બ્લાઉઝનું વારંવાર કરાવવુ પડે છે ફિટિંગ? તો રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન

તમારી મોંઘેરી સાડીના બ્લાઉઝ સીવડાવતી વખતે આ ટીપ્સનું ચોક્કસ ધ્યાન રાખો

image source

બ્લાઉઝને લગતી આ ટીપ્સ અપનાવી છવાઈ જાઓ લગ્નમાં

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. અને તમે આવનારા સગા સંબંધીઓના લગ્નમાં તમારે શું પહેરવું તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે. અથવા તો શું પહેરવું તેની કન્ફ્યુઝનમાં હશો.

જો તમે લગ્નમાં સાડી કે પછી શરારા કે પછી ચણિયાચોળી પહેરવાનું નક્કી કરી લીધું હોય તો આજના આ લેખમાં અમે તમારા માટે બ્લાઉઝની સિલાઈને લગતી કેટલીક મદદરૂપ ટીપ્સ લઈને આવ્યા છે.

image source

જેને અપનાવ્યા બાદ તમે લગ્નમાં છવાઈ જશો. બ્લાઉઝ સિવડાવતી વખતે કેટલીક ખાસ વાતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો તે વિષે વાત કરીએ.

સાડીના બ્લાઉઝની પેટર્ન તેની સાડીની ડિઝાઈન પર આધાર રાખે છે. તેવી જ રીતે જો તમારી સાડી સારી હશે પણ બ્લાઉઝ તમે ઢંગનો નહીં સિવડાવ્યો હોય તો તમારી આખી સાડીનો લૂક જ ખરાબ થઈ જશે. ઘણીવાર તો સાદી સાડીને પણ સુંદર સિલાઈવાળો બ્લાઉઝ આકર્ષક બનાવી દેતો હોય છે.

ફિટિંગનું ખાસ ધ્યાન રાખવું

image source

બ્લાઉઝ તમે ભલે સેંકડો રૂપિયા સીલાઈના આપીને સુંદર સિવડાવી લો પણ જો તેનું ફિટિંગ જ યોગ્ય નહીં હોય તો તમારો આખો લૂક બગડી જશે. તેના માટે તમારે તમારા દરજીને યોગ્ય માપ આપવું જોઈએ.

જો તમે તેના માટે તમારો કોઈ યોગ્ય ફિટિંગવાળા બ્લાઉઝનું માપ ન આપવાના હોવ અને તે તમારું માપ લેવાના હોય તો તમારે સૌ પ્રથમ તો તમારી સાઇઝની બ્રા પહેરવી જોઈએ, ન તો વધારે ખુલતી કે નતો વધારે ટાઇટ.

image source

તેમ કરવાથી દરજી યોગ્ય માપ લઈ શકશે અને બ્લાઉઝનું ફિટિંગ પણ યોગ્ય આવશે.

પેડેડ કે નોન પેડેડ બ્લાઉઝ

image source

આજે બજારમાં તમે તૈયાર લેવા જાઓ કે સીવડાવવા જાઓ બે પ્રકારના બ્લાઉઝ અવેલેબલ હોય છે, પેડેડ અને નોન પેડેડ. પેડેડમાં તમારે બ્રા પહેરવાની જરૂર નથી પડતી અને બ્રા વગર પણ તમને પર્ફેક્ટ ફીટીંગ આવે છે. કેવો બ્લાઉઝ સિવડાવવો તે તમારી પસંદગી પર આધાર રાખે છે.

બ્લાઉઝનું કાપડ અને તેનું અસ્તર

image source

બ્લાઉઝમાં તેનું કાપડ ઘણું મહત્ત્વનું હોય છે. જો તમે પાતળું કાપડ જેમ કે જ્યોર્જેટ, શિફોન, ઓરગાન્ઝા વિગેરે મટિરિયલમાંથી બ્લાઉઝ બનાવવા માગતા હોવ તો તેનું અસ્તર સુંદર હોવું જરૂરી છે કારણ કે તેમાં તમારું અસ્તર આરપાર દેખાય છે.

પણ જો તમે કોટનનો કે સાઉથ કોટનનો કે કોટન સિલ્કનો બ્લાઉઝ બનાવવા માગતા હોવ તો તેની અંદર તમારે કોઈ પણ સાદુ સુંવાળુ અસ્તર વાપરવું જોઈએ.

ગળાની સાઇઝ

image source

બ્લાઉઝનો લૂક મોટે ભાગે તેના ગળાની ડિઝાઈન પર આધાર રાખે છે તમે તમારી પસંદગી પ્રમાણે ગળાનો શેઇપ નક્કી કરી શકો છો. તમે મોટા ગળાવાળી ડિઝાઈન પણ પસંદ કરી શકો છો અને બંધ ગળાવાળી ડિઝાઈન પણ પસંદ કરી શકો છો તેની વિવિધ ડિઝાઈન તમને ઇન્ટરનેટ પર મળી રહેશે.

બોડી શેઇપનો પણ ખ્યાલ રાખવો

image source

બ્લાઉઝ સિવડાવતી વખતે તમારે તમારા શરીરનો શેપ પણ ધ્યાનમા રાખવો જોઈએ. જો તમે નીચા હોવ તો તમારે બ્રોડ નેક અથવા તો ગોળ ગળા વાળો બ્લાઉઝ સિવડાવવો જોઈએ.

જો તમે લાંબા હોવ તો તમે ડીપ ગળાવાળો બ્લાઉઝ સિવડાવી શકો છો. તમારા શરીર પ્રમાણે જો તમારો બ્લાઉઝ નહી હોય તો તે તમારી સાડીના લૂકની સાથે સાથે તમારો લૂક પણ બગાડી નાખશે.

એક્સ્ટ્રા પેટર્ન ઉમેરો

image source

ઘણીવાર સાદા બ્લાઉઝમાં બોર્ડર પર સુંદર મજાની લેસ ઉમેરવામાં આવે તો તે એકદમ હટકે સાબિત થાય છે. ઘણીવાર તમે કોઈ શિફોનનું પોત પહેરતા હોવ અને તેની સાથેના બ્લાઉઝમાં ગળા તેમજ બ્લાઉઝની બાંઈમાં કોઈ નેટ, લેસ અથવા તો બજારમાં મળથી તૈયાર બોર્ડર નખાવો તો તે સુંદર લાગે છે.

આ ઉપરાંત તમે તમારા પોતાના આઇડિયાઝનો પણ ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ