આજથી જ અપનાવો ટર્કી દેશના લોકોની આ આદતોને, અનેક રોગો ભાગશે દૂર

શું ટર્કીની સદીઓ જુની આદત તેમને બચાવી રહી છે કોરોના વાયરસના સંક્રમણથી

image source

શું ટર્કી દેશ કોઈ સીક્રેટ હથિયારથી કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ? જાણો શું છે હકીકત

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે. શરીરને તેમજ હાથને જંતુરહીત રાખતા ઉત્પાદનની તંગી સરજાઈ ઉઠી છે ખાસ કરીને હેન્ડવોશ લીકવીડ અને હેન્ડ સેનેટાઇઝરની સમગ્ર વિશ્વમાં ખોટ પડી ગઈ છે કારણ કે ઘણા બધા લોકોએ તેને જથ્થાબંધ પ્રમાણમાં ખરીદીને પોતાની પાસે તેનો સ્ટોક કરી લીધો છે.

image source

ટર્કીમાં ઇત્ર એટલે કે અત્તરથી હાથ સુગંધીત કરવાની ઘણી જુની પરંપરા છે અને એવા અહેવાલ મળી રહ્યા છે કે તેમની આ આદત જ તેમને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી રહી છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે મધ્ય પુર્વમાં અત્તર છાંટવાની સદીઓ જૂની પરંપરા છે. અને ત્યાં તેનો મોટો વ્યવસાય પણ છે.

ટર્કી એટલે કે તુર્કસ્તાનમાં એવી પરંપરા છે કે લોકો સલૂનમાં જાય, કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાય, કે પછી બસમાં ફરવા જાય ત્યાં તેઓ પોતાના હાથ પર અત્તર લગાવવાનું ચૂકતા નથી. તેની સુગંધ તેમને ખૂબ પ્રિય છે. તેને અહીં યજમાનગતિ તેમજ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ જુએ છે. અહીંના દરેક ઘરમાં તમને વિવિધ પ્રકારના ઇત્રનો સંગ્રહ જોવા મળશે.

image source

તે પછી તેમના ઘરના ફ્રીજમાં હોય કે પછી તેમના કબાટમાં – હાલ તેમના આ ઇત્રને કોરોના વાયરસ સામે લડનાર એક સીક્રેટ વેપન તરીકે માનવામાં આવી રહ્યું છે.

અહીંના ઘણા લોકોનું એવું માનવું છે કે અત્તરમાં ઉંચા પ્રમાણમા્ં આલ્કોહોલ હોય છે. અને તેના કારણે તે હાથને તેમજ ચહેરાને સ્વચ્છ તેમજ જંતુરહીત રાખવામાં મદદ કરે છે, અને આ રીતે કોવીડ-19ના જોખમને પણ દૂર રાખે છે.

image source

અને તેના કારણે અહીં હંમેશા વ્યસ્ત રહેતાં મસાલા માર્કેટમાં અત્તર ખરીદવાની ઘણી લાંબી લાઈનો લાગતી હતી. જેનો જથ્થો હાલ દુકાનો તેમજ દવાની દુકાનોમાંથી ખૂટી ગયો છે. અહીં ઇત્રનો ધંધો કરતા વેપારી ને હજારો ઓર્ડર મળી રહ્યા છે. મૂળે અહીંના અત્તર હેન્ડ સેનેટાઇઝરની ગરજ સાલી રહ્યા છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે લોકો તેનો પહેલાં કરતાં પણ વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. આજે તુર્કસ્તાનના લોકોની આ ટેવ તેમને સુરક્ષિત રાખી રહી છે તેવું પણ કહી શકાય. તમને જણાવી દઈએ કે ટર્કીમાં હાલ સંક્રમીત કેસોની સંખ્યા 69,392 છે જ્યારે મૃત્યુઆંક 1518 છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ