બાજુ પર રહી જતો હોય છે જે તમારા આરોગ્ય પર ભારે નુક્સાનકારક હોઈ શકે છે.


બેસીને ખાવાની ટેવ કેટલી ફાયદાકારક છે, જાણો છો?

જમવા બેસવા માટેની સૌથી ઉત્તમ રીત તો છે જમીન પર જ પલાંઠી વાળીને બેસવું. આપણી હાલની ડાયનીંગ ટેબલ અને ખુરસી પર બેસીને પણ જમવામાં કશું જ ખોટું નથી પરંતુ ચાલતાં ચાલતાં ખાવું અને ઊભીને પાણી પીવા જેવી ટેવોને કારણે આપણાં શરીરના પાચન પર ફરક પડે છે. બેસીને જમવાથી ખોરાકને જઠર સુધી પહોંચતાં થોડો સમય લાગે છે.

શરીરમાં થતા લોહીના બ્રહ્મણને પણ આમરામથી બેસીને ખાવાથી ખોરાક નિયંત્રિત રીતે લેવાય છે. ટી.વી. જોતે ન જમવું કે ઊભાઊભ ન ખાવાની સલાહ આપણાં વડીલો આપતાં હોય છે તે આજ કારણ છે. આપણે બેધ્યાનપણે ઉતાવળે શું ખાઈ લીધું અને કેટલા પ્રમાણમાં ખાઈ લીધું તેની ખબર જ નથી પડતી. અનિયમિત અને અનિયંત્રિત રીતે પેટમાં જતો ખોરાક આપણાં પાચનતંત્રને અસર કરે છે.


બેસીને જમવાની રીત પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. આમ બેસીને ખાતી વખતે પ્રાકૃતિક રીતે જ આપણાં હાથ – પગ સંકોચાઈને વળેલાં હોય છે ત્યારે પાચનતંત્રને જોઈએ એવું લોહીનું બ્રહ્મણ થતું અટકે છે. ઊભાઊભા ખાવા – પીવાથી લોહી સીધું હાથ – પગ પાસેથી પસાર થઈને ઝડપથી આગળ ધપી જાય છે. તેથી જ લોકો નિરાંતે જમવાનો આગ્રહ કરતાં હોય છે, ઉતાવળે ખાવાથી શ્વસન નળીને પણ ભાર લાગતો હોય છે. તેથી જ ઘણીવાલ લોકોને પાણી પીતાં કે ખાતી વખતે આતરસ પણ ચડી જતી હોય છે.

આયુર્વેદિક દ્રષ્ટિએ પણ બેસીને જ જમવું જોઈએ


ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ એ સૌથી પ્રાચિન તબીબી ચિકિત્સા છે. જેમાં પણ બેસીને જ જમવાનો અનુરોધ કરેલો છે. તેના અનુસાર કહેવાય છે કે જ્યારે પલાંઠી વાળીને જમવા બેસીએ ત્યારે આપણાં સ્નાયુઓ સ્થિતિ સ્થાપક અવસ્થામાં આવી જાય છે. એટલે કે મસ્લસ રિલેક્સ થઈ ગયેલાં હોય છે. જેને કારણે પાચનતંત્રના સ્નાયુઓને પણ ઓછી તકલીફ પડે છે. સાથે હાથ – પગ વાળીને બેસવાથી કેટલાક શરીરના અંગોના પોઈંટ્સ દબાય છે. જે કુદરતી રીતે જ આપણાં એક્યુપ્રેશરના પોઈંટ્સને સપોર્ટ કરે છે. જેને કારણે પાચનતંત્રના અંગોને તેમની કામગીરી સરળ રીતે કરવામાં મદદ મળે છે.

જમવું, એ એક પ્રકારની સાધના છે…


કહેવાય છે કે આપણે જમતી વખતે વિચારીએ કે આપણે જે ખાઈ રહ્યાં છીએ તેની અસર આપણાં આરોગ્ય પર ખૂબ સારી થશે. આપણો ખોરાક આપણાં માટે એક ઉત્તમ પ્રકારનું અમૃત છે. તો તેવા વિચારોને લીધે પણ આપણી તંદુરસ્તી વધશે. શાંત અને પ્રસન્ન મને જમવાથી જ આ સકારાત્મક વિચારસરણી કેળવી શકાશે. જે માત્ર બેસીને જ જમતી વખતે તમે કૂલ માઈંડ સાથે જમી શકશો.


જમવું એ માત્ર પેટમાં અનાજ અને પ્રવાહી ઉમેરી દેવાથી નથી પતી જતું. જમવું એ એક પ્રકારે સાધના છે. ખોરાકનો સ્વાદ, તેની સોડમ, તેના રંગ અને તેની પીરસવાની રીત વગેરે પણ તમારા આત્મ સંતોષ માટે જરૂરી છે. તેથી ઊભાઊભ અને ઉતાવળે જમી લેવાથી આ સંતોષ મળતો નથી. પરિણામે તમને અનુભવાશે કે તમે ફરીથી ભૂખ્યા થઈ ગયાં છો.

પાચન માટે કાળજી રાખવી…


યોગ્ય સમયે અને આપણને માફક આવે તેવો અને તેટલો જ ખોરાક લેવો જોઈએ. જે શાંતિથી એક બેઠકે જમીને પતાવવો જોઈએ. જેથી તમારા પેટમાં કસમયે અને વધુ પ્રમાણમાં ખોરાક ન જાય. પેટને પણ તેનું પાચન કરવા માટેનો યોગ્ય સમય મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ