અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને થોડા જ દિવસોમાં બંધ કરી દો ખરતા વાળ

પોતાના વાળ ઉતરતા જોઈને કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ આ મામલે બહુ જ સંવેદનશીલ હોય છે.

 

image source

વાળ ઉતારવા એ એક સ્વાસ્થ્યની સાથે જોડાયેલી બાબત છે જે એ વાતનો સંકેત આપે છે કે તમારું શરીર કુપોષણનો શિકાર બની રહ્યું છે.

ખાસ કરીને જ્યારે ડોક્ટરની સલાહ વગર જ્યારે ડાયટિંગ કરવામાં આવે છે ત્યારે શરીર પર કુપોષણનો ભોગ બને છે. જો કે આની સૌથી પહેલી અસર તમારા વાળ પર પડે છે.

આવા સમયે વાળ માત્ર ઉતરતા જ નથી પરંતુ સમયથી પહેલા વાળ સફેદ પણ થવા લાગે છે અને સાથે સાથે વાળમાં ઇન્ફેકશન પણ થવા લાગે છે.

image source

ડૉ પુજા દીક્ષિતના મત મુજબ શિયાળામાં 10 માથી 9 લોકોના વાળ ઉતારવાની સમસ્યા હોય છે. લગભગ આને આનુવંશિક કારણ ગણવામાં આવે છે પરંતુ સારી રીતે દેખભાળ કરવામાં આવે તો આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે.

આમ, આવી ઘણી બધી દવાઓ મળે છે જે વાળ ઉગવામાં મદદરૂપ સાબિત થાય છે.

વાળ ખરવાનુ બીજુ મુખ્ય કારણ વિટામિનની ઉણપ હોય છે એમાં પણ ખાસ કરીને વિટામિન બી12. વિટામિનની ઉણપને સારા ડાયટની મદદથી દૂર કરી શકાય છે.

image source

વિટામિન બી 12 સી ફૂડ (સમુદ્રી જીવ )માથી મળે છે. જે લોકો શાકાહારી હોય છે એમના માટે ઈન્જેક્શન એક બેસ્ટ વિકલ્પ છે.

આમ, વાળ ઉતરવા પાછળનું મુખ્ય કારણ છે વિટામિન,આર્યન અને કેલ્સિયમની ઉણપ. આની ઉણપ કારણે સૌથી પહેલા હિમોગ્લોબિનની ઉણપ અને પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે જે કારણોસર શરીરમાં કમજોરી આવવા લાગે છે.

image source

જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો વાળમાં ફંગલ ઇન્ફેકશન થવાનો ભય વધી જાય છે. વાળ પાતળા થવા લાગે છે જેથી કરીને એ આસાનીથી તે તૂટી જાય છે

શિયાળામાં વાળમાં ખોડો થવાની સમસ્યા ખૂબ વધી જાય છે. ડૉ પુજાના મત મુજબ ખોડાનો સીધો સંપર્ક વાળની ગુણવત્તા પર આભારી છે.

જે લોકોની ત્વચા ઓઇલી હોય છે એમને આજીવન ખોડાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

image source

આને એન્ટી ડેન્ડ્રફ શેમ્પુની મદથી ઘટાડી શકાય છે પણ આ કાયમી ઉકેલ નથી કારણકે જ્યારે તમે શેમ્પૂ બંધ કરશો ત્યારે આ સમસ્યા ફરીથી ચાલુ થઈ જશે.

એક દિવસ છોડીને એક દિવસ એવી રીતે વાળમાં શેમ્પૂ કરો. યાદ રાખો કે આવી સમસ્યા હોય એવા લોકો એ કોઈ પણ પ્રકારનું તેલ એટલેકે હેર ઓઇલનો ઉપયોગ કરવો નહીં.

વાળ ઉતરતા રોકવાના ઘરેલુ ઉપાય

image source

એમ્સના ડૉ અપ્રતિમ ગોયલના મત મુજબ વાળ ઉતરતા રોકવાના ઘરેલૂ ઉપાય મુખ્ય છે જેમ કે..

– વાળમાં નારિયલનું દૂધ લગાવો. નારિયલને પીસીને ઘરે જ દૂધ નીકાળી શકાય છે. પછી આ દૂધથી વાળમાં સારી રીતે માલિશ કરો અને 20 મિનિટ સુધી રહેવા દો.

– એલોવેરા વાળ માટે વરદાન રૂપ છે આના પત્તાનો પલ્પ નીકાળીને એનાથી વાળમાં માલિશ કરો આવું કરવાથી વાળ ઉતરતા ઓછા થશે.

image source

– લીમડાના પત્તા લો અને પાણીમાં નાખીને ઉકાળી લો ત્યાં સુધી એને ઉકાળો જ્યાં સુધી એનું પાણી અડધું ના થઈ જાય પછી આ પાણીથી વાળ ધોઈ દો.

– નારિયળ તેલમાં 4-5 આંબળા નકીને ઉકાળો પછી આનાથી વાળમાં માલિશ કરો. આવું કરવાથી 15 દિવસ માજ વાળ ઉતરતા અટકી જશે.

image source

– સૂકી મેથીના દાણા,મૂલેઠી,ચૂંકદાર ના પત્તા ,ડુંગળીનો રસ ,ગુડહાલ ના ફૂલ નો પણ અલગ અલગ રીતે વાળ ઉતરતા રોકવામાં મદદરૂપ નીવડે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ