જો ટ્રેકિંગ કરવા ક્યાંક દુર જંગલોમાં ગયા હોવ, પણ કોઈક કારણે એકલા પડી જાઓ છો… તો શું કરશો?

જો ટ્રેકિંગ કરવા ક્યાંક દુર જંગલોમાં ગયા હોવ, પણ કોઈક કારણે એકલા પડી જાઓ છો…
તો શું કરશો?

આજની જનરેશનના લોકોમાં જંગલોમાં ટ્રેકિંગ કરવાનો ખુબ જ શોખ છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ જેવા રાજ્યો ટ્રેકિંગ માટે સારી સુવિધા આપે છે.

પણ કદીય વિચાર્યું છે કે જો તમે ટ્રેકિંગ કરવા કોઈ જંગલમાં ગયા અને કોઈક કારણે છુટા પડી ગયા તો શું કરવાનું !
આજે અમે એવી જ વિપરીત પરિસ્થિતિ વિશે વાત લાવ્યા છીએ.

૧. ક્યારેય પણ ટ્રેકિંગમાં ગયા હોઈએ કે પછી ખેતરમાં અથવા હરિયાળીમાં ચાલવા નીકળ્યા હોઈએ, અને સાપ કરડે ત્યારે ખુબ જ ભયજનક વાતાવરણ ઉભું થઈ જાય છે.

આજે અમે સાપ કરડે તો શું કરવું, એ વિશે ટીપ લાવ્યા છીએ.
– ઝેરી સાપને દાંતની એક જ હરોળ હોય છે જયારે બિનઝેરી સાપને દાંતની ૨ હરોળ હોય છે. જો તમને ડંખમાં, દાંતની ૨ હરોળ દેખાય, તો તે બિનઝેરી સાપ હોઈ શકે છે.

– બિનઝેરી સાપની આંખની કીકી, બિલાડી જેવી હોય છે જયારે ઝેરી સાપની કીકી ગોળ હોય છે.

– બિનઝેરી સાપની પુંછ ઉપરની પેટર્ન સોલિડ પ્રકારની હોય છે, જયારે ઝેરી સાપની ફોર્ક પ્રકારની હોય છે..

૨. જંગલમાં ખુબ જ ઠંડી લાગતી હોય, તો તમારા કપડાની અંદર પાંદડા અને ઘાસ મૂકી ઠંડી સામે રક્ષણ મેળવી શકો છો.

૩. રાત્રે મચ્છરના કરડવાથી બચવું હોય, તો ફુદીનો અને લીમડાના પાનનો ધુમાડો કરી શકો છો. કોઈ પણ મચ્છરના કરડવા સિવાય જંગલના પ્રાણીઓ પણ આ ધુમાડાને કારણે તમારી નજીક નહિ આવી શકે.
૪. જંગલમાં તમને ચોખ્ખું પાણી મળવું અસંભવ છે. આવામાં તમે તમારી T-SHIRTને પાણીના ફિલ્ટર તરીકે વાપરી શકો છો..

૫. જો તમારી ચામડી મચ્છરના કરડવાથી અથવા અન્ય કોઈ કારણે લાલ થઈ હોય તેમજ ખુબ જ ખંજવાળ આવતી હોય, તો બેગમાં મુકેલી ટુથપેસ્ટને તે જગ્યાએ લગાવી શકાય છે.

આવી માહિતી મેળવવા લાઈક કરો અમારું પેજ.

લેખન.સંકલન : યશ મોદી