એક વાર વાંચી લેશો જંક ફૂડ ખાવાથી થતા આ નુકસાન વિશે, તો આપોઆપ જ કરી દેશો ઓછુ ખાવાનું

જંક ફૂડનો ચટાકો કરાનારા ચેતીઆ જાઓઃ બીમારીઓનું ઘર છે જંક ફૂડ

image source

જ્યારે ક્યારેય પણ તમારી તબિયત ખરાબ થાય ત્યારે ડોક્ટર તો શું પણ કોઈ પણ સામાન્ય માણસ તમને પ્રથમ પ્રશ્ન એ જ પુછે છે કે ભઈ શું ખાધું હતું?

ત્યારે તે તમારા મોઢે કોઈ પણ જંકફૂડનું નામ સાંભળે એટલે તરત જ બોલી ઉઠે છે કે આવું ખાશો તો તબિયત તો ખરાબ થશે જ ને !

image source

સમગ્ર જગતમાં જંકફૂડ એ સ્વાસ્થ્યના દૂશ્મન તરીકે પંકાઈ ગયું છે. તેમ છતાં આજે લાખો કરોડો રૂપિયાનો જંકફૂડનો ધંધો ચાલુ છે અને લોકો ખુબ જ ઉત્સાહથી અને ચટાકા લઈ લઈન તેને ખાતા હોય છે.

એક રિસર્ચ પ્રમાણે જંક ફૂડમાં મીઠું, ચરબી, તેમજ ટ્રાન્સ ફેટનું પ્રમાણ પુષ્કળ હોય છે અને આ બધું જ તમારા શરીરને નુકસાન કરવા માટે પુરતા છે, તેનાથી તમે મેદસ્વી બની શકો છો, તમને હૃદયની બિમારીઓ થઈ શકે છે, અને વારસામાં ન હોય તો પણ તમને ડાયાબીટીસ પણ થઈ શકે છે.

image source

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમનેટ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેના માટે તેમણે 30-35 જંક ફૂડ્સના સેંપલ લીધા હતા, તેમાં વિવિધ બ્રાન્ડની ચીપ્સ, પેક્ડ સૂપ, ફરસાણ, નૂડલ્સ, ફ્રોઝન પોટેટો ફ્રાઇઝ, પીઝા, તેમજ બ્રેડની આઇટમોનો સમાવેશ થતો હતો.

અને આ બધા જ સેંપલ દીલ્લીમાં આવેલી ખાણીપીણીની દુકાનોમાંથી લેવામાં આવ્યા હતા.

image source

આ સંશોધન સંસ્થા પ્રમાણે એક વ્યક્તિને દિવસમાં જરૂરી ઉર્જા મેળવવા માટે 2000 ગ્રામ કેલેરીની જરૂર પડે છે. તેમા મીઠાનું પ્રમાણ 5 ગ્રામ જેટલું, કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ 300 ગ્રામ જેટલું, ફેટનું પ્રમાણ 60 ગ્રામ જેટલું, ટ્રાન્સફેટનું પ્રમાણ માત્ર 2.2 ગ્રામ જ હોવું જોઈએ.

પણ જ્યારે સંશોધન સંસ્થાએ મંગાવેલા સેંપલ તપાસ્યા તો જાણવા મળ્યું કે ડોમિનોઝના વેજ પિઝામાં 7.50 ગ્રામ મીઠું હતું જે તમારી દિવસની જરૂરિયાત કરતાં પચાસ ટકા વધારે હતું અને જો નોન વેજ પિઝાની વાત કરીએ તો તેમાં પાંચ ગ્રામ મીઠું હતું.

image source

જે તમારા આખા દીવસની જરૂરિયાત માટે પુરતું હતું. માટે તમે જો એક ડોમિનોઝ નોનવેજ પિઝા ખાઓ તો તેના પર તમે પછી બીજું એક ગ્રામ મીઠુ પણ વધારે ન લઈ શકો. હવે જો પિઝાની ફેટ તેમજ ટ્રાન્સફેટની વાત કરીએ તો તે આ પિઝામાં 25 ટકા કરતાં પણ વધારે હતાં.

જો તમને મેકડોનાલ્ડ્સનું પનીર રેપ ભાવતું હોય તો તમને જણાવી દઈએ કે જે પનીર રેપ તમને માત્ર દીવસના ચોથા ભાગની જ એનર્જી આપે છે તેમાં દીવસની જરૂરિયાતનું મોટા ભાગનું મીઠું એટલે કે 4 ગ્રામ મીઠું હોય છે અને 45 ગ્રામ ચરબી હોય છે.

હવે તમે જો સબવેની સેન્ડવિચેના શોખીન હોવ તો એ વિષે પણ થોડું જાણી લો. સબવેમાં મળતી પનીર સેન્ડવિચમાં દીવસની જરૂરિયાતનું પોણા ભાગનું મીઠુ હોય છે. જ્યારે તેની ચિકન સેન્ડવિચમાં પાંચ ગ્રામ મીઠુ, 0.62 ગ્રામ ટ્રાન્સ ફેટ અને 39 ગ્રામ ફેટ સમાયેલા હોય છે.

સંશોધન સંસ્થાએ કેટલીક જાણીતી બ્રાન્ડના પેકેટ પર લખવામાં આવેલી વિગતોને પણ ખોટી પાડી છે.

image source

જેમ કે હલ્દીરામના જે નટ ક્રેકર છે તેના રેપર પર લખવામાં આવ્યું છે તેના કરતાં તેમાં 4.6 ગણું વધારે ટ્રાંસ ફેટ મળ્યું, જ્યારે ડોમિનોઝ નથી તો પોતાના પેકેટ પર કે નથી તો તેમની વેબસાઇટ પર ટ્રાન્સ ફેટ વિષે કોઈ જાણકારી આપતા. પણ વાસ્તવમાં તેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે હોય છે.

હવે જો તમે રેગ્યુલર મેગી લેવાનું બંધ કરીને પતંજલીની આટા નૂડલ્સ લેવાનું શરૂ કરી દીધું હોય તો તમને જણાવી દઈએ કે તેમાં આખા દીવસની જરૂરિયાતનું મીઠું વાપરવામાં આવે છે. તેમાં મીઠાનું પ્રમાણ 4.25 ટકા વધારે છે.

image source

મીઠાનું યોગ્ય પ્રમાણ શરીર માટે શા માટે જરૂરી છે તે જાણો

ઉપર વાંચીને તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે તમારે દીવસમાં પાંચ ગ્રામથી વધારે મીઠું ન લેવું જોઈએ. દીવસ દરમિયાનના ભોજનની વાત કરીએ તો આપણે આખા દિવસમાં ત્રણ ટાઇમનું ભોજન અને બે સમયનો નાશ્તો કરતાં હોઈએ. ચલો માની લીધું કે તમે ત્રણ ટાઈમ ભોજન નથી લેતાં પણ બે ટાઈમ તો લેતા જ હશો.

image source

તે પ્રમાણે તમારે તમારી દીવસની પાંચ ગ્રામની મીઠાની જરૂરિયાતને આ ચાર ભાગમાં યોગ્ય રીતે વહેંચવું જોઈએ. તેની સામે તમને બજારમાં મળતી મેગી કે પછી પતંજલી નૂડલ્સના એક જ સર્વિંગમાં લગભગ 4 ગ્રામ મીઠું આપી દેવામાં આવે છે.

જે તમારા માત્ર નાશ્તા પુરતું જ હોય છે. તેનો અર્થ એ થાય કે આ નૂડલ્સ ખાધા બાદ તમે જે કંઈ પણ ખાઓ તેમાં મીઠાનું પ્રમાણ સદંતર હોવું જ ન જોઈએ અથવા તો નહીંવત હોવું જોઈએ.

image source

શરીરને જરૂરિયાત કરતાં વધારે મીઠુ આપવાથી હાઈ બ્લડ પ્રેશરની અને આ ઉપરાંત પણ ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે છે.

ફેટ અને ટ્રાન્સ ફેટ માટેનું યોગ્ય પ્રમાણ જાણો

ઉપર જણાવ્યું તે પ્રમાણે તમારે દિવસ દરમિયાન 60 ગ્રામ ફેટ અને 2.2 ગ્રામ ટ્રાન્સ ફેટ લેવી જોઈએ. તેથી વધારે લેવાથી તમારા શરીરને નુકસાન થાય છે.

image source

મેગી કે પતંજલી નૂડલ્સની વાત કરીએ તો તેમાં ફેટનું પ્રમાણ અનુક્રમે 14.93 ગ્રામ અને 22.06 ગ્રામ હોય છે. એટલે કે અહીં પતંજલી નૂડલ્સમાં મેગી નૂડલ્સ કરતાં પણ વધારે ફેટ છે.

ભલે તમે એવું માનતા હોવ કે દીવસની 60 ગ્રામની ફેટની જરૂરિયાત સામે તમે નૂડલ્સમાંથી માત્ર 22.06 ગ્રામ જ ફેટ લેતા હોવ પણ તે તમારા પેટને થોડા સમય માટે જ ભરેલું રાખે છે.

image source

થોડા સમય બાદ તો તમારે વળી પાછું કંઈક ખાવું જ પડે છે અને તે વખતે ફરી તમે ખોરાક દ્વારા ફેટ લો છો. માટે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારા શરીર માટે જે મીઠું, કાર્બોહાઇડ્રેટ, ફેટ, ટ્રાન્સફેટ વિગેરેના યોગ્ય પ્રમાણને ધ્યાનમાં રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ