૨૧.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ

તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

લકી સંખ્યા: 1

વૃષભ

હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

લકી સંખ્યા: 1

મિથુન

તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

લકી સંખ્યા: 8

કર્ક

ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

લકી સંખ્યા: 2

સિંહ

તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

લકી સંખ્યા: 9

કન્યા

સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

લકી સંખ્યા: 8

તુલા

ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. અનોય તમારે વધારો પડતો સમય માગશે-તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

લકી સંખ્યા: 1

વૃશ્ચિક

તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

લકી સંખ્યા: 3

ધનુ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથી દ્વારા આપવામા આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે.

લકી સંખ્યા: 9

મકર

રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

લકી સંખ્યા: 9

કુંભ

તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 7

મીન

ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 4

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જૂન 21, 2019 – જુલાઈ 21, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 9 માં છે .

પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.

જુલાઈ 21, 2019 – ઑગસ્ટ 11, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

ઑગસ્ટ 11, 2019 – ઑક્ટોબર 05, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

નવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.

ઑક્ટોબર 05, 2019 – નવેમ્બર 23, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અને તમારી જાતની યોગ્ય દરકાર લેવી અને તમારી પોતાની જરૂરિયાતો તમને સક્રિય ઊર્જા સાથે સામંજસ્ય સાધવામાં કરવામાં મદદ કરશે, શારીરિક મહેનત માગતી રમતોમાં ભાગ લેવો એ આ બાબત માટેનો સારો માર્ગ છે. તમે જે ઊર્જાથી તરબતર થઈ રહ્યા છો તે ચોક્કસ જ તમારા જીવનમાં અનેક ટેકેદારોને આકર્ષશે. કામના સ્થળે વધુ સમય અને ઉર્જા આપવા તમને નેતૃત્વની જરૂર ધરાવતા પદ માટે બોલાવી શકાય છે તમારા જીવનસાથી તમારી ખુશી અને સફળતામાં યોગદાન આપશે. તમારા માન-મરતબામાં વૃદ્ધિ થશે અને તમે વધુ લોકપ્રિય બનશો

નવેમ્બર 23, 2019 – જાન્યુઆરી 20, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

આ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.

જાન્યુઆરી 20, 2020 – માર્ચ 11, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.

માર્ચ 11, 2020 – એપ્રિલ 02, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

તમે સારા અને પવિત્ર કર્મ કરશો તથા તમારૂં વર્તન પણ સારૂં રહેશે. આધ્યાત્મિકતા તથા ધર્મ તરફ તમારી રૂચિમાં એકાએક વધારો થશે. આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. આ સમયગાળો ચોક્કસપણે તમારી મટે સત્તા આપનારો સાબિત થશે. તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે તથા મિત્રો અને પરિવારમાં સંવાદિતા જાળવવાના નવા રસ્તા વિશે તમે શીખી રહ્યા છો. પારિવારિક વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે.

એપ્રિલ 02, 2020 – જૂન 02, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

જૂન 02, 2020 – જૂન 20, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ