ટ્રાવેલ પેકેજમાં જોડાતા પહેલા આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહિં તો ઉડી જશે બધા રૂપિયા

આજકાલ મુસાફરી કરવાનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં કેટલાક ટ્રાવેલ ગ્રૂપ તથા એજન્સીઓ યાત્રીઓને એકથી એક ચડિયાતા ટ્રાવેલ પેકેજ બતાવીને પોતાની એજન્સી કે ગ્રુપમાં યાત્રા કરવા માટે ઉત્સાહિત કરે છે. ઓછા ભાવના આ પેકેજને જોઈ અમુક લોકો તેમાં જોડાઈ જાય છે અને સાથે પોતાના પરિવાર અને મિત્રોને પણ જોડાવવા કહે છે.

image source

અને મિત્રોનું ગૃપ હોય તો તેઓ પણ એક સારી ટ્રાવેલ કંપની મળી રહેશે તે હેતુએ તેમાં શામેલ થઈ જાય છે. પરંતુ એ જરૂરી નથી હોતું કે જે રીતે ટ્રાવેલ પેકેજીસ દેખાડવામાં આવે છે તેની હકીકત પણ એવી હોય. એટલા માટે એ ખાસ જરૂરી છે કે યાત્રા કરતા પહેલા ટ્રાવેલ પેકેજીસને વ્યવસ્થિત રીતે સમજવામાં આવે. આ માટે અમે અહીં કેટલીક ઉપયોગી માહિતી જણાવી રહ્યા છીએ.

T & C નો અર્થ

image source

યાત્રીઓને આકર્ષિત કરવા માટે જ્યારે ટ્રાવેલ ગ્રૂપ / એજન્સી જાહેરાત પોસ્ટર બનાવે છે તો તેમાં મીઠી અને સારી બાબતો જણાવે છે અને પોસ્ટરમાં ક્યાંક ખૂણે નાના અક્ષરે T & C કે * લખેલું હોય છે જેના પર મોટાભાગના લોકોનું ધ્યાન નથી જતું. T & C નો અર્થ જાણવો જરૂરી છે કારણ કે તેના કારણે વ્યક્તિનું પોતાની વાત પરથી ફરવું સરળ બની જાય છે. માટે ટ્રાવેલ એજસી સાથે T & C વિશે ખાસ વાત કરી જાણી લેવું.

રહેવા અને જમવાની વ્યવસ્થા

image source

જ્યારે કોઈ ટ્રાવેલ ગ્રૂપ એવો દાવો કરે કે તે ઓછામાં ઓછા ભાવે તમને સારી હોટલમાં રોકાણ કરાવશે તો તમે તેની પાસેથી હોટલ અને હોટલના રૂમના ફોટા માંગો. જો તમે ટ્રાવેલ એજન્સી /ગ્રૂપને પૈસા ચૂકવો છો તો તમે તેઓને આ પૂછી શકો છો. એ સિવાય યાત્રા દરમિયાન ખાવાની બાબતમાં પણ મેન્યુ અને મીલ સંખ્યા વિશે પૂછપરછ કરી એવી હિતાવહ છે.

કેન્સલેશન અને મેડિકલ પોલિસી

image source

દરેક ટ્રાવેલ ગ્રૂપ આજકાલ આ પ્રકારની પોલિસી બનાવતા જ હોય છે પરંતુ તેઓ માટે આ પોલિસી સાથે જોડાયેલી તમામ બાબતો દરેક ગ્રાહકને સમજાવવી અઘરી છે. માટે તમારા માટે એ જરૂરી છે કે તમે ટ્રાવેલ એજન્સી / ગ્રૂપ સાથે આ બાબતે વાત કરી લો જેથી જરૂર પડે તો તમે તેનો લાભ લઇ શકો. શક્ય હોય તો આ માહિતી લેખિત સ્વરૂપે જ માંગવી.

કઈ વસ્તુનો ખર્ચ યાત્રીએ કરવાનો રહે

image source

જો તમે ટ્રાવેલ એજન્સીને એમ પૂછશો કે જે તે પેકેજમાં કઈ કઈ ચીજવસ્તુઓનો ખર્ચ કરવામાં આવશે તો એ તમને સંતોષ થઈ જાય તેવો જવાબ આપશે. માટે તમારે માટે જરૂરી છે કે તમે એ પ્રશ્ન ફેરવીને પૂછો કે પેકેજમાં ન હોય તેવી કઈ કઈ ચીજવસ્તુઓનો ખર્ચ યાત્રીએ ઉઠાવવો પડશે તો તમને હકીકત ખબર પડી જશે કે પ્રસિદ્ધ સ્થાને જવાની એન્ટ્રી ફી, રસ્તામાં ભરવા પડતા ટોલ ટેક્સ વગેરે માટે તમારા ખિસ્સામાંથી રૂપિયા આપવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ