17.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, ધન રાશિના જાતકો માટે ખાસ…

17-9-2019

મેષ

જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

લકી સંખ્યા: 1

વૃષભ

તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

લકી સંખ્યા: 9

મિથુન

તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

લકી સંખ્યા: 7

કર્ક

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

લકી સંખ્યા: 2

સિંહ

લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

લકી સંખ્યા: 9

કન્યા

કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.

લકી સંખ્યા: 7

તુલા

તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

લકી સંખ્યા: 1

વૃશ્ચિક

કામનું દબાણ આજે તાણ તથા ટૅન્શન લાવી શકે છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

લકી સંખ્યા: 3

ધનુ

તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

લકી સંખ્યા: 9

મકર

આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

લકી સંખ્યા: 8

કુંભ

તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

લકી સંખ્યા: 6

મીન

ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો.

લકી સંખ્યા: 4

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

સપ્ટેમ્બર 17, 2019 – ઑક્ટોબર 05, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઑક્ટોબર 05, 2019 – નવેમ્બર 04, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 9 માં છે .

પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.

નવેમ્બર 04, 2019 – નવેમ્બર 26, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.

નવેમ્બર 26, 2019 – જાન્યુઆરી 19, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.

જાન્યુઆરી 19, 2020 – માર્ચ 08, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.

માર્ચ 08, 2020 – મે 05, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

નોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું

મે 05, 2020 – જૂન 26, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.

જૂન 26, 2020 – જુલાઈ 17, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.

જુલાઈ 17, 2020 – સપ્ટેમ્બર 16, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .

કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ