૧૯.૦૨.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ

તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. કેટલાક માટે પાર્ટ-ટાઈમ નોકરીની તકો. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

લકી સંખ્યા: 3

વૃષભ

આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

લકી સંખ્યા: 2

 મિથુન

મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

લકી સંખ્યા: 9

 કર્ક

નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

લકી સંખ્યા: 4

 સિંહ

ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. નવો દેખાવ-નવાં કપડાં-નવા મિત્રો આજે તમારા થશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

લકી સંખ્યા: 2

 કન્યા

દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

લકી સંખ્યા: 1

 તુલા

લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.

લકી સંખ્યા: 3

 વૃશ્ચિક

હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

લકી સંખ્યા: 5

 ધનુ

માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

લકી સંખ્યા: 2

મકર

વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. પગારમાં વધારો તમારો ઉત્સાબ વધારશે. તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 2

 કુંભ

તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. કેટલાક માટે પાર્ટ-ટાઈમ નોકરીની તકો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

લકી સંખ્યા: 9

 મીન

તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

લકી સંખ્યા: 6

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ફેબ્રુઆરી 19, 2019 – એપ્રિલ 11, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

એપ્રિલ 11, 2019 – મે 03, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

વ્યૂહરચનામાં મૂંઝવણ તથા ધંધાકીય ભાગીદાર અથવા સાથીદાર સાથે મતભેદ થવાની શક્યતા આ તબક્કો સૂચવે છે. મહત્વના વિસ્તરણો તથા લાંબા ગાળાની યોજનાઓ મુલતવી રાખવી. વર્તમાન સ્રોતોમાંથી મળતા લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી જાતની યોગ્ય દરકાર લેજો કેમ કે આ બાબત અસ્વસ્થતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે દીર્ઘકાલીન બીમારીની શક્યતા જોવાય છે. આ તબક્કામાં વ્યવહારૂ બનવાનો પ્રયાસ કરજો. તમે બિનજરૂરી બાબતોની પાછળ તમારો સમય અને શક્તિ વેડફશો. ચારિત્ર્યહીન વ્યક્તિઓ સાથે તકરાર થવાની શક્યતા છે.

મે 03, 2019 – જુલાઈ 03, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

જુલાઈ 03, 2019 – જુલાઈ 21, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

જુલાઈ 21, 2019 – ઑગસ્ટ 20, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 7 માં છે .

ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.

ઑગસ્ટ 20, 2019 – સપ્ટેમ્બર 11, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.

સપ્ટેમ્બર 11, 2019 – નવેમ્બર 04, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

તમે તમારા માતા-પિતા, ભાગીદાર તથા સાથીદારો સાથે સારા સંબંધ જાળવી રાખાવાના પ્રયાસો કરશો પણ બધું વ્યર્થ જશે. પ્રગતિ તથા નવા ક્ષેત્રોમાં સફળતા સરળતાથી નહીં મળે. આ તબક્કો પડકારો તથા મુશ્કેલીઓ સાથે શરૂ થશે. વિવાદો તથા બિનજરૂરી આક્રમકતા જોવા મળશે. અચાનક નુકસાનની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરશે. કેટલાક ફાયદા વગરના કામ પણ કરવા પડશે. મુશ્કેલીઓ સામે પ્રતિકાર કરવાની પ્રતિકારશક્તિ વિકસાવવાનો પ્રયાસ કરજો. જોખમો લેવાની વૃત્તિને દબાવવી તથા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટાળવી.

નવેમ્બર 04, 2019 – ડિસેમ્બર 23, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ નાખશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળે તે માટેનો આ સમય છે. કહેવાની જરૂર ખરી કે અંગત સંબંધોમાં ઉત્સાહ વધશે. બાળકો આનંદ લાવશે. પ્રવાસ અનિવાર્ય છે અને લોકો તમને મળવા તત્પર રહેશે. આ સમયગાળો તમને ધ્યાન કરવા તથા માનવ અસ્તિત્વ પાછળના સત્યો તથા વાસ્તવિક્તાઓ વિશે તપાસ કરવા પ્રેરશે, મોંઘી તથા વિરલ ચીજની ખરીદી કરશો. એકંદરે, આ સમયગાળો ઉચ્ચ ફળ આપનારો છે.

ડિસેમ્બર 23, 2019 – ફેબ્રુઆરી 19, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કારણે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.