પપૈયા થી લઈને અમુક ફેમસ ફરસાણ વગેરે પર છે અમુક દેશમાં પ્રતિબંધ…

ખાવાનું નામ સંભાળીને આપણા ગુજરાતીઓના મનમાં તો કેટલીય વાનગીઓના વિચાર આવી જાય. ખાવા જેવું સુખ બીજું કઈ નથી. આપણે જે પણ કામ કરતા હોઈએ છીએ એ આપણા ખાવા માટે અને આપણા પરિવારને સારું ભોજન આપી શકીએ એના માટે જ કરતા હોઈએ છીએ. હવે અમે એમ કહીએ કે અમુક એવી વસ્તુઓ છે જે તમે ખાવાના ઉપયોગમાં કે રોજીંદા ઉપયોગમાં લો છો એ તમારી માટે હાનીકારક છે તો? હા આજે આપણે એવી અમુક વસ્તુઓ વિષે તમને જણાવીશું કે જે આપણા દેશના લોકો હજી પણ તેનો ઉપયોગ કરે છે અને બહુ મજા લઈને ખાતા હોય છે પણ એ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

ખાવાનું આવે એટલે આપણે બધામાં એક નાનું બાળક આવી જાય કે આ વસ્તુ તો હવે ખાવી જ જોઈએ. હવે જેમ બધી જગ્યાએ લોકો અવનવું ખાવાના ફોટો અને વિડીઓ મુકીને એવા લલચાવતા હોય ને કે એ વસ્તુ ખાવી જ પડે, પણ આજે અમુક એવી ચોકલેટ પણ આવી ગઈ છે કે બાળકો ખાવા માટે જિદ્દ કરતા જ હોય છે પણ આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિષે જણાવીશું જે તમારે ના ખાવી જોઈએ. આજે જણાવેલ ખાવાની વસ્તુઓ બહારના અમુક દેશમાં એ વસ્તુઓ ખાવા પર પ્રતિબંધ છે.

યુએસએના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હલ્દીરામના બધા ફૂડ પ્રોડક્ટ્સને બહેન કરેલ છે. કારણ કે હલ્દીરામના બિસ્કીટ, વેફર્સ અને બીજી વસ્તુઓ પર કરવામાં આવેલ પરીક્ષણમાં આ ફૂડ આઈટમ બરોબર સાબિત થયા નથી એટલા માટે તેને અમેરિકામાં બહેન કરવામાં આવેલ છે.

D-Cold, Vicks Action 500, Enteroquinol, Analgin, Syspride આ અમુક એવી દવાઓના નામ છે જે અવારનવાર આપણે આપણી આસપાસ સાંભળતા જ હોઈએ છીએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના અમુક દેશમાં આ દવાઓ પર પ્રતિબંધ છે.

ખસખસ હા, એ જ ખસખસ જેના વગર આપણી ઘણીબધી મીઠાઈઓ જેવીકે લાડવા વગેરે અધૂરું રહે પણ તમને જણાવી દઈએ કે સાઉદી અરબ, યુએઈ, તાઈવાન અને સિંગાપુરમાં ખસખસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

પપૈયું અમુક પપૈયા હોય છે જે બાયોટેકનોલોજીની મદદથી પકવવામાં આવતા હોય છે એટલે એવા પપૈયાને U.Sમાં બહેન કરવામાં આવ્યા છે.

U.Sમાં કાચી બાદમબદામને ખાવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે એટલા માટે ત્યાં કોઈપણ બદામના ઝાડ પરથી તોડીને બદામ ખાઈ શકતા નથી.

ફ્રાંસમાં સ્કૂલોમાં બાળકોને કોઈપણ પ્રકારનું કેચઅપ આપવામાં આવતો નથી કારણ કે ત્યાની અમુક પરંપરાગત ચટણી છે જેનું અસ્તિત્વ બનાવી રાખવા માટે આવું કરવામાં આવે છે.

આજકાલ બાળકોને નવી નવી ચોકલેટો ખાવા માટે બહુ જિદ્દ કરતા હોય છે. ટીવી અને બીજા બાળકોને જોઇને તેઓ એવું ઘણું ખાવાનું માંગતા હોય છે જે આપણી ઈચ્છા ના હોવા છતાં પણ આપણે તેમને અપાવીએ છીએ તો જો તમે પણ તમારા બાળકોને કિન્ડર જોય અપાવો છો તો તમને જણાવી દઈએ કે U.S સહીત બીજા ઘણા દેશમાં આની પર પ્રતિબંધ લાગવાવમાં આવ્યો છે.

જે જેલી બજારમાં મળે અને આપણે બાળકોને ખવડાવતા હોઈએ છીએ તેમાં ડાયાબિટીસ થવાનું કારણ બની શકે છે તો તેને યુરોપમાં બહેન કરવામાં આવેલ છે.

હવે શું ખાવું અને શી ના ખાવું એ તમારે વિચારવાનું છે.