ટાઈગર શ્રોફે યાદ કર્યા ગરીબીના દિવસો, તે દિવસોમાં તેને જમીન પર સુવા મજબુર થવું પડ્યું હતું

ટાઈગર શ્રોફ આજે સેંકડો ટીનએજથી માંડીને યુવાન યુવતિઓના શમણાનો રાજકુમાર બની ગયો છે, તો વળી કેટલાયે યુવાનોનો ફીટનેસ આડલ બની ગયો છે. આજે તેના ડાન્સ મુવ્ઝ તેમજ તેના ફાઇટ મુવ્સના લોકો કાયલ છે. પણ તમે કદાચ એ નહીં જાણતા હોવ કે ટાઈગર શ્રોફે પણ કપરી ગરીબીના દિવસો જોયા છે.


ટાઈગર શ્રોફના પિતા એટલે કે જેકી શ્રોફ આમ તો એક ગરીબ કુટુંબમાંથી આવનારા વ્યક્તિ હતાં. તેમણે ફિલ્મોમાં સફળ થવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવ્યા બાદ તેઓ ધીમે ધીમે એક સ્થિર આર્થિક સ્થિતિમાં આવી ગયા હતા. પણ તેમણે લીધેલા કેટલાક જોખમોના કારણે એક વખત એવો આવી ગયો હતો તેમના કુટુંબે ગરીબીમાં જીવવાનો વારો આવ્યો હતો.


ટાઇગર શ્રોફ આજે લાખો દીલોની ધડકન બની ગયો છે અને પોતાના કામ તેમજ લગનથી મેળવેલી સિદ્ધિને કારણે તે આજે એક લક્ઝરિયસ જીવન જીવી રહ્યો છે પણ તેણે પણ એક વખત ગરીબીનો સામનો કરવો પડ્યો હતો તેને પણ જમીન પર સુવાનો વારો આવ્યો હતો.


તાજેતરમાં તેની આવનારી ફિલ્મ વૉર ના પ્રમોશ હેતુ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેને જ્યારે તેનિ ફિલ્મો નિષ્ફળ જવાના ડર વિષે તેને પુછવામાં આવ્યું ત્યારે તેણે ખુબ જ લાગણીસભર થતાં પોતાના આ કપરા દિવસોને યાદ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ઘરમાં પૈસા નહીં હોવાથી ઘરનો ખર્ચો ચલાવવા માટે ઘરનું ફર્નિચર પણ વેચવાનો વારો આવ્યો હતો. પણ તે વખતે તે એટલો નાનો હતો કે તેને નહોતી ખબર કે આ બધું શું થઈ રહ્યું હતું.


આ બાબતે વધારે વિગત આપતા તેણે જણાવ્યું હતું કે તે સમયે તે માત્ર 11 જ વર્ષનો હતો. તે વખતે એટલે કે 2001માં તેની માતા, આયેશા શ્રોફના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ બૂમ બનાવવામાં આવી હતી જેમાં અમિતાભ જેવા મોટા મોટા સ્ટાર્સને લેવામાં આવ્યા હતા પણ આ ફિલ્મ બોક્ષ ઓફિસ પર ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. આ નિષ્ફળતાના કારણે ઘણી મોટી ખોટ થઈ હતી અને કુટુંબને કપરી ગરીબીનો સામનો કરવો પડ્યો હતો.


તે આ વિષે લાગણી સભર થતાં જણાવે છે, ‘તે સમય મને સારી રીતે યાદ છે કે કેવી રીતે તે ખરાબ સમય અમારા માટે તકલીફો લઈને આવ્યો હતો. અમારા ઘરનો કીમતી સામાન અને બધું જ ફર્નીચર એક-એક કરીને વેચાઈ ગયું હતું. જે વસ્તુઓને જોતાં-જોતાં હું મોટો થયો હતો, તે બધું જ ધીમે ગાયબ થવા લાગ્યું હતું. છેવટે મારા બેડને પણ વેચી દેવો પડ્યો અને મારે જમીન પર સુવુ પડ્યું હતું. એમ કહી શકાય કે તે મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો.’


અત્યાર સુધીમાં ટાઈગરની ઘણી બધી ફિલ્મો આવી ગઈ જેમાંથી 2-3 ફિલ્મો જ હીટ ગઈ છે તેમ છતાં તેની ક્યાંય પણ ટીકા નથી કરવામાં આવી જોકે ફ્લાઇંગ જાટ તેમજ સ્ટુડન્ટ ઓફધી યર માટે તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો તમ છતાં તેની પાસે સતત નવી-નવી ફિલ્મોની ઓફરો આવ્યા કરે છે.

હાલ તે રિતિક રોશન સાથે ફિલ્મ ‘વૉર’ કરી રહ્યો છે જેનું લગભગ બધું જ શુટિંગ પુર્ણ થઈ ગયું છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. આ ફિલ્મના એક્શન સિન્સ તેમજ તેના ટ્રેલર અને ગીતોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ બીજી ઓક્ટોબરે રિલિઝ થવા જઈ રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ