ફોન પર આવેલો આવો ટેક્સ મેસેજ ખાતું કરી દેશે ખાલી

કોરોના કાળમાં દેશભરમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. લોકો રોજીંદા નાણાકીય વ્યવહારો માટે પણ બેન્કની એપ, પેટીએમ જેવા વિકલ્પોને પસંદ કરવા લાગ્યા છે. આ રીતે પેમેન્ટ કરવાથી બેન્કો પણ લોકોને રિવોર્ડ પોઈન્ટ, કેશબેક જેવી ઓફરનો લાભ આપે છે. જો કે જેમ જેમ ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ ફ્રોડનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. હૈકર્સ નવી નવી રીતો વડે લોકોને છેતરી તેમના ખાતા સફાચટ કરી દેતા હોય છે. શરુઆતમાં તો ઓટીપી મેળવી અને ફ્રોડ કરવામાં આવતાં હતા. પરંતુ તેને લઈ લોકો ગંભીર થયા છે તો હૈકર્સે લોકોને ટેક્સ મેસેજ કરી ચુનો ચોપડવાનું શરુ કર્યું છે.

image source

નેટ બેકિંગ અને ડિજિટલ ટ્રાંઝેકશન વધ્યા બાદ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ પણ વધી ગઈ હતી. તેના કારણે સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા એટલે કે એસબીઆઈએ તેના ગ્રાહકોને આવા ફ્રોડથી બચવા ચેતવણી આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે તે ઓનલાઈન ફ્રોડથી બચે.

image source

આ અંગે બેન્કે ટ્વીટ કર્યું છે. બેન્કે ટ્વીટમાં લખ્યું છે કે, “ અમને એવું જાણવા મળ્યું છે કે સાયબર અપરાધી એસબીઆઈના ગ્રાહકોના ફોન નંબર પર રિવોર્ડ પોઈન્ટ માટે મેસેજ મોકલી રહ્યા છે. એસએમએસમાં તેઓ એક લિંક મોકલે છે જેના પર ક્લિક કરી અને રિવોર્ડ પોઈન્ડ કલેક્ટ કરવા કહેવામાં આવે છે અને તેના બહાને તે ગ્રાહકોના સંવેદનશીલ ડેટાને કલેક્ટ કરી લે છે. “

image source

બેન્કે ગ્રાહકોને આ અંગે સાવધાન કરતાં કહ્યું છે કે લોકો પોતાની કોઈપણ પ્રકારની સંવેદનશીલ જાણકારી જેમકે ડેબિટ કાર્ડ નંબર, પિન, ઓટીપી, સીવીવી અને પાસવર્ડની જાણકારી કોઈને પણ આવી જોઈએ નહીં. આ ઉપરાંત એસએમએસ કે ઈમેલમાં આવતી લિંક પર ક્લિક પણ કરવું જોઈએ નહીં. બેન્ક ક્યારેય કોઈપણ ગ્રાહકને આ રીતે મેસેજ કે ઈમેલ કરતી નથી.

image source

એસબીઆઈએ જણાવ્યું હતું કે બેન્ક ક્યારેય ગ્રાહકને ફોન, મેસેજ કે ઈમેલ કરી તેમની જાણકારી લેતી નથી કે ન તો કોઈ ઓફર આપે છે. તેથી આવી લિંકથી સાવધાન રહેવું જોઈએ. આવા મેસેજ ફ્રોડ હોય છે અને તે લિંક પર ક્લિક કરવાથી લોકોના ખાતામાંથી પૈસા પણ ઉપડી શકે છે.

image source

હૈકર્સે અનેક યૂઝર્સને ટેક્સ મેસેજ કરી તેમને 9000થી વધુના એસબીઆઈ ક્રેડિટ પોઈંટ રિડીમ કરવા અનુરોધ કર્યો હતો. આ વાત પર એસબીઆઈએ લોકોને ચેતવ્યા હતા. જણાવી દઈએ કે હૈકર્સના નિશાન પર દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચૈન્નઈ અને અમદાવાદના લોકો છે. આવા મેસેજમાં જે લિંક આવે છે તેના પર ક્લિક કરશો તો તમે એસબીઆઈની નકલી વેબસાઈટ પર પહોંચશો જ્યાં પોઈંટ રિડિમ કરવા માટે તમારી પાસેથી અકાઉન્ટ વિગતો લેવામાં આવશે. આ વિગતો આપવા પર તમને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત