વિદેશમાં ભણવા જતા પહેલા વાંચી લો આ માહિતી, અઢળક બચશે પૈસા

વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છો? તો જાણો આ રીતે હવે તમે કરી શકશો તમારો ખર્ચ મેનેજ!

image source

ભારતમાં સારી શૈક્ષણિક સંસ્થાઓની કોઈ કમી નથી, પરંતુ અત્યંત પ્રતિસ્પર્ધાને કારણે દાખલો મળવો મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવું એક સારો વિકલ્પ બની જાય છે.

તેના સિવાય વિદેશમાં ભણવાથી તે લોકો માટે પણ કરિયર ઓપ્શન ખુલી જાય છે જેમને પોતાની વિશેષજ્ઞતામાં આગળ વધવું છે.

image source

પરંતુ વિદેશી સંસ્થાઓનું નક્કી કરતી વખતે ખૂબજ સાવધાની વર્તવાની જરૂર પડે છે કેમ કે દરેક સંસ્થા માન્ય હોતી નથી અથવા તો ક્વોલિટી એજ્યુકેશન આપતી નથી જેની તમને દરકાર હોય.

તે સિવાય વિદેશમાં ભણવાના ખર્ચ ખૂબજ વધારે છે માટે અત્યંત સમજદારી અને બુદ્ધિથી પ્લાનિંગ કરવું પડે છે. થોડા મેનેજમેન્ટ અને મદદથી તમે પણ હાયર એજ્યુકેશન માટે હવે વિદેશ જઈ શકો છો અને એક સારું કરિયર બનાવવાનું સપનું સાકાર કરી શકશો. આજે થોડી તેવી જ વાતો પર ગૌર કરીએ જે ધ્યાનમાં લેવી જોઈએ.

આવાં ખર્ચાઓ પર રાખવું ધ્યાન!

image source

વિદેશમાં પોતાનું ભણતર પ્લાન કરતી વખતે તમારે થોડાં મહત્વપૂર્ણ ખર્ચાઓને ધ્યાન માં લેવા જોઈએ, જેમકે ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ અથવા બોર્ડિંગ ખર્ચ, તેમજ અન્ય જરૂરી ખર્ચ જેમકે ભોજન, પરિવહન, જીવનશૈલીથી જોડાયેલા ખર્ચ.

સાથે સાથે જ ઘણી કોલેજ પુસ્તકો તેમજ સ્ટડી મટીરિયલ આપે છે, પરંતુ ટ્યુશન ફી જ વિદેશમાં થનારો સૌથી વિશાળ ખર્ચ છે. આ જે તે દેશ પર આધારિત હોય છે કે તે તમને ભણતર માટે પરવાનગી આપે છે કે નહિ.

image source

જો તમને કેમ્પસમાં જ હોસ્ટેલ મળી જાય તો બોર્ડિંગ અને લોજીંગની પણ સગવડ થઈ જાય છે.

જો કે, અગર તમારે કેમ્પસ બહાર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી તો તેમાં ઘણો ખર્ચ વધી શકે છે. આ માટે પોતાના ખર્ચનો બોજ ઓછો કરવા શેરિંગમાં રૂમ રાખી શકો છો.

લોકો આમ તો ખાવા પીવા અથવા મનોરંજનમાં થનારા ખર્ચ પર વધારે ધ્યાન નથી આપતા પરંતુ આ પણ એક મોટો એવો ખર્ચ બની શકે છે.

image source

તેના સિવાય જો તમે બહાર રહી રહ્યા છો તો તમને રોજ આવવા જવા માટે પણ પૈસાની જરૂર પડશે.

કેવી રીતે કરશો મેનેજ?

વિદેશમાં ભણવાનું નક્કી કરતાં જ સૌથી પહેલા તમારે વધારેમાં વધારે બચત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. પરંતુ ત્યાંનો ભણતર નો ખર્ચ એટલો વધારે છે કે ફક્ત બચત કરવાથી કામ નહિ બને. માટે કરી શકાય એવા બીજા ઉપાય જે નીચે મુજબ છે…

image source

એજ્યુકેશન લોન

તમે બેન્કો દ્વારા આપવામાં આવતી વિદેશમાં હાયર એજ્યુકેશન માટેની લોનને ૧૫ વર્ષના લોન રીપેમેન્ટ પીરીયડ સાથે ૧.૫ કરોડ રૂપિયા સુધીની લઈ શકો છો. આ લોન તમારા દ્વારા કરવામાં આવેલા કોર્સ મુજબ આપવામાં આવે છે.

image source

તેમજ આ લોન એજ્યુકેશન ફી, લાયબ્રેરી ફી, ટ્રાવેલ ખર્ચ, ચોપડા ખર્ચ, વગેરે કવર કરે છે. લોન રકમ વધારે હોવાથી બેંક તમારી પાસે આમ તૌર પર કોલેટરલ સિક્યોરિટી માંગે છે.

એજ્યુકેશન લોનનું રિપેમેન્ટ પ્રોસેસ તમારા કોર્સ પૂરા થયાને છ મહિનામાં શરૂ થાય છે. એજ્યુકેશન લોન પર ૧૧ થી ૧૫ ટકાની આસપાસ વ્યાજ દર હોય છે. તેમજ અલગ અલગ બેંકના રેટ અલગ અલગ હોય છે.

image source

એટલેજ કોઈ પણ લોન લેવા પહેલા જાત જાતનાં ઓપ્શન જોઈ લેવા જોઈએ. દરેક બેંકના ઓફર ની સારી રીતે ચકાસણી કર્યા બાદ તેમજ વ્યાજદર, લોનની રાશિ, લોન રીપેમેંટ પીરીયડ, વગેરે જાણ્યા બાદ જ કોઈ નિર્ણય પર આવવું જોઈએ.

પૈસા બચાવીને નિવેશ કરો.

જો તમે હમેશાંથી જ વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા હોય તો શરૂઆતથી જ તમારે પૈસાની તૈયારીમાં જોડાઈ જવું જોઈએ. જો તમે એક નોકરિયાત છો તો તમારે તમારા વિત્તિય લક્ષ્યને પૂરું કરવા માટે એક મોટી રકમ બચાવવાની શરૂઆત કરી દેવી જોઈએ અને તેવી જગ્યાએ નિવેશ કરવી જોઈએ જ્યાં તેની બઢોતરી મળે.

image source

સાથે સાથે જ સમય સીમાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમકે જ્યાં તમે પૈસા નિવેશ કરી રહયા છો ત્યાં કોઈ લાંબા લોક પીરીયડ નહિ હોવા જોઈએ.

એક તરફ ફિક્સ ડિપોઝિટ, રેકરિંગ ડિપોઝિટ, વગેરે મેનેજ કરવા આસાન છે તો બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માર્કેટથી જોડાયેલા રીટર્ન દેનારા અન્ય અધિક આક્રમક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. તમે તમારી સુવિધા મુજબ નિયમિત અંતર પર ફિક્સ રકમ નિવેશ કરી શકો છો.

સ્કોલરશીપ અને પાર્ટ ટાઈમ જોબ

image source

તમારા જેવા મેધાવી છાત્રોને વિદેશી સંસ્થાઓ દ્વારા ઘણી ખરી સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. જેમાં તમે અપ્લાઈ કરીને તેનો પણ લાભ મેળવીને પોતાના ફોરેન ખર્ચમાં સપોર્ટ આપી શકો છો.

ઘણી સ્કોલરશીપમાં તમારા ભણતરનો પૂરો ખર્ચ ઉઠાવવામાં આવે છે જેમાં બોર્ડિંગ, કોજીંગ તેમજ ટ્યુશન ફી ની રકમ કવર કરવામાં આવે છે. ઘણી સ્કોલરશીપમાં ફક્ત ટ્યુશન ફી જ આપવામાં આવે છે.

image source

જો તમારી ટ્યુશન ફીનો ખર્ચ કોઈ સંસ્થા ઉપાડતી હોય તો તમે બાકીના ખર્ચ માટે ત્યાં કામકાજી કાનૂન હેઠળ કોઈ પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો.

અંતિમ પણ મહત્વપૂર્ણ વાત, વિદેશમાં ભણતરની તૈયારી, ફોરેન એજયુકેશન ઇન્સ્ટિટ્યૂટ ની ચોઈસ સાથે સાથે જ ત્યાં એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે પણ જલ્દીથી જલ્દી તૈયારી શરૂ કરી દેવી જોઈએ જેથી કરીને છેલ્લે કોઈ અસુવિધા ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ