કુંડળીમાં હશે આવા ગ્રહો, તો તમે રાતોરાત થઇ જશો ફેમસ અને લોકો ભરપેટ કરવા લાગશે તમારા વખાણ

કુંડળીમાં ગ્રહો હોય આવા ત્યારે વ્યક્તિ રાતોરાત પ્રખ્યાત થાય છે Film industry

image source

ફિલ્મી દુનિયાની પ્રસિદ્ધિથી આપણે સૌ પરિચિત છીએ. તેમાં પ્રખ્યાતિ, નામના, ધન બધું જ મળે છે. એટલા માટે જ તો હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ ફિલ્મજગતમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે મુંબઈ જાય છે. ફિલ્મ જગતમાં યુવાવર્ગને તેની પ્રતિભાના આધારે કામ અને નામના મળે છે.

કેટલાક લોકોમાં આ કલાકારી હોય છે પરંતુ તે વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ નામ કમાઈ શકતા નથી. જ્યારે કેટલાક લોકો રાતોરાત ફિલ્મોમાં ચમકી જાય છે. આમ થવા પાછળ ગ્રહોનો પ્રભાવ જવાબદાર હોય છે. વ્યક્તિના ગ્રહ તેને ફિલ્મોમાં સફળ બનાવવા પાછળ કામ કરી જતા હોય છે.

image source

ફિલ્મી દુનિયાના કાર્યક્ષેત્રને કુંડળીના દશમ ભાવથી જોવામાં આવે છે. જો દશમ સ્થાન અને દશમ સ્થાનનો સ્વામી ગ્રહ મજબૂત હોય તો ફિલ્મી દુનિયામાં જાતક પ્રવેશ કરી શકે છે. આ દુનિયામાં સૌથી મહત્વનું મન હોય છે કારણ કે મન શરીરમાં ભાવના પ્રગટ કરવાનું કામ કરે છે.

ફિલ્મોમાં શરીરને પણ રોલ અનુસાર ઢાળવું પડે છે. મનનો સ્વામી ચંદ્ર હોય છે. જો ચંદ્ર બળવાન હોય અને તેનો સંબંધ દશમ સ્થાન કે બીજા સ્થઆન સાથે હોય તો જાતક ઉત્તમ કોટિનો કલાકાર બને છે.

image source

આ ઉપરાંત જો લગ્નનો સ્વામી તૃતીય ભાવ સાથએ સંબંધ રાખતો હોય તો પણ જાતક ફિલ્મી દુનિયામાં જઈ શકે છે. કારણ કે તૃતીય ભાવ સંચાર, મીડિયાના પ્રકારનો છે. આ સ્થાનનો સ્વામી બળવાન હોય અને લગ્નમાં તેનો સંબંધ હોય તો વ્યક્તિ પ્રસિદ્ધ થાય છે.

શુક્ર ગ્રહ ચમક-દમક દર્શાવે છે. શુક્ર ગ્રહનો પણ અભિનય સાથે સંબંધ હોય છે. કારણ કે શુક્ર કલા, નૃત્ય, સંગીત, અભિનય સાથે જોડાયેલો છે. જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ પંચમ સ્થાન અથવા તેના સ્વામી ગ્રહ સાથે સંબંધમાં હોય તો વ્યક્તિ અભિનય ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરે છે. આ જાતકોની અભિનય કલા પણ ઉત્તમ હોય છે.

image source

જન્મ કુંડળીમાં પંચમ સ્થાનને મનોરંજનનું અને દશમ સ્થાનને કર્મ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે જો પંચમ અને દશમ ભાવના સ્વામીઓને આપસમાં સંબંધ હોય તો વ્યક્તિ અભિનય ક્ષેત્રમાં જાય છે.

બુધ ગ્રહ જે વાણીનો સ્વામી છે એટલા માટે બુધનો શુક્ર અને મનના કારક ચંદ્રમા સાથે સંબંધ હોય અને લગ્નનો સ્વામી બળવાન હોય તો તે વ્યક્તિ બોલવામાં અને વક્તવ્યમાં સારી રુચિ અને શક્તિ ધરાવે છે. આવા લોકો પોતાની વાણીના જાદૂથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં રાજ કરે છે.

image source

લગ્ન ભાવમાં શુભ ગ્રહ હોય અને લગ્નનો સ્વામી બળવાન હોય તો દશમ સ્થાનનો સ્વામી અને પંચમ સ્થાનનો સ્વામી એકબીજા સાથએ બિરાજમાન હોય તો તેને અભિનય ક્ષેત્રમાં સફળતા મળે છે. શુક્ર, બુધ અને ચંદ્ર જો એક સાથે હોય અને તેમના પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો આવા ગ્રહ યોગ પણ વ્યક્તિને અભિનય ક્ષેત્ર સુધી લઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ