હરિયાણાના માતાના મંદિરમાં દર્શન માત્રથી થઇ જશે દરેક મનોકામના પૂર્ણ…

હરિયાણા એ પોતાની સંસ્કૃતિ વિરાસત માટે બહુ પ્રખ્યાત છે પણ ત્યાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. હરિયાણામાં પ્રાચીન કાળના અનેક મંદિર આવેલ છે અને એટલા માટે જ પ્રવાસીઓની દ્રષ્ટીએ પણ આ એક બહુ મહત્વપૂર્ણ જગ્યા છે. ભારતની સંસ્કૃતિ અને વિરાસત સાંભળતું આ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. આમાંથી એક મંદિર તો આઠમી સદીમાં બનેલ છે. આજે અમે તમને હરિયાણામાં આવેલ ચાર મંદિર વિષે જણાવીશું જેનું ઐતિહાસિક મહત્વ છે.

૧. ભીમા દેવી મંદિર : હરિયાણાનું ભીમાદેવી મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરની સ્થાપના ગુર્જર પ્રતિહારસના શાસનકાળમાં થઇ હતી. મંદિરની સામે પીંજોર ગાર્ડન છે જે મુગલ ગાર્ડનના નામે પણ ઓળખાય છે. આ ગાર્ડનની સ્થાપના ઓરંગઝેબના ઓરમાન ભાઈએ કરાવી હતી. કહેવાય છે કે આ ગાર્ડનને ઓરંગઝેબના ભાઈએ હિંદુ મંદિરોને તુટવાથી બચાવવા માટે કરાવી હતી. ઈતિહાસ જણાવે છે કે ૧૩મી અને ૧૭મી સદીમાં મુસ્લિમ આક્રમણકાર્યોએ ઘણા હિંદુ મંદિર તોડી નખાવ્યા હતા.

ભીમા દેવી મંદિરની સ્થાપના ૮મી થી લઈને ૧૧મી સદી દરમિયાન કરવામાં આવ્યાનું બતાવવામાં આવે છે. આ મંદિરની સામે આવેલ ગાર્ડનની સ્થાપના પણ તેના સો વર્ષ પછી જ કરવામાં આવી હતી.

૨. અગ્રોહા ધામ : અગ્રોહા ધામનું ઘણું જ ધાર્મિક મહત્વ છે. આ ધામ ૮ વર્ષમાં બનીને તૈયાર થયું હતું. વર્ષ ૧૯૭૬માં આ ધામ બનવાની શરૂઆત થઇ હતી અને ૧૯૮૪માં આનું કાર્ય પૂર્ણ થઇ ગયું હતું. આ ધામના પ્રવેશદ્વારની બહાર બંને બાજુ હાથીઓની મૂર્તિ બનાવવામાં આવી છે આ ધામમાં ઘણા ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે. ધામમાં આવવાવાળા લોકોને અહિયાં એક અલૌકિક આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે.

૩. ભદ્રકાળી મંદિર : ભદ્રકાળી મંદિર કુરુક્ષેત્ર જીલ્લમાં આવેલ છે. આ મંદિરનું આગવું ધાર્મિક મહત્વ છે અને ઐતિહાસિક મહત્વ પણ છે. આ મંદિર હરિયાણાનું એકમાત્ર સિદ્ધ શક્તિપીઠ છે જ્યાં ભદ્રકાળી શક્તિના રૂપે વિરાજમાન છે. આમ તો હરિયાણામાં માતાના ૫૨ શક્તિપીઠ છે પણ એમાંથી આ એકમાત્ર સિદ્ધ શક્તિપીઠ ભદ્રકાળી મંદિર છે. આને શ્રી દેવીકૂપ શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે.

ભદ્રકાળી મંદિરનું ધાર્મિક મહત્વ સતી માતા સાથે જોડાયેલ છે. સતી માતાના આત્મદાહ પછી જયારે ભગવાન શિવ સતી માતાનો દેહ લઈને આખા બ્રમ્હાંડમાં ફરી રહ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને જ્યાં જ્યાં માતાના શરીરના ટુકડા પડ્યા ત્યાં તેમના શક્તિપીઠની સ્થાપના થઇ હતી. ભદ્રકાળી શક્તિપીઠમાં માતાના જમણો પગ પડ્યો હતો. દેવીના સતી સિવાય આ મંદિરની ધાર્મિક માન્યતા કૃષ્ણ સાથે પણ જોડાયેલ છે.

Related image

૪. ચંડી મંદિર : આ હરિયાણાનું સૌથી જૂનું મંદિર છે આ મંદિર ૫૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. મંદિર એ ચંડીગઢ-કાલકા-શિમલા હાઈવે પણ આવેલ છે. માતા ચંડીને મહિષાસુર મર્દની પણ કહેવામાં આવે છે. આ મંદિરના નામ પરથી જ ચંડીગઢ શહેરનું નામ રાખવામાં આવ્યું છે. આ મંદિર વિષે એક લોકવાયિકા એવી પણ છે કે અહિયાં દર્શન માત્રથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.