બોધકથાઃ જ્યારે ભગવાન શ્રીરામે આ રીતે પરમ ભક્ત હનુમાનનું અભિમાન તોડ્યું…

હનુમાનજીને પોતાની શક્તિ અને ગતિ ઉપર થયેલા ગર્વને આધારે રાજા રામે શીખવ્યો એક બોધપાઠ, એ પછી બન્યું રામસેતુ પાસે રેતીનું શિવલિંગ… આખી કથા આપી જાય છે ગૂઢજ્ઞાન… બોધકથાઃ જ્યારે ભગવાન શ્રીરામે આ રીતે પરમ ભક્ત હનુમાનનું અભિમાન તોડ્યું…

દક્ષિણભારતનું જગવિખ્યાત શિવમંદિર ઓળખાય છે રામેશ્વરના નામેથી. આ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગમાં પૈકીને એક છે. તેની સાથે જોડાયેલ વેદો અને પુરાણોમાં કથાઓ છે. રામાયણમાં પણ માતા સીતાના હરણ પછીની કથા જોડાયેલ છે. આ બધી જ વેદો – પુરાણોની કથાઓ માત્ર એવી કથાઓ નથી કે જેને તમે જાણીને કોઈ આનંદ આવે. આ બધી જ કથા – વાર્તાઓ પાછળ છૂપાયેલ હોય છે, ખાસ બોધ. અનેક પ્રકારના ગૂઢજ્ઞાન આ પ્રકારની પૌરાણિક કથાઓમાંથી જાણવા મળે છે. રાજા રામ, માતા સીતા અને પરમ ભકત હનુમાનજી મહારાજ હોય કે પછી રામાયણ મહાભારતના કોઈપણ પૌરાણિક પાત્રો હોય દરેક પાત્રો પણ આપણને કંઈને કંઈ શીખવી જાય છે. આવો જાણીએ, ભગવાન રામે તેમના પરમ પ્રિય ભક્ત હનુમાનજીને મહારાજનું અભિમાન કઈરીતે તોડ્યું હતું.

શ્રીરામે શીખવ્યો હનુમાનજીને બોધપાઠ…

આપણે સૌ જાણીએ છીએ કે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયને વનવાસ થયો. માતા સીતાનું સુવર્ણ હરણ જોઈને મન લલચાયું અને લક્ષ્મણ એક રેખા દોરીને તે હરણને લેવા દોડ્યા. પાછળથી રાવણે સાધુનો વેશ ધારણ કરીને માતા સીતાનું હરણ કરીને પોતાની લંકામાં લઈ ગયા. લંકાના અશોક વાટિકામાં તેમને બંધી બન્યાવ્યા. રાજા રામને યુદ્ધને માટે લલકાર્યા. હનુમાનજી દૂત બનીને માતા સીતાની ભાળ પણ લઈ આવ્યા. ત્યારબાદ આખી વાનર સેનાને સમુદ્ર પાર કરીને રામ – લક્ષ્મણ સહિત લંકા પહોંચવાનું હતું. તે માટે એક ખાસ પ્રકારનો સેતુ બનાવવાની યોજના ઘડવામાં આવી હતી.

સુવર્ણ લંકાના નરેશ રાવણની પકડમાંથી મુક્ત કરવા માટે માતા સીતાને પરત લાવવા માટે દરિયો પાર કરીને એક સેતુ બાંધવાની તૈયારી થઈ રહી હતી, ત્યારે ભગવાન રામ સમુદ્રની ઉપર એ સેતુને બાંધવાના ભગીરથ કાર્ય કરવા પહેલાં ત્યાં ભગવાન મહાદેવની ઉપાસના કરીને વિજયની પ્રાપ્તિ માટેનું તપ કરવા ઇચ્છતા હતા. એ સમયે તેએ ત્યાં શિવ લિંગ સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવતા હતા. તે માટે રાજા રામે હનુમાનજીને આદેશ આપ્યો કે શીધ્ર જ મહાદેવ પાસે કાશી પહોંચીને જઈને તેમની પાસેથી શિવલિંગ લઈને અહીં તુરંત પહોંચી આવે. રામજીનો આદેશ મેળવીને પવનપુત્ર હનુમાનજી મહારાજ એક જ ક્ષણમાં કાશી પહોંચી ગયા. આ ઘટનાથી એઓને પોતાના ઉપર અપાર ગર્વની લાગણી થવા લાગી.

તેમને થયું કે પોતે કેટલા ઝડપથી અહીં પહોંચી આવ્યા, પોતે કેટલા શક્તિમાન અને ગતિશીલ છે! પરમ ક્રુપાળુ ભગવાન શ્રી રામ જીને આ બાબત વિશે ખબર પડી. તેમણે તરત જ મિત્ર સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું કે સમય પસાર થઈ જશે અને મુહૂર્ત વીતી જઈ રહ્યું છે, તેથી હનુમાનજીની રાહ જોઈને વિલંબ કરી શકાય એમ નથી. આથી હવે, હું રેતીમાંથી બનાવેલ લિંગને પ્રસ્થાપિત કરવા જઈ રહ્યો છું.

હનુમાનજીનું શક્તિ અને ગતિ વિશે ઓસર્યું અભિમાન….

હનુમાન જી પણ થોડી જ ક્ષણોમાં એ સ્થળે પહોંચી ગયા જ્યાં રાજા રામે રેતીનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું. તેમણે પહેલેથી જ ત્યાં શિવલિંગ સ્થાપેલ જોઈને આશ્ચર્ય સાથે શ્રીરામને કહ્યું, “તમે કાશીને મોકલીને પછી મારી સાથે આવું કેમ કર્યું?”

ભગવાન શ્રીરામે હનુમાનજીને જવાબ આપતાં કહ્યું, “ચાલો, મારી ભૂલ થઈ છે. હવે આપ આ રેતીનું સ્થાપેલ શિવલિંગને ઉખાડી દો અને તમે કાશી જઈને સ્વયં મહાદેવ પાસેથી લાવેલ શિવલિંગને બીજી વખત સ્થાપિત કરીશ.”

પોતાની પ્રચંડ શક્તિ અને ગતિના મદમાં આવીને હનુમાનજીએ પૂંછડીમાં લપેટીને તે રેતીના શિવલિંગને જડમૂળથી કાઢવાનો પ્રયાસ કર્યો. અનેક પ્રયાસો કર્યા બાદ પણ તે શિવલિંગ ઉખડી શક્યું નહીં. હનુમાનજીને શક્તિ અને ગતિનું ઘમંડ ઉતરી ગયું. સ્વયંના આ વર્તનથી હનુમાનજીને ભૂલ સમજાઈ અને તેમણે તરત જ ભગવાન શ્રીરામના ચરણોમાં માથું ટેકવ્યું અને પોતાની ભૂલના બદલામાં માફી માંગી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ