રાખો આ લિપસ્ટિક ગન તમારી સાથે, જાણો કેવી રીતે કરશે યુવતીઓની ખાસ રક્ષા

ભારતીય યુવાને બનાવી યુવતિઓની રક્ષા કરતી લીપસ્ટીક ગન

image source

આજના જમાનામાં સ્ત્રી પરની હિંસા દીવસેને દીવસે વધી રહી છે. દુનિયાના કોઈ ખૂણે સ્ત્રીની સુરક્ષાની સતત ચિંતા રહ્યા કહે છે ત્યારે તેવા સમયમાં વારાણસીના એક યુવાને ગજબની શોધ કરી છે.

તેણે મહિલાની સુરક્ષા કરતું એક નાનકડું ગેજેટ બનાવ્યું છે. અને આ ગેજેટ કોઈ પણ મહિલા હોંશે હોંશે પોતાના પર્સમાં રાખવા તૈયાર થઈ જશે કારણ કે આ ગેજેટ છે મહિલાઓની માનીતી લિપસ્ટિક.

image source

હા વારાણસીના આ યુવાને લિપ્સટિક ગન બનાવી છે જેનાથી મહિલાઓ પોતાની રક્ષા કરી શકશે. આ લિપસ્ટિક દેખાવે કોઈ પણ સામાન્ય લિપસ્ટિક જેવી જ દેખાય છે.

આ યુવકનું નામ છે શ્યામ ચોરસિયા. તે હંમેશથી એક વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન ધરાવતો હતો અને આ શોધ કરીને તેણે પોતાની જાતને છેવટે વૈજ્ઞાનિક બનાવી જ દીધો છે.

image source

આ લિપસ્ટિકની ખાસીયત એ છે કે કટોકટીના સમયે તેને વાપરવાથી તેમાંથી પોલીસના ઇમર્જન્સી નંબર પર એક સિગ્નલ મોકલવામાં આવે છે જે દ્વારા પોલીસને ખ્યાલ આવે છે કે આ મહિલા મુશ્કેલીમાં છે. આ લિપ્સ્ટિકમાં એક નાનું બટન આપવામાં આવ્યું છે તેને દબાવતા જ તેમાંથી એક મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવે છે.

શ્યામ ચોરસિયા પોતાના આ ઇનોવેશન બાબતે વિગતે જણાવતા કહે છે કે, જ્યારે કોઈ મહિલા મુશ્કેલીમાં મુરાઈ જાય ત્યારે આ લિપસ્પિકના સોકેટમાં આવેલું બટન પ્રેસ કરીને તે પોતાની જાતને બચાવી શકશે.

image source

કારણ કે તે ટ્રીગરને દબાવતાની સાથે જ એક મોટા ધડાકા જેવો અવાજ આવશે અને આસપાસના લોકો સુધી તે અવાજ પહોંચી જશે અને સાથે સાથે પોલીસ ઇમર્જન્સી નંબર 112 પર પણ તેનું સિગ્નલ મોકલી દેવામાં આવશે.

આ કોઈ લિપસ્ટિક જેટલા જ કદની છે માટે તેને કોઈ પણ મહિલા પોતાની સુરક્ષા હેતુ પર્સમાં પણ સરળતાથી રાખી શકે છે.

image source

લિપસ્ટિક ગનને કોઈ ફોનની જેમ ચાર્જરની જરૂર પડે છે. અને તેનો તમે સતત ઉપયોગ કરી શકો છો. આ લિપસ્ટિકમાં એક બ્લુટુથ ડીવાઈઝ પણ એટેચ્ડ હોય છે જેનાથી તમે સ્માર્ટ ફોન સાથે પણ કનેક્ટેડ રહી શકો છો.

આ લિપસ્ટિકની કિંમત માત્ર 600 રૂપિયા જ છે. શ્યામ ચોરસિયાએ માત્ર એક જ મિહાનામાં આ ડીવાઈઝ બનાવી દીધું છે.

image source

આમ પણ તમે સારી કંપનીની લિપસ્ટિક લેવા જાઓ તો તે 400થી 600 રૂપિયા સુધીની મળતી હોય છે તો મહિલાઓ પોતાની સુરક્ષા માટે 600 રૂપિયાનું આ લિપસ્ટિક ગન ડીવાઈઝ તો ચોક્કસ ખરીદી શકે છે.

આ લિપસ્ટિક મહિલાઓ પોતાની સાથે સરળતાથી રાખી શકે છે કારણ કે તેના દેખાવના કારણે તે કોઈ હથિયાર હોય તેવી કોઈને શંકા પણ નથી જતી.

image source

શ્યામ ચોરસિયા હવે પોતાની આ શોધને પેટન્ટ કરાવવાનું વિચારી રહ્યા છે.

image source

બનારસ હીન્દુ યુનિવર્સિટિમાં અભ્યાસ કરી રહેલી સેફાલી રાઈએ પણ આ ગેજેટનો ઉપયોગ કર્યો છે તેણી જણાવે છેઃ ‘આ ડીવાઈઝને જોડે રાખવું સરળ છે અને તેના ધમાકાવાળા અવાજના કારણે તમે વ્યક્તિને ડરાવી પણ શકો છો, અને કોઈ તેને જોઈને શંકા પણ ન કરી શકે કારણ કે તે દેખાવે તદ્દન લીપસ્ટીક જેવી જ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ