જાણો એવુ તો શું થયુ કે ટીકુ તલસાણીયા પાસે કામ નથી અને ઘરે બેસવુ પડ્યુ છે..

90ના દાયકામાં લોકોને હસાવીને લોથપોથ કરનારા કોમેડિયન ટીકુ તલસાણીયા આજે શું કરી રહ્યા છે

બોલીવૂડમાં કેટલાક લોકો વનફિલ્મ વન્ડર બની જતાં હોય છે તો કેલાક લોકો સેંકડો ફિલ્મો કરી લેતા હોય છે. ફિલ્મમાં માત્ર હીરો હીરોઈના જ પાત્રો મહત્ત્વના નથી હોતા પણ તેને સપોર્ટ કરતાં પાત્રોનો પણ એક આગવો જ જાદૂ હોય છે. ફિલ્મોમાં કોમેડિયનોની એક અલગ જ કેટેગરી છે. 50-60ના દસકામાં તો કોમેડિયનોને ફિલ્મમાં ખાસ સ્થાન આપવામાં આવતું હતું. તેમના માટે સ્પેશિયલ ગીત મુકવામાં આવતું હતું.

image source

જો તમે જૂની ફિલ્મો જોઈ હશે તો મેહમૂદ તેમજ જોની વોકરના સોંગ્સને પણ જોયા હશે. ‘જાને કહાં મેરા જીગર ગયા જી’ આ ગીત જાણીતા કોમેડિયન જોહ્ની વોકર પર ફિલ્માવવામાં આવ્યું હતું જે સુપરહીટ હતું અને આજે પણ લોકો તેને ગણગણે છે.

image source

આજે અમે તમારી સમક્ષ વાત કરીશું 80-90ના દાયકાના જાણીતા કોમેડિયન તીકુ તલસાણીયાની. અત્યાર સુધીમા ટીકુ તલસાણીયાએ લગભગ 200 ફિલ્મો તેમજ સિરિયલોમાં કામ કર્યું છે. તેમની જાણીતી ફિલ્મોમાં વક્ત હમારા હૈ, અંદાઝ અપના અપના, રાજા, રાજા હિન્દુસ્તાની, ઇશ્ક જુડવા, હીરો નં. 1, દેવદાસ, સ્પેશિયલ 26 વિગેરેનો સમાવેશ થાય છે. તેમણે બોલીવૂડના ટોપ સ્ટાર્સ, આમીર ખાન, અજય દેવગણ, સલમાન ખાન, ઋતિક રોશન વિગેરે સાથે કામ કર્યું છે.

image source

સિરિયલોની વાત કરીએ તો તેમણે પોપ્યુલર સિરિયલ યેજો હૈ જીંદગીમાં 1984માં કામ કર્યું હતું અને તેમના કામને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું, આ ઉપરાંત તેમણે યે દુનિયા ગજબ કી, હમ સબ ભારતી, સજન રે જૂઠ મત બોલો, ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ, પ્રિતમ પ્યારે ઔર વોહ ઉપરાંત પણ ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે. પણ હાલ તેઓ શું કરી રહ્યા છે તેની કોઈ જ ખબર નથી.

image source

ટીકુ તલસાણીઆ મૂળે એક થિયેટર આર્ટિસ્ટ છે તેમણે અગણિત નાટકોમાં કામ કર્યું છે. તેમણે અત્યાર સુધી ભજવેલા બધા જ પાત્રો લોકોને ખૂબ પસંદ આવ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી એક્ટિંગ ક્ષેત્રે નથી જોવા મળ્યા. જો કે તે પાછળ તેમને કામ નથી મળતું તેવું કંઈ નથી પણ તેમને તેમની પસંદગીની ઓફર નથી મળતી માટે તેઓ અભિનયથી દૂર રહ્યા છે.

image source

ટીકુ તલસાણીયા ફિલ્મોમાં આવ્યા પહેલાં સિરિયલમાં કામ કરતાં હતા. તેમને સૌપ્રથમવાર ફિલ્મોમાં 1986માં આવેલી ફિલ્મ પ્યાર કે દો પલમાં કામ કરવાનો અવસર મળ્યો. તેમણે મોટે ભાગે કોમેડી પાત્રો જ ભજવ્યા છે. તેમના ભાગે ગંભીર પાત્રો ભજવવાના ખૂબ ઓછા આવ્યા છે. જો ગંભીર પાત્રની વાત કરીએ તો તેમણે1993માં આવેલી ફિલ્મ વક્ત હમારા હૈમાં ગંભીર અભિનય આપ્યો હતો.

image source

તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે થિયેટર આર્ટિસ્ટ અને ક્લાસિકલ ડાન્સર દીપ્તી સાથે લગ્ન કર્યા છે. તેમના બે સંતાન છે દીકરો રોહન અને દીકરી શિખા તલસાણીયા, તેણી પણ એક અભિનેત્રી છે. તેઓ આજે ભલે અભિનયથી દૂર હોય પણ પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ