ફેટ ટુ ફીટ: પરિણિતી ચોપરા પોતાને ફીટ રાખવા માટે નિયમિત ખાય છે આ ફ્રૂટ, ખબર છે તમને?

પરિનિતિ ચોપરા રોજ પપૈયુ ખાય છે – તમારે પણ તેમ જ કરવું જોઈએ – જાણો શા માટે

image source

ફેટ ટુ ફીટ – પરિનિતિ ચોપરા પોતાને ફીટ રાખવા માટે નિયમિત ખાય છે આ ફ્રૂટ

પરિનિતિ ચોપરા છેલ્લે પિરિયડ ડ્રામા ‘કેસરી’માં જોવા મળી હતી. જેમાં તેણીએ અત્યંત સીમ્પલ યુવતિનું પાત્ર ભજવ્યું હતું. પરિનિતિએ ફિલ્મોમાં પ્રવેશતાં જ નેશનલ અવોર્ડ જીતી લીધો હતો.

image source

તેણી ફિલ્મોમાં આવી તે વખતે તેને સારી ફિલ્મો મળી અને તેણીના અભિનયને પણ વખાણવામાં આવ્યો પણ ધીમે ધીમે તેના ડાયેટ પ્રત્યેની બેદરકારીએ તેણીને ગોળમટોળ બનાવી દીધી અને તેના કારણે તેની પાસે ફિલ્મો પણ આવતી ઓછી થઈ ગઈ અને જે હતી તે બધી નિષ્ફળ જવા લાગી હતી અને તેના કારણે તે ઉંડા ડીપ્રેશનમાં પણ સરી પડી હતી. પણ છેવટે તેણીએ પોતાનુ રુટીન બદલ્યું, પોતાનુ ડાયેટ બદલ્યું, પોતાની આદતો બદલી અને આજે તેણી પહેલાં કરતાં પણ ક્યાંય વધારે ફીટ દેખાવા લાગી છે.

image source

હવે તે એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેણી પુરતું વર્કાઉટ કરે, અને તેના શરીર માટે જે યોગ્ય હોય તે જ તે ખાય. તમને જણાવી દઈએ કે પરિનિતિ ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાની ક્લોઝ ફ્રેન્ડ છે. અને આપણે બધા સાનિયા મિર્ઝાની ફીટનેસ વિષે તો સારી રીતે જાણીએ જ છે. તેણીએ દીકરા ઇઝહાનને જન્મ આપ્યા બાદના થોડાક જ સમયમાં જીમમાં જવાનું શરુ કરી દીધું હતું. અને ફરી પાછી પહેલા જેવી ફીટનેસ હાંસલ કરી લીધી છે. અને સાનિયા પોતાના ફ્રેન્ડ્સની ફીટનેસનું પણ તેટલું જ ધ્યાન રાખે છે.

image source

પરિનીતીએ તાજેતરમાં સાનિયા મિર્ઝાના હૈદરાબાદ ખાતેના ઘરની મુલાકાત લીધી હતી. અને અહીં સાનિયાએ પરિનિતિને ડાયેટ માટેની કેટલીક સલાહો આપી હતી અને પરિનિતિએ જાણે એક કહ્યાગ્રી વિદ્યાર્થીની હોય તેમ બહેનપણીની આ સલાહ માની હતી. સાનિયાએ પરિનિતિને જણાવ્યુ હતું કે તેણે નિયમિત પણે રોજ એક વાટકો પપૈયું ખાવું જોઈએ.

અને આ જ બાબતે તાજેતરમાં પરિનિતિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ફેન્સ સમય પોતાના બ્રેકફાસ્ટ મિલ વિષે જણાવ્યું હતું અને સાનિયાને તેની પોતાની અંગત ન્યુટ્રીશનીસ્ટ પણ કહી હતી. જેના જવાબમાં સાનિયાએ જણાવ્યું હતું કે તેણી ખુશ છે કે તેણી તેની ડાયેટ કોચ બની ગઈ છે. તો ચાલો જાણીએ આ પપૈયું તમારા સ્વાસ્થ્યને શું લાભ પહોંચાડે છે.

image source

– તમારા ડાયેટમાં પપૈયુ ઉમેરવું તે એક સારો વિકલ્પ છે. સામાન્ય રીતે ઘણા ઓછા લોકોને પપૈયાનો સ્વાદ ભાવતો હોય છે પણ ધીમે ધીમે તમારે તેના સ્વાદને અપનાવવો જોઈએ. પપૈયું ઉપવાસમાં પણ તમને ઘણું પોષણ પુરુ પાડે છે.

– પપૈયામાં એક મહત્ત્વનું એન્ઝાઈમ સમાયેલું હોય છે જેને પેપેઈન કહે છે જે તમને પાચનમાં ખૂબ મદદ કરે છે અને તમારા શરીરમાંના પ્રોટીનને તોડવામાં તે મદદ કરે છે. નિયમિત પપૈયું ખાવાથી તમને કબજીયાત, તેમજ અપચા વિગેરેની સમસ્યાથી છૂટકારો મળે છે. આ ઉપરાંત તેમાં કેટલાક એન્ટિઓક્સિડન્ટ્સ પણ સમાયેલા હોય છે અને સાથે સાથે કેટલાક એન્ઝાઈમ્સ પણ હોય છે શરીરની બળતરા વિગેરે દૂર કરવામાં મદદ કરે છે.

image source

– પપૈયામાં વિટામીન એ,બી,સી અને કે ઉરાંત કેલ્શિયમ તેમજ પોટેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે તમારી રસોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આ ઉપરાંત પણ શરીરને ઘણા બધા લાભો પહોંચાડે છે. તે તમારી ત્વચાને પણ ચમકીલી બનાવે છે.

– આ ઉપરાંત પપૈયામાં ખૂબ ઓછી કેલરીઝ હોય છે અને તેમાં સારું કોલેસ્ટેરોલ પણ હોય છે, જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેમના માટે પપૈયા એક ઉત્તમ ફળ છે. પપૈયામાં જે ચરબી સમાયેલી હોય છે તે પણ લગભગ શૂન્ય જ હોય છે.

image source

– કેટલાક અભ્યાસ દર્શાવે છે કે પપૈયા જેવા ટ્રોપિકલ ફ્રૂટમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ જેવા કે લાઈકોપેન અને કેરોટેનોઇડ્સ કેન્સર તેમજ હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત પપૈયા મુક્ત કણો સામે પણ લડે છે અને તેમ કરીને તે કેન્સરથી થતાં નુકસાનને ઘટાડે છે. તો હવે આજથી જ પપૈયુ ખાવાનું શરૂ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ