તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

મેષ

ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

લકી સંખ્યા: 6

 વૃષભ

તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે, તમને જે જોઈએ છે તેનાથી વિરૂદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. જૂનાં સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 5

મિથુન

મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે તમારા કામની સરાહના થશે.

લકી સંખ્યા: 3

 કર્ક

તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

લકી સંખ્યા: 6

સિંહ

તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

લકી સંખ્યા: 5

કન્યા

તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

લકી સંખ્યા: 3

 તુલા

તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

લકી સંખ્યા: 5

 વૃશ્ચિક

તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

લકી સંખ્યા: 7

 ધનુ

આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

લકી સંખ્યા: 4

મકર

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. પ્રેમ જીવન ગતિશીલ હશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

લકી સંખ્યા: 4

 કુંભ

વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આજે જો તમે કોઈને સલાહ આપશો-તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે.

લકી સંખ્યા: 2

 મીન

દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિણર્ણય થોપવાનો પ્રયાસ કરશો-તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો-ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકુળ પરિણામો તરફ દોરી જશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

લકી સંખ્યા: 9

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

જાન્યુઆરી 20, 2019 – માર્ચ 15, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

નવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.

માર્ચ 15, 2019 – મે 03, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

પીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.

મે 03, 2019 – જૂન 30, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

લાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.

જૂન 30, 2019 – ઑગસ્ટ 21, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

ઑગસ્ટ 21, 2019 – સપ્ટેમ્બર 11, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

જો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.

સપ્ટેમ્બર 11, 2019 – નવેમ્બર 11, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

નવેમ્બર 11, 2019 – નવેમ્બર 29, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

નવેમ્બર 29, 2019 – ડિસેમ્બર 29, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 7 માં છે .

ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.

ડિસેમ્બર 29, 2019 – જાન્યુઆરી 20, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.