પ્રોટીનથી ભરપૂર મગફળી રાખશે તમારા હૃદયને સ્વસ્થ, વડીલોને થશે અઢળક ફાયદા…

શિયાળામાં સાંજે જમી લીધા પછી બધા સાથે બેસીને ગરમા ગરમ મગફળી ખાવાની મજા જ અલગ છે. ઘણા એવા ઘર હશે જેમાં લોકો રાત્રે સાથે ટીવી જોતા કે વાતો કરતા કરતા પણ મગફળી ખાવાનું પસંદ કરતા હોય છે. આમ તો તેનાથી ટાઈમપાસ પણ બહુ સરસ થતો હોય છે. પણ આજે અમે તમને જણાવીશું કે તમે જે આ ટાઈમપાસ માટે મગફળી ખાઈ રહ્યા છો તેના ફાયદો શું? મગફળીને ગરીબ લોકોની બદામ કહેવામાં આવે છે એ કાઈ એમજ નથી કહી પણ મગફળીમાં એવા બધા જ તત્વો છે જે બદામમાં હોય છે. આવો તમને જણાવીએ મગફળી એ કેવીરીતે તમારા સ્વાસ્થ્યને રાખશે તાજું માજુ.

મગફળીમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન મળે છે જે શરીરની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. ૧૦૦ ગ્રામ કાચી મગફળી એ એક લીટર દૂધની ગરજ સારે છે. એટલા માટે જો તમારા બાળકોને દૂધ પસંદ નથી તો તમે તેમને કાચી મગફળી ખવડાવવાનું રાખો.

હૃદયને રાખે છે સ્વસ્થ. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ અને પોલિસેચ્યુરેટેડ ફેટ હોય છે જે આપણા હ્રદયને માટે ખુબ જરૂરી હોય છે. જો તમે અઠવાડિયામાં ૫ દિવસ મગફળી ખાવ છો તો આનાથી તમને ક્યારેય હૃદય સંબંધિત બીમારી નહિ થાય.

હાડકાંને મજબુત બનાવે છે. મગફળીમાં રહેલ કેલ્સિયમ અને વિટામીન ડી એ હાડકાંને મજબુત બનાવે છે. આપણા હાડકાંને માટે આ એક બહુ જ સરળ અને સસ્તો ઉપાય છે.

મગફળી ખાવાથી ડિપ્રેશન દૂર થાય છે. મગફળીમાં ટ્રીપટોફેન એ ડીપ્રેશનની સમસ્યામાંથી રાહત અપાવે છે. જે પણ મિત્રો બહુ ચિંતામાં રહેતા હોય તેમને દરરોજ થોડી એટલે કે એક મુઠ્ઠી જેટલી તો મગફળી ખાવી જ જોઈએ.

કોલેસ્ટ્રોલ કન્રોલમાં રાખે છે. મગફળીમાં રહેલ ઓલિક એસીડ એ બ્લડમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલની અસર ઓછી કરે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. આની મદદથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આની સાથે સાથે એ કોરોનરી આર્ટરી ડીઝીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.

પેટનું કેન્સર થતું પણ ઘટાડે છે. મગફળીમાં રહેલ પોલીફીનોલીક નામનું એન્ટીઓક્સીડેન્ટ પેટના કેન્સરના જોખમને ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે. અઠવાડિયામાં ફક્ત ૨ ચમચી જ મગફળીનું બટર ખાશો તો પણ ચાલશે અને મગફળી ખાશો તો પણ ચાલશે.

હોર્મોન બેલેન્સ કરવાનું કામ કરે છે. શરીરમાં હોર્મોન્સનું સંતુલન રહેવું ખુબ જરૂરી છે. રોજ મગફળી ખાવાથી વ્યક્તિના શરીરમાં હોર્મોન્સમાં સંતુલન રહે છે.