જેકી શ્રોફે ટાઈગરના લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો, પિતાએ કહ્યું-આની સાથે ટાઈગરે લગ્ન કરી લીધા છે

ટાઇગર તેની પર્સનલ લાઇફની સાથે તેની પ્રોફેસનલ લાઇફને લઇને પણ ધણો ચર્ચામાં રહે છે. ટાઇગર અને બોલિવુડ હોટ એક્ટ્રેસ દિશા પટાણીના અફેરની વાતો હમેંશા ચર્ચાનો વિષય બનતી હોય છે. બોલિવૂડનો ચહિતા અભિનેતા ટાઇગર શ્રોફ 31 વર્ષનો થઈ ગયો છે. તેના પરિવારજનોએ ટાઇગરના જન્મદિવસ માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો.

image source

ટાઇગરના પિતા અભિનેતા જેકી શ્રોફે હિન્દુસ્તાન ટાઇમ્સની ખાસ વાતચીતમાં આ માહિતી આપી છે. આ સાથે જ ટાઇગરના લગ્ન માટે એક રહસ્ય પણ ખોલવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેના એક વિશેષ ઇન્ટરવ્યુમાં જ્યારે જેકીને ટાઇગરની ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે ટાઈગરનાં લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે જેકી શ્રોફે કહ્યું હતું કે, ટાઇગરના લગ્ન થઈ ગયા છે. તેણે તેના કામ સાથે લગ્ન કર્યા છે.

IMAGE SOURCE

ટાઇગર વિશે વધારે વાત કરીએ તો, મુંબઈમાં 1990માં બીજી માર્ચે જન્મેલા ટાઈટગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે જે ઘણાં ઓછા લોકો જાણે છે. મળતી માહિતી મુજબ, તેના ઘરનું નામ ટાઇગર હતું, તેથી તેને ઓનસ્ક્રીન પણ એજ રાખવાનું પસંદ કર્યું હતું. તેના પિતા આ વિશે વધારે જણાવે છે કે, તેણે તેના કામ સાથે લગ્ન કર્યા છે તેથી તેમને હવે નથી લાગતું કે, ટાઇગર તેના કામથી ધ્યાન હટાવશે કારણ કે, જ્યારે પણ તે કંઇક કરવાનું નક્કી કરે છે, ત્યારે તે ફક્ત તેના પર જ ધ્યાન કેન્દ્રિત રાખે છે. જેકી આગળ કહે છે કે, જો તે લગ્ન કરે છે, તો હું જાણું છું કે તે પછી તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેકી શ્રોફે કહ્યું કે તે બાળપણથી જ એક સ્વપ્નદ્રષ્ટા હતો અને તે જાણતો હતો કે તેના જીવનમાં શું કરવું જોઈએ. જ્યારે તે મને તેના સપના વિશે કહેતો, ત્યારે હું ખૂબ જ ખુશ થતો.

image source

તેમનાં કામ કરવાની રીતની વાત કરતા જેકી કહે છે કે, તેની મહેનત અને હિંમતનો હું પોતે સાક્ષી છું. જેથી હું કહી શકું છું કે તે એ જ બાબતો પર પણ ધ્યાન આપી રહ્યો છે જેના પર ધ્યાન આપવાની અત્યારે સૌથી વધારે જરૂરી છે. આ વાતને નજર કરીએ તો ખરેખર, શ્રોફનું નામ લાંબા સમયથી અભિનેત્રી દિશા પટની સાથે હોવાની વાતો સામે આવતી રહેલી છે. આ બંને ઘણીવાર સાથે જોવા મળતાં રહેતાં હોય છે જેથી આવી વાતોને વેગ મળી જાય છે.

image source

આમ તો ટાઇગર પહેલા થોડું ઘણું નામ બનાવેલ વ્યક્તિ હતો પરંતુ ફેમસ થવાની વાત કરીએ તો તે કહાની હીરોપંતી મૂવીના રિલીઝ થતાની સાથે જ શરૂ થઈ હતી. હવે તો ટાઇગર લોકોમાં લોકપ્રિય થઇ ગયો છે અને તે ફિલ્મે પણ તે સમયે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

image source

ફક્ત એક્ટિંગની જ નહિ ટાઇગર ખુબ સરસ અંદાજમાં ડાંસ કરે છે, તેથી લોકો તેની એક્ટિંગ કુશળતાથી અને સાથે સાથે તેના ડાંસના દીવાના થઇ ગયા છે. બોલિવુડમાં ટાઇગરની બોલ-બોલા વધી ગઈ છે. તેની સાથે ટાઇગરે ત્રણ મ્યુઝિંક આલ્બમ પણ કર્યા છે. જેમા તેને પોતાનો ડાન્સનો જાદુ બતાવ્યો છે. ટાઇગર હોલિવુડ સ્ટાર માઇકલ જેક્શનના બહુ મોટા ફેન છે અને માઇકલને તે પોતાના આઇડલ માને છે.

image source

મીડિયામાં એવા પણ સમાચાર છે કે, ટાઇગર શ્રોફ અને દિશા પટણી એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, આ બંનેએ હજી સુધી તેમના સંબંધ અથવા પ્રેમ વિશે મીડિયા સામે ખુલીને વાત કરી નથી. તાજેતરમાં જ ટાઇગર અને દિશા વેકેશનની મજા માણવા માલદીવ ગયા હતા, બંનેએ એક સાથે એક ફોટો પણ શેર કર્યો નથી. ત્યારે દિશા અલગ જ અંદાજમાં જોવા મળી હતી. વાત કરીએ આ સમયે મળેલાં ફોટોની તો દિશા સફેદ બિકિનીમાં જોવા મળી હતી અને ત્યારે નવા વર્ષના અવસર પર તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!