શિલ્પા શેટ્ટીને પતિએ મારી સાવરણી, અને વિડીયો થઇ ગયો વાયરલ, જોયો તમે?

શિલ્પા શેટ્ટીને પતિએ મારી સાવરણી – શિલ્પા શેટ્ટીએ આપ્યું જબરજસ્ત રિએક્શન – વિડિયો થઈ રહી છે વાયરલ

લૉકડાઉન દરમિયાન સામાન્ય લોકોની સાથે સાથે જ બોલીવૂડ સ્ટાર્સ પણ પોતાની પ્રવૃત્તિઓની વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા શેર કરતા રહે છે. તેમાં જો સૌથી વધારે કોઈ એક્ટિવ હોય તો તે છે શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટીના ફેન્સની સંખ્યા સોશિયલ મિડિયા પર કરોડોમાં છે. તેણી સોશિયલ મિડિયાના લગભગ બધા જ પ્લેટફોર્મ પર ફૂલ એક્ટિવ રહે છે. તે પછી ઇન્સ્ટાગ્રામ હોય, યુ ટ્યુબ હોય, ટ્વીટર હોય, ફેસબૂક હોય કે પછી ટીકટોક હોય. તેણીની ટીકટોક વિડિયોને તો કરોડો વ્યૂઝ મળે છે. તેણી એક એક્ટ્રેસ તરીકે તો જાણીતી હતી જ પણ હવે તો તેણી એક ટીકટૉક સ્ટાર પણ બની ચૂકી છે.

image source

શિલ્પા શેટ્ટી પોતાની ટીકટૉક વિડિયોમાં પોતાના પરિવારના સભ્યોને પણ શામેલ કરતી રહે છે. તેણી અવારનવાર પોતાની બહેન, પતિ, માતા, સાસુ અને પોતાના દીકરા સાથે પણ ટીકટૉક વિડિયો બનાવે છે. તેના પતિ સાથેની તેની ટીકટૉક વિડિયો લોકોને ઘણી પસંદ આવતી રહે છે અને તે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી પણ લોકોને ગમતી હોય છે અને આ વિડિયોઝ તો સોશિયલ મિડિયા પર તરત જ વાયરલ બની જાય છે.

image source

લૉકડાઉન દરમિયાન પણ શિલ્પા શેટ્ટી સતત સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે અને તેમને એન્ટરટેન કરવાનો એક પણ અવસર નથી ચૂકતી. તાજેતરમાં તેણે પતિ રાજ કુંદ્રા સાથે એક રમૂજી ટીકટૉક વિડિયો બનાવીને શેર કર્યો છે. આ વિડિયોમાં તે બન્ને મસ્તી કરી રહ્યા છે અને તેમની મસ્તી જોઈ લોકો પોતાનું હસવાનું ખાળી નથી શકતા. આ વિડિયોમાં શિલ્પા પોતાના પતિને સાવરણી લગાવવાનું કહી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

વિડિયોમાં શિલ્પા પતિને કહે છે, ‘એ જાનૂ ચાલ ઝા઼ડુ મારી આપ,’ જેના જવાબમાં રાજ કહે છે, ‘હુંમારું ત્યારે શિલ્પા કહે છે, ‘મેં કહ્યું ઝાડુ માર’ ત્યારે રાજ કુન્દ્રા સાવરણી હાથમાં લે છે અને શિલ્પાને મારી દે છે. જેને જોઈ શિલ્પા પણ શોક્ડ થઈ જાય છે. શિલ્પાના ફેન્સને પતિ-પત્નીની આ વિડિયો ખૂબ પસંદ આવી રહી છે. તમે પણ જુઓ આ વડિયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ