મહિના પ્રમાણે લગ્ન કરનાર જોડીનું લગ્નજીવન કેવું હોય છે, તે વિષે કેટલીક રસપ્રદ વાતો જાણો

લગ્ન એ જીવનનો એક મહત્ત્વનો વણાંક છે જેને વળ્યા બાદ ઘણું બધું બદલાઈ જતું હોય છે. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી હોતો પણ બે કુટુંબ, બે વિચારશરણી, બે માન્યતાઓનું મિલન હોય છે. અને આ બધું સારી રીતે પાર પડે તો જ તે લગ્ન જીવન સફળ થાય છે.

નહીં તો લગ્ન જીવનમાં ભંગાણ પડે છે અને સંબંધનો અંત આવે છે. જો કે લગ્ન બાદ નાનીનાની ચડભડ પતિપત્ની વચ્ચે ચાલ્યા કરતી હોય છે. જે કંઈ ખાસ ગંભીર ન હોવી જોઈએ અને તે જ જીવનની રીતી હોય છે. પણ ક્યારેક આ મતભેદો ગંભીર હોય છે જેનું પરિણામ પણ ગંભીર આવતું હોય છે. માટે લગ્ન કરનાર દરેક દંપત્તિમાં એ જાણવાની ઉત્સુકતા હંમેશા રહેલી હોય છે કે તેમનું લગ્ન જીવન કેવું રહેશે. તો આજે મહિના પ્રમાણે લગ્ન કરનાર કપલનું લગ્ન જીવન કેવુ રહેશે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જાન્યુઆરી-ફેબ્રુઆરી

આ મહિનામાં લગ્ન કરનાર કપલ એકબીજાને હંમેશા આશ્ચર્યમાં મુકવા તૈયાર હોય છે માટે એકબીજાને હંમેશા સર્પ્રાઇઝ આપતા રહે છે. આ મહિનામાં લગ્ન કરનાર કપલનું લગ્ન જીવન સામાન્ય રહે છે.

માર્ચ-એપ્રિલ

આ મહિનાઓમાં લગ્ન કરનાર કપલનું લગ્નજીવન રોમાન્સથી ભરપુર હોય છે. તેઓ લગ્ન બાદ પણ રોમાન્સનો આનંદ માણતા રહે છે. આવા કલપ માટે તેમના પાર્ટનરનું સુખ ખુબ જ મહત્ત્વનું હોય છે. માટે કહી શકાય કે આ મહિનામાં લગ્ન કરનાર કપલનું લગ્ન જીવન સુખી હોય છે.

મે-જૂન

આ મહિનામાં લગ્ન કરનાર કપલનું લગ્ન જીવન કંઈ ખાસ રોમેન્ટિક નથી હોતું. માટે તેઓ પોતાનું લગ્ન જીવન ખુશી-ખુશી પસાર નથી કરતા.

જુલાઈ-ઓગસ્ટ

આ મહિનામાં લગ્ન કરનાર જોડી એકબીજા પર અત્યંત વિશ્વાસ કરે છે. તેમનો સંબંધ વિશ્વાસના મજબુત સ્તંભ પર ઉભો થયો હોય છે. તેઓ હંમેશા પોતાના પહેલાં પોતાના કુટુંબ, બાળકો અને પોતાના ફ્યુચર વિષે વધારે ચિંતિત રહે છે. માટે તેઓ હંમેશા આર્થિક રીતે સદ્ધર થવાના અવિરત પ્રયાસમાં હોય છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર

આ મહિનામાં લગ્ન કરનાર કપલ એકબીજાના પ્રેમમાં લીન હોય છે. તેમને નવી નવી જગ્યાઓની મુલાકાત લેવી ગમે છે. માટે આ કપલ લગ્ન પછીનું જીવન ખુબ જ એન્જોય કરતા હોય છે.

નવેમ્બર-ડિસેમ્બર

સામાન્ય રીતે આ બે મહિનાને લગ્ન માટે વધારે પસંદ કરવામાં આવે છે. માટે આ મહિનાઓમાં સૌથી વધારે લગ્નો થતા હોય છે. આ મહિનાઓમાં લગ્ન કરનાર જોડીને બેસ્ટ કપલ ગણવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ