કાકી ટીના અંબાણીએ શ્લોકા-આકાશની પ્રથમ વેડિંગ એનિવર્સરી પર આપી લાગણીસભર શુભેચ્છા, ક્લિક કરીને જોઇ લો તસવીર

કાકી ટીના અંબાણીએ શ્લોકા-આકાશની પ્રથમ વેડિંગ એનિવર્સરી પર આપી લાગણીસભર શુભેચ્છા

નીતા અંબાણીના દીકરા આકાશ અને વહુ શ્લોકા મેહતા અંબાણીએ 9મી માર્ચે લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી. અને તેમના જીવનના આ મહત્ત્વના પ્રસંગે તેમને તેમની કાકી તકરફથી એક સુંદર શુભેચ્છા મળી છે. તેમના કાકી એટલે ટીના અંબાણી કે જે મુકેશ અંબાણીના નાના ભાઈ અનીલ અંબાણીની પત્ની છે.

image source

ટીના અંબાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આકાશ અને શ્લોકાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો જેની સાથે તેણીએ તેમને ફર્સ્ટ એનીવર્સરી માટે વીશ કરતાં લખ્યું હતું, ‘એક સુંદર યુગલને કે જેઓ હંમેશા એકબીજામાં રત રહે છે, એકબીજાને સંપૂર્ણ મેચ કરે છે, અને હંમેશા પ્રેમથી તરબોળ રહે છે. તેવા શ્લોકા અને આકાશને લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર ખુબ બધી શુભેચ્છાઓ, ભગવાનના આશિર્વાદ હંમેશા તમારા પર રહે.’ આ પોસ્ટ સાથે ટીના અંબાણીએ આકાશ અંબાણીને પણ ટેગ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

ટીનાની આ પોસ્ટ પર તેણીના ઘણા બધા ફેન્સે તેમના કુટુંબના બોન્ડિંગને વખાણ્યું હતું તો કેટલાકે તેણીના સૌંદર્યને વખાણ્યું હતું. એક યુઝરે લખ્યુ હતું, ‘સુંદર – ટીના 25 વર્ષ બાદ તમે જરા પણ નથી બદલાયા !’ તો વળી બીજાએ કમેન્ટ કરી હતી, ‘તમે શાઈન કરી રહ્યા છો !’

અનિલ અંબાણી કરતાં તેના પત્ની એટલે કે ટીના ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેણીના અકાઉન્ટ પર તેણીના 13000 કરતાં પણ વધારે ફોલોઅર્સ છે, ગયા મહીને તેણીએ પોતાના સાસુ કોકીલાબેન સાથેની એક સુંદર તસ્વીર શેર કરી હતી અને તેમને બર્થ ડે પણ વીશ કર્યો હતો. તેણીએ ફોટો શેર કરતાં લખ્યુ હતું, ‘મમ્મી, દરેકે દરેક દિવસ અસંખ્ય રીતે, તમે અમારા બધા માટે પ્રેરણાસ્રોત છો, તમે જે છો તેના માટે તમારો ખુબ આભાર. હેપ્પી બર્થડે !’

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

આ જ અઠવાડિયાની શરૂઆતમા તેણીએ પોતાના જેઠ જેઠાણી એટલે કે મુકેશ અને નીતા અંબાણીને પણ તેમની વેડીંગ એનિવર્સરી પર શુભેચ્છા પાઠવતી પોસ્ટ શેર કરી હતી. તેણીએ પોતાની આ પોસ્ટમાં મુકેશ-નીતા અંબાણીની એક મોનોક્રોમ તસ્વીર શેર કરતાં લખ્યુ હતું, ‘એક એવા યુગલને એનિવર્સરીની શુભકામનાઓ કે જેઓ હંમેશા એકબીજામાંથી ઉત્તમ શોધી લે છે ! તમને ખૂબ બધો પ્રેમ અને ખુશી મળે તેવી પ્રાર્થના.’

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

શ્લોકા અને આકાશની વાત કરીએ તો તેમણે પોતાની પ્રથમ એનીવર્સરી કેવી રીતે ઉજવી તેના કોઈ અહેવાલ મળી શક્યા નથી. પણ શ્લોકાની નણંદ અને મુકેશ અંબાણીની એકની એક દીકરીએ પોતાના વરલી ખાતેના 450 કરોડના બંગલોમાં પોતાના ખાસ મિત્રો તેમજ સગા સંબંધીઓ માટે હોલી પાર્ટીનું આયોજન કર્યું હતું. અને તે સેલીબ્રેશનની વિડિયો તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

image source

ગયા વર્ષે 9મી માર્ચે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્ન થયા હતા. જેમાં સમગ્ર દેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અને મુકેશ અંબાણીના ખાસ વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી હતી જેમાં યુ.એસ.એના પૂર્વ રાષ્ટ્રપતિના પત્ની હીલેરી ક્લીન્ટનનો પણ સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ