બોલિવૂડના આ સેલેબ્સ વન નાઇટ સ્ટેન્ડ રિલેશન બાંધી ચૂક્યા છે, જેમાં આ ત્રણ નામ જાણીને તમને પણ લાગશે નવાઇ, PICS

આ સ્ટાર્સ કબૂલ કરે છે કે તેઓ વન નાઇટ સ્ટેન્ડ રિલેશન બાંધી ચૂક્યા છે

image source

તમે માનો કે ન માનો પણ દરેક વયસ્ક માણસના મનમાં તેમની ઇચ્છા યાદીમાં એટલે કે વિશ લિસ્ટમાં વન નાઇટ સ્ટેન્ડ તો હોય જ છે. એમ પણ એવી કઈ વ્યક્તિ ન હોય કે જેણે કોઈ પણ જાતના બંધન વગર કે પછી કમીટમેન્ટ્સ વગર એક સાહસુ નાઇટ કોઈ વ્યક્તિ સાથે પસાર કરવી ન ગમે. વન નાઇટ સ્ટેન્ડનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે તેમાં તમારે કોઈ વાયદા નથી કરવાના હોતા અને બીજા દિવસે સવારે જાણે કશું જ ઘટ્યું ન હોય તેમ તમે તે વ્યક્તિને ભૂલીને આગળ વધી શકો છો.

image source

આજના આધુનિક જીવનમાં અને મલ્ટીકલ્ચરના કારણે યુવાપેઢી આ પ્રકારના વન નાઇટ સ્ટેન્ડ્સ પસંદ કરે છે. જેમાંથી આપણા સેલેબ્રીટી પણ બાકાત નથી. જો કે તેઓ આ બાબતે વાત કરતા ખચકાય છે. એમ પણ બોલીવૂડ હંમેશા કંઈક નવીન કરતું રહે છે હંમેશા કંઈક બોલ્ડ, ટ્રેન્ડથી બહાર કરવા માટે જાણીતુ છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે બોલીવૂડ સેલેબ્રીટી સમાજની પરવા કર્યા વગર પોતાની રીતે પોતાની શરતે જીવન જીવવા ટેવાયેલા છે.

image source

આ વખતે અમે તમારી પાસે કેટલીક એવી બોલીવૂડ હસ્તીઓ વિષેની જાણકારી લાવ્યા છે જેઓ વન નાઇટ સ્ટેન્ડ રિલેશન બાંધી ચૂક્યા છે અને તેમણે પોતાની આ વાતને જાહેરમાં કબૂલ પણ કરી છે. જેમાંના કેટલાક વિષે તો તેમના ફેન્સ ધારણા બાંધી શકે છે પણ કેટલાક સેલેબ્સના નામ જાણી તમે પણ ચકીત થઈ જશો. તો ચાલો જાણીએ આ બોલીવૂડ હસ્તીઓ વિષે.

શર્લીન ચોપરા

image source

શર્લીન ચોપરા તેણીના કામ માટે નહીં પણ તેણીની બોલ્ડ ઇમેજના કારણે વધારે જાણીતી બની છે. તેણી પોતાના બિન્દાસ સ્વભાવ તેમજ વર્તનના કારણે વધારે પંકાયેલી છે. તેણીએ પોતાના વન નાઇટ સ્ટેન્ડ્સના અનુભવ વિષે જણાવ્યું હતું કે તે તેના જીવનની ઉત્તમ રાતોમાંની એક હતી. તેણીએ એવું પણ જણાવ્યું હતું કે તેના કારણે તેને તેનો સાચો પ્રેમ પણ મળ્યો હતો. શર્લીન જણાવે છે કે તે નિઃસ્વાર્થ પ્રેમમાં માને છે.

કૃષ્ના અભિષેક

image source

બોલીવૂડ એક્ટર અને કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ જ્યારે સિંગલ હતો ત્યારે વન નાઇટ સ્ટેન્ડસ કરી ચૂકયો છે અને તેનું કહેવું છે કે તે અને તેની પત્ની કાશ્મિરા શાહ પણ વન નાઇટ સ્ટેન્ડ કરતા હતા અને આ દરમિયાન જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને છેવટે બન્ને 2013માં પરણી ગયા હતા.

આદિત્ય રૉય કપૂર

image source

થોડા સમય પહેલાં થયેલા એક ઇન્ટર્વ્યૂમાં આદિત્ય રૉય કપૂરે જણાવ્યું હતું, ‘કોઈક કારણસર હું વન નાઇટ સ્ટેન્ડ નથી કરી શક્યો, પણ આખા જગતમાં તે સામાન્ય છે. જો એક આકર્ષક સ્ત્રી તેના માટે તૈયાર હોય, તો કોઈ જ સિંગલ પુરુષ તે માટે ના નહીં કહે. વન નાઇટ સ્ટેન્ડ્સમાં કશું જ ખોટું નથી. તે એક વ્યક્તિગત પસંદગી છે.’

સુયશ રાય

image source

ટેલીવીઝન એક્ટર સુયશ રાયે થોડા સમય પહેલાં જ આ હકીકત પરથી પરદો ઉંચક્યો હતો કે તે પણ વન નાઇટ સ્ટેન્ડ કરી ચૂક્યો છે અને તેને તેના માટે પૈસા પણ મળ્યા હતા. તેને તેના માટે 40,000 રૂપિયા મળ્યા હતા. આને કહેવાય રિયલ લાઇફનો ‘દેસી બૉય’!

સની લિયોન

image source

સની લિયોનને પણ ક્યારેક ક્યારેક વન નાઇટ સ્ટેન્ડ્સ કરવાનું પસંદ હતું, એવો અહેવાલ પણ છે કે સની લિયોને ‘વન નાઇટ સ્ટેન્ડ’ શિર્ષક ધરાવતી ફિલ્મમાં કામ પણ કર્યું હતું જે એક સત્ય ઘટના પર આધારિત હતી.

રણવીર સિંઘ

image source

આ નામ આ યાદીમાં જોઈને કોઈને કંઈ વધારે આશ્ચર્ય નહીં થયું હોય. તેને બોલીવૂડનો સૌથી મોટો ફ્લર્ટ માનવામાં આવે છે. તેણે કોફી વિથ કરન ટોક શોમાં કબૂલ્યુ હતુ કે તે વન નાઇટ સ્ટેન્ડ્સ કરી ચૂક્યો છે.

ઇમરાન હાશમી

image source

ઇમરાન હાશમી એક ઉમદા અભિનેતા તો છે જ પણ આપણે બધા તેને તેનાથી વધારે એક સિરિયલ કિસર તરીકે વધારે ઓળખીએ છે કારણ કે તેણે પોતાની ફિલ્મી કેરિયરમાં સાથી એક્ટ્રેસીસને ઓન સ્ક્રીન ઘણી બધી કીસીસ કરી છે. તેને એક ઇન્ટર્વ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તે શું મિસ કરી રહ્યો છે ત્યારે તેણે કબૂલ્યું હતું કે તે સિંગલ જીવન દરમિયાન થતાં વન નાઇટ સ્ટેન્ડ્સને ખૂબ મિસ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ