જો ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં લાવવુ પડે કાનનુ મશીન અને સંભળાશે એકદમ ક્લિન

tis remedyઆ રીતે કાન સાફ કરશો તો તમારી સાંભળવાની નબળાઈને પણ તમે દૂર કરી શકશો

image source

આજે ઘણા બધા લોકોને યુવાનીમાં પણ બેહરાશની તકલીફ થતી હોય છે. અને આ સમસ્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.

કોઈકને ધ્યાન બેહરાશ હોય છે, તો કોઈકને કાનના પરદામાં સમસ્યા હોય છે તો કોઈકને કાનમાં ઇન્ફેક્શનના કારણે ઓછું સંભળાતું હોય છે તો વળી કોઈકને માત્ર કાનમાં મેલ ભરાઈ જવાથી બહારનો અવાજ ઓછો સંભળાવા લાગે છે.

image source

તો આ પ્રકારના લોકો છે કે જેમના કાનમાં મેલ ભરાયો હોય અને તેના કારણે ન સાંભળી શકતાં હોય તો તેઓ તેને યોગ્ય સફાઈ દ્વારા પોતાની સાંભળવાની ક્ષમતાને વધારી શકે છે.

કાનની બહેરાશ દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા છે. જેમ કે લસણ અને જૈતુનના તેલનો પ્રયોગ, હા તમે આ પ્રયોગથી તમારા કાનને સંપુર્ણ સ્વચ્છ કરી શકો છો અને તમારા કાનની બહેરાશને પણ દૂર કરી શકો છો.

image source

આ રીતે કાનની સફાઈ કરવા માટે તમારે ચાર કળી લસણ અને થોડાં ટીપાં એક્સ્ટ્રા વર્જિન ઓલીવ ઓઈલ અને ઇયર ડ્રોપરની જરૂર પડશે.

તેના માટે તમારે સૌ પ્રથમ તો લસણને સરસ રીલે ફોલી લેવું. ત્યાર બાદ તેને બરાબર ધોઈ લેવું. હવે તેને વાટી લેવું. લસણ વાટી લીધા બાદ તેને એક કાચની નાનકડી બરણીમાં લઈ લેવું અને તેમાં બે નાની ચમચી ઓલીવ ઓઇલ ઉમેરી દેવું.

image source

હવે આ બરણીને રસોડાના પ્લેટફોર્મ પર જ્યાં તેને સીધો સૂર્ય પ્રકાશ ન અડે તેમ મુકો. આ રીતે ત્રણથી ચાર દિવસ રહેવા દો.

હવે આ તેલને ઇયર ડ્રોપરની મદદથી જે કાનમાં સમસ્યા હોય તે કાનમાં નાખવું.આમ કરવાથી બંધ થયેલો કાન ખુલી શકે છે. જો પાંચ દિવસ આ પ્રયોગ કર્યા છતાં પણ કાનમાં કોઈ જ ફરક ન પડે તો તમારે કાનના સ્પેશ્યાલિસ્ટને બતાવવું જોઈએ.

image source

ઓલીવ ઓઇલ ઉપરાંત તમે કાન સાફ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ગ્લિસરીન, બેબી ઓઈલ, કે પછી મિનરલ તેલ વિગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

કેવા લોકોએ આ પ્રયોગ ન કરવો ?

image source

– જે લોકોના કાનમાં કાણું હોય

– જે લોકોના કાનમાં હંમેશા કોઈને કોઈ ઇન્ફેક્શન રહ્યા કરતું હોય

– બેમાંથી કોઈ એક કાનમાં નહીં સંભળાવાની સમસ્યા લાંબા સમયથી હોય

image source

– કાનમાં કોઈ પ્રકારની ઇજા થઈ હોય

– કર્ણમૂળની કેવીટી એટલે કે સડો હોય.

– એવી કોઈ બીમારી કે જેમાં તમને કાનને ડ્રાઈ રાખવાનું કહેવામાં આવ્યું હોય.

image source

આમ ઉપર જણાવેલી સ્થિતિ જો હોય તો તેવા સંજોગોમાં તમારે આ પ્રયોગ ન કરવો જોઈએ.

કાનની યોગ્ય સંભાળ માટે આ સાવચેતી જરૂર રાખવી

ઘણા લોકો અવારનવાર કાનમાં સળી નાખીને કાનને સાફ કરતા હોઈએ છે. કોઈ તેને કોટન બડથી સાફ કરે છે તો વળી કોઈ સળીથી તો વળી કોઈ પેન્સિલ કે પછી કોઈ ટૂથપીકથી.

image source

જો તમે પણ આવું કરતા હોવ તો તેવું ન કરવું. તેનાથી કાનના પરદાને નુકસાન પહોંચી શકે છે. જો બહેરાશની સમસ્યા લાંબા સમયથી સતાવતી હોય તો તમારે ઇયર સ્પેશ્યાલિસ્ટને જ મળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ