ક્રિકેટના બોલ સાથે જોડાયેલી રસપ્રદ અને જાણવા જેવી વાતો…

ક્રિકેટ ફક્ત એક રમત નથી, લોકોના જીવનનો એક અતૂટ એવો ભાગ પણ બની ગયો છે. લાખો કરોડો લોકો પોતાના દેશની ટીમ જીતે એ માટે કેટલો સપોર્ટ કરતા હોય છે. અને રહી વાત ભારત જેવા દેશની તો આ જગ્યાએ ક્રિકેટ રમત નહિ, એક ધર્મ છે.
ક્રિકેટના દરેક ફેન એવું તો વિચારતા જ હશે કે કાશ, હું પણ ગ્રાઉન્ડ ઉપર જઈને આવા રન મારી શકું અને આ દર્શકો વચ્ચે બેટ ઊંચું કરી એમનો આભાર વ્યક્ત કરી શકું… શું કહેવું !

Image source: timesnownews

આજે અમે ક્રિકેટ વિશેની આવી જ અનોખી એક વાત લાવ્યાં છીએ કે મેચ પતે એ પછી બોલનું શું કરવામાં આવે ?
તો આ રહ્યા તેના કેટલાક જવાબો.
૧. જો મેચ દરમિયાન કોઈ બોલર ૫ અથવા ૧૦ વિકેટ લે છે, તો તે એક યાદગીરી તરીકે બોલ પોતાની પાસે રાખી શકે છે.

Image source: wikimedia

૨. કોઈ ખાસ મેચમાં ઉદાહરણ તરીકે વર્લ્ડ કપ ફાઈનલમાં વપરાયેલો બોલ, જે તે સ્ટેડીયમના ક્રિકેટ એસોસિએશન દ્વારા પાછો લઈ લેવામાં આવે છે. ત્યારબાદ તેને એક યાદગીરી તરીકે રાખી મૂકવામાં આવે છે અથવા ઓકશનમાં વેચી દેવામાં આવે છે.
૩. મેચ પત્યા પછી બોલનો પ્રેક્ટીસ નેટમાં રમવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
૪. IPL જેવી મેચો દરમિયાન આ બોલ, ક્રિકેટના કોઈ સુપર ફેનને ગીફ્ટ તરીકે પણ આપવામાં આવે છે.

Image source: crictracker

૫. ક્રિકેટ દરમિયાન વપરાયેલા બોલ, ક્રિકેટ એસોસિએશન દ્વારા એવા લોકોને આપવામાં આવે છે જે ક્રિકેટના ફેન તો છે, પણ ક્રિકેટ રમી નથી શકતા. ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ખૂબ જ સારું કામ કરવામાં આવે છે.
૬. જો બોલ મેચ પછી સારી પરિસ્થિતિમાં હોય, તો તે રિપ્લેસમેન્ટ તરીકે પણ વાપરવામાં આવે છે.
૭. રમત પછી બોલનો આકાર બદલાઈ જાય, તો તે રીશેપીંગ માટે મોકલવામાં આવે અથવા ક્યાંક યાદગીરી તરીકે મૂકી રાખવામાં આવે.

લેખન સંકલન: યશ મોદી
તમે પણ આવી કોઈ રસપ્રદ માહિતી જાણતા હોવ તો કોમેન્ટમાં જણાવો.