ચેતી જજો, ટ્રાયલ રૂમમાં આ રીતે છુપાઇ શકે છે અંદર માણસ, વાંચો આ મહિલા જ્યારે કપડા બદલવા ટ્રાયલ રૂમમાં ગઇ ત્યારે શું થયુ

કેહવાય છે કે વિશ્વાસ પર જ દુનિયા ટકી રહી છે. તેમ છતાં આજે લોકો પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર આપણે જે વ્યક્તિઓ પર સૌથી વધારે વિશ્વાસ કરીએ છીએ એ જ વ્યક્તિ આપણો વિશ્વાસ સૌથી પહેલા વિશ્વાસઘાત કરે છે. આવું જ જગ્યાઓમાં પણ થાય છે.

વિશ્વાસપાત્ર જગ્યાઓ પર પણ આવું જ થાય છે. આજના સમયમાં મોલ હોય કે પછી કોઈ પ્રતિષ્ઠિત શોપ ત્યાં ટ્રાયલ રૂમ ઉપલબ્ધ હોય છે. ઘણીવાર આવા જ મોલ્સ અને શોપ્સના ટ્રાયલ રૂમમાં છુપા કેમેરા પણ હોઈ શકે છે.

image source

આજે અમે આપને આવા જ એક બનાવ વિષે જણાવીશું, જ્યાં એક મહિલા ટ્રાયલ રૂમમાં કપડા ટ્રાય કરી રહી હતી અને તે સમયે જે બન્યું તેના વિષે જાણીને આપ પણ આવી જગ્યાઓ પર વિશ્વાસ નહી કરી શકો. હવે જાણીએ આ બનાવ વિષે..

image source

દિલ્લી સ્થિત નોઈડાના સેક્ટર ૩૨ના એરિયામાં આવેલ એક શોપિંગ મોલમાં સફાઈ કર્મચારી મારફતે ટ્રાયલ રૂમમાં છુપી રીતે જોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા પછી પોલીસએ ૨૧ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી. નોઈડા પોલીસ મુજબ આ બનાવ ગુરુવારના રોજ સાંજના સમયે બની હતી. જયારે આ મહિલા પોતાના પતિ સાથે નોઈડાના સેક્ટર ૩૨માં સ્થિત એક શોપિંગ મોલમાં શોપિંગ કરી રહ્યા હતા.

image source

આ બનાવ પર એક પોલીસ અધિકારી જણાવે છે કે, ‘મહિલા મલ્ટી-બ્રાંડ શો રૂમના ટ્રાયલ રૂમમાં કપડા ટ્રાય કરવા અંદર ગઈ હતી. તે સમયે આ મહિલાને એવું લાગ્યું કે કોઈ તેને સંતાઈને જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જયારે આ મહિલાએ ટ્રાયલ રૂમમાંથી બહાર આવીને જોવે છે તો ત્યાં એક સફાઈ કર્મચારી નીકળ્યો.

આ મહિલાએ તરત જ આ વાતની જાણ પોતાના પતિને અને સ્ટોરના કર્મચારીઓને તેની જાણ કરવામાં આવી. ત્યાર પછી નોઈડા સેક્ટર ૩૨ની પોલીસને આ બનાવ વિષે જાણકારી આપવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ બનાવની ફરિયાદ નોઈડા સેક્ટર ૨૪ના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આરોપીને શુક્રવારના રોજ સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો, ત્યાંથી આરોપીને હવે ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ