મેક અપ રિમૂવ કરવા માટે બેસ્ટ છે આ હોમમેડ ટિપ્સ, ફોલો કરો તમે પણ

મેકઅપ દૂર કરવાના ઘરેલુ સરળ ઉપાયો.

સારા પ્રસંગો માં તેમજ પાર્ટીઓમાં આગવો ધરાવવા માટે આપણે મેકઅપ કરીએ છીએ પણ જેટલી સાવધાની મેકઅપ કરતી વખતે રાખવી પડે છે એટલી જ મેકઅપને દૂર કરતી વખતે પણ સાવધાની રાખવી પડે છે.

સમયસર મેકઅપ દૂર કરવામાં આવે તો તે ચામડીના છિદ્રોને બંધ કરી દે છે જેના કારણે ચહેરા ઉપર ખીલ, કરચલી, એકને તેમજ પિગ્મેન્ટેશન ની સમસ્યા સર્જાય છે.

image source

મેકઅપ માં વપરાતા પ્રસાધનોની ગુણવત્તાની જેમ જ મેકઅપ રિમૂવર તરીકે વપરાતા સાધનો ની ગુણવત્તા પણ મહત્વની બની રહેશે.

કેટલીક મહિલાઓ મેકઅપ માટે મોંઘી અને ગુણવત્તાસભર સામગ્રી વાપરે છે પરંતુ મેકઅપ દૂર કરવા બાબતે મહિલાઓ ગુણવત્તાસભર પ્રસાધન આ બાબતે અજાણ પણ હોય છે અને અપેક્ષા પણ રાખે છે.

દાખલા તરીકે મેકઅપ દૂર કરવા માટે સસ્તા ફેશવોસ નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ ગુણવત્તાસભર પ્રસાધનોના વપરાશ નો અભાવ ત્વચાની ગુણવત્તા પર આવી થઈ શકે છે.

image source

પ્રસાધનોની ગુણવત્તા બાબતે પણ મૂંઝવણ સર્જાઇ શકે છે તેથી અમે તમારી પાસે મેકઅપ દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય સાથે ઉપસ્થિત થયા છીએ.

કોપરેલ

image source

ઘણી બધી રીતે કોપરેલ તેલનો વપરાશ થઇ શકે છે.ખાદ્ય પદાર્થોને સ્વાદિષ્ટ બનાવતું કોપરેલ આપણી ત્વચા તેમજ વાળ માટે પણ અત્યંત લાભદાયક છે.નાળિયેર માં ઘણા જ પોષક તત્વો અને વિટામિન પ્રાપ્ત છે.

નાળિયેરનું તેલ ત્વચા માટે ઉત્તમ ક્લિન્ઝિંગ પુરવાર થાય છે તેથી તે મેકઅપ રિમૂવર તરીકે પણ ઉપયોગી છે.મેકઅપ માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રેમ કેટલેક અંશે ચીકણા હોય છે તેને સરળતાથી દૂર કરી શકાતા નથી.

 

image source

મેકઅપ દૂર કરવા માટે નાળિયેરનું તેલ ચહેરા ઉપર લગાવી તેને પાંચ મિનિટ રહેવા દેવું ત્યાર બાદ રૂ અથવા તો ટિશ્યૂ પેપરથી ચહેરો સાફ કરવો.મેકઅપ સરળતાથી દૂર થાય છે એટલું જ નહીં સ્કીનને પણ પૂરતું પોષણ અને મોઈશ્ચરાઈઝર મળી રહે છે.

દૂધ

image source

ત્વચા સાફ કરવા માટે દૂધ પણ ઉત્તમ ક્લિન્ઝિંગ નું કામ કરે છે.પ્રાચીન સમયમાં જ્યારે સાબુની શોધ નહોતી થઈ ત્યારે દૂધનો ઉપયોગ કરવામાં આવતો હતો.મેકઅપ રિમૂવ કરવા માટે પણ દૂધનો ઉપયોગ કરી શકાય છે.

ચહેરા ઉપર દૂધ લગાવી થોડીવાર બાદ કોટનથી સાફ કરી લેવું.મેકઅપ તો સારું થશે જ પણ સાથે સાથે ચામડી પણ ચોખ્ખી થઇ જશે.

મધ તેમજ બેકિંગ સોડા

image source

માધુ તેમજ બેકિંગ સોડા નુ મિશ્રણ પણ મેકઅપ રિમૂવર તરીકે વાપરી શકાય છે.કોટન ઉપર થોડું મધ અને એક ચપટી બેકિંગ સોડા નાખી તે કોટનથી ચહેરો સાફ કરવાથી પણ મેકઅપ દૂર થાય છે તેમજ શહેરો ચમકી ઊઠે છે.

કાકડી

image source

કાકડીનો રસ ચેહરા ઉપર નેચરલ ક્લીન્ઝર નું કામ કરે છે એટલું જ નહીં કાકડીનો રસ ત્વચાને ટોન કરવાનું કામ પણ કરે છે.કાકડીમાં રહેલું વિટામિન સી વિટામિન કે અને બીટા કેરોટીન ત્વચાને પોષણ પૂરું પાડે છે.

કાકડીનો રસ ત્વચાની મૂળમાંથી સફાઈ કરી શકે છે તેથી મેકઅપ દૂર કરવા માટે પણ કાકડી ઉત્તમ છે.કાકડી ની પેસ્ટ બનાવી તેમાં બદામનું તેલ મિક્સ કરી ચહેરા ઉપર લગાવો થોડીવાર મસાજ કર્યા બાદ ચહેરો ધોઇ નાખવાથી મેકઅપ દૂર થાય છે ચહેરો ચોખ્ખો થાય છે અને ચામડીની ચમક પણ વધે છે.

એલોવીરા અને વેસલીન

image source

આપણે સૌ જાણીએ છીએ કે ત્વચા માટે કુંવારપાઠું એટલે કે એલોવેરા ઉત્તમ માનવામાં આવે છે.એલોવેરા અનેક ઔષધીય ગુણો ધરાવે છે.ત્વચાનું લાવણ્ય જાળવી રાખવામાં એલોવેરા લાભદાયક છે.વેસેલીન પણ ત્વચા માટે મોઈશ્ચરનું કામ કરે છે.

image source

વેસેલીન પેટ્રોલિયમ જેલી માંથી બનાવવામાં આવે છે જેથી તેમાં કોઈ હાનિકારક કેમિકલ્સ હોતા નથી.એલોવેરા તથા વેસેલીનના મિશ્રણને ચહેરા પર થોડી વાર લગાવી રાખવો.મિશ્રણમાં વેસલીન ની માત્રા થોડી વધારે રાખવી.ત્યારબાદ ચોખ્ખું કોટન લઈ ચહેરો સાફ કરવો.

ઉપર દર્શાવેલા તમામ ઘરેલુ ઉપાયો કોઈપણ પ્રકારની આડઅસર વગરનાં છે એટલું જ નહીં સામાન્ય સંજોગોમાં પણ તેનો ક્લીન્ઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ