જો તમને પણ કાર પાર્કિંગ કરવામાં પડે છે મુશ્કેલી તો કારમાં લગાવો આ 2 જબરદસ્ત ગેજેટ્સ, પછી જુઓ

જો તમે તાજેતરમાં જ કાર ડ્રાઇવિંગ કરવાનું શીખ્યા છો તો તમને કાર પાર્કિંગ કરવામાં થોડી ઘણી મુશ્કેલી થતી હશે પરંતુ તેનાથઇન્ટમાંરે ગભરાવવાની જરૂર નથી. ખાસ કરીને નવા ડ્રાઇવરને તો કાર પાર્કિંગ કરવું સૌથી અઘરું કામ લાગતું હોય છે અને ક્યારેક ક્યારેક તેની કાર કાબુ બહાર થઈ જાય છે અને ક્યાંક ટક્કર પણ મારી દે છે.

image source

જો તમે પણ નવા ડ્રાઇવર બન્યા હોય અને તમને પણ આ મુશ્કેલી નડી રહી હોય તો તમારા માટે અમારો આ આર્ટિકલ ઉપયોગી થઈ શકે છે. કારણ કે અહીં અમે તમને તમારી કારમાં 2 એવા જબરદસ્ત ગેજેટ્સ 1). કાર પાર્કિંગ સેન્સર અને 2). 360 પાર્કિંગ કેમેરો લગાવવાની સલાહ અને માહિતી આપીશું જેની મદદથી તમને ઉપરોક્ત સમસ્યા હલ કરવામાં નોંધપાત્ર સરળતા રહેશે.

image source

નોંધનીય છે કે જો તમે એક નવી કાર ખરીદશો છો તો ઉપરોક્ત બન્ને ગેજેટ્સ એ કારમાં ફિટ થયેલા જ હશે. પરંતુ જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોય અને તે જૂની હોય તો તેમાં આ બન્ને ગેજેટ્સ ન હોય તેવું બની શકે. જો કે ઉપરોક્ત બન્ને ગેજેટ્સ બજારમાં પણ ઉપલબ્ધ છે અને તે કોઈપણ કારમાં ફિટ કરી શકાય છે.

image source

કાર પાર્કિંગ સેન્સર કાર કાર પાર્કિંગ કરવા માટે બહુ મહત્વનું ગેજેટ્સ છે. ડ્રાઇવર જ્યારે કારને પાર્કિંગ કરી રહ્યો હોય ત્યારે સેન્સરના કારણે પાછળથી કારની પોઝિશનને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. જેથી તે સરળતાપૂર્વક કારને આગળ પાછળ ચલાવી શકે છે. સાથે જ કાર પાર્કિંગ સેન્સરના કારણે પાર્કિંગમાં આવતી અડચણો પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે કાર પાર્કિંગ સેન્સર ભાવમાં પણ બહુ મોંઘા નથી હોતા અને સરળતાથી બધે ઉપલબ્ધ પણ હોય છે.

image source

આવું જ બીજું ઉપયોગી ગેજેટ્સ છે ” 360 પાર્કિંગ કેમેરો ” આ એક શાનદાર ફીચર્સ છે અને આજની સ્થિતિએ બધી મોંઘી અને પ્રીમિયમ કારમાં ફિટ થયેલ હોય છે. આ ટેકનોલોજીના કારણે કાર ડ્રાઇવર કારની ચારે બાજુની સ્થિતિ જાણી અને જોઈ શકે છે. જેથી કારને ગમે ત્યાં પાર્ક કરવી પણ અઘરું કામ નથી રહેતું.

image source

360 પાર્કિંગ કેમેરાની મદદથી ડ્રાઇવર કારની પાછળ જ નહીં પણ આગળ અને જમણી તથા ડાબી બાજુએ પણ નજર રાખી શકે છે. ડ્રાઇવર પાછળની બાજુએથી આવતા વાહનો પણ જોઈ શકે છે. માટે જો તમારી પાસે જૂની કાર છે અને તેમાં આ ગેજેટ નથી તો તમે થોડા પૈસા ખર્ચી આ 360 પાર્કિંગ કાર કેમેરો ફિટ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ