જાણો અશ્વગંધા તમારા શરીરને કઇ રીતે ફાયદો પહોંચાડે છે

અશ્વગંધા છે શરીર માટે એક જાદૂઈ ઔષધી, અશ્વગંધાને આયુર્વેદમાં એક જાદૂઈ જડી બુટ્ટી માનવામાં આવે છે કારણ કે તે તમારા મગજ, તમારા શરીર અને તમારા આત્મા ત્રણેનો કાયાકલ્પ કરે છે.

અશ્વગંધા સ્વભાવે એન્ટિઓક્સિડન્ટ હોય છે, તે તમારા શરીર અંદરનું સંતુલન બનાવી રાખે છે તેમજ તેના સેવનથી તમારા શરીરના વિવિધ અંગો યોગ્ય રીતે કોઈ પણ જાતની અડચણ વગર કામ કરી શકે છે, આ ઉપરાંત તે તમારી સ્ટેમિના વધારે છે તેનાથી તમારું જીવન લાંબુ અને સ્વસ્થ બને છે.

image source

આ બધા જ લાભો લેવા માટે તમારે તમારા રોજિંદા ખોરાકમાં અશ્વગંધાનો સમાવેશ કરવાની જરૂર છે. ચાલો વિગતે જાણીએ કે અશ્વગંધા તમારા શરીર, મન અને આત્માને શું ફાયદા પહોંચાડી શકે છે.

હૃદય માટે ગુણકારી છે અશ્વગંધા

ઉપર જણાવ્યું તે પ્રમાણે અશ્વગંધા ઘણી બધી રીતે તમારા માટે લાભપ્રદ છે. તેને તમારા ખોરાકમાં શામેલ કરવાથી તે તમારા શરીરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એટિઓક્સિડન્ટનું કામ કરશે જે તમારા હૃદય તેમજ પાચનતંત્ર માટે ખુબ જ આવશ્યક છે.

આ જડીબુટ્ટીમાં તમારા શરીરના લોહીમાંની શર્કરાને સંતુલિત કરવાની પણ શક્તિ છે સાથે સાથે તે તમારા શરીરમાં ઇન્સ્યુલીનનો સ્ત્રાવ પણ વધારે છે તેમજ શરીર માટે નુકસાનકારક કોલેસ્ટેરોલને પણ ડામે છે.

image source

અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે અશ્વગંધા એન્ટિ-કાર્સિનોજેનીક છે એટલે કે તે કેન્સર ઉત્પન્ન કરતાં કોષોના વિકાસને તે ઘટાડે છે અને જો કોઈ કેન્સરના કોષો તમારા શરીરમાં પહેલેથી જ હાજર હોય તો તેને પણ દૂર કરવામાં તમારી મદદ કરે છે.

આ સિવાય ઉપર જણાવ્યું તે પ્રમાણે તે તમારા શરીરની સ્ટેમિના વધારીને તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે અને શરીરમાં રહેલાં શ્વેત રક્તકણોને પણ ઘટાડવામાં તમારી મદદ કરે છે.

image source

શરીરમાંના હોર્મોન્સને સંતુલિત કરે છે અશ્વગંધા

ત્રીસી ચાલીસી વટાવ્યા બાદ અવારનવાર સ્ત્રી-પુરુષને હોર્મોનલ ઇનબેલેન્સની સમસ્યા સતાવતી હોય છે. આ ઇનબેલેન્સ ખાસ કરીને આધુનિક અને બદલાતી જતી જીવનશૈલીના કારણે વધારે અસર પામે છે.

પણ અશ્વગંધાના નિયમિત સેવનથી તમે આ ઇનબેલેન્સને ફરીથી સ્થાપિત કરી શકો છો. તે થાઈરોઇડ અને એડ્રીનલ ગ્રંથીમાં હાજર શરીર માટેના મહત્ત્વના હોર્મોન્સને સંતુલિત કરે છે અને માટે જ જે લોકોને થાઈરોઇડનો પ્રોબ્લેમ હોય છે તેમને અશ્વગંધા લેવાની સલાહ આપવામા આવે છે.

image source

આ સિવાય જો તમારામાં હોર્મોનલ કોઈ સમસ્યા રહી હોય જેમ કે પુરુષી ફર્ટીલીટી – સેક્શ્યુઅલ હેલ્થની સમસ્યા હોય તો તેના માટે પણ અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે.

સ્વસ્થ અને તેજીલા મગજ માટે છે ઉત્તમ અશ્વગંધા

અશ્વગંધામાં એક એવું તત્ત્વ સમાયેલું છે જે તમારા મગજની કાર્યક્ષમતાને તેમજ મગજની કાર્યપ્રણાલીને સુધારે છે, તે તમારા મગજમાં ઉદ્ભવતી આળશ, ભૂલક્કડપણું દૂર કરે છે અને તમને એક પાવરધી યાદશક્તિ આપે છે.

image source

વિકસતા બાળકો માટે તેમજ ચાલીસ વર્ષના વયસ્કો માટે અશ્વગંધા એક ઉત્તમ ઔષધી છે.

તે તમારા મગજમાં નાઇટ્રીક એસિડના ઉત્પાદનને વધારીને તમારા શરીરમાંનો પ્રાણવાયુ વધારે છે અને તમારા મગજના કામોને સંતુલિત કરે છે.

માનસિક તાણ અને ચિંતા દૂર કરવામાં છે અકસિર અશ્વગંધા

image source

તેમાં કોઈ જ બે મત નથી કે અશ્વગંધા માત્ર તમારા શરીરને જ સ્વસ્થ નથી બનાવતું પણ તમારા મનને તમારા મૂડને પણ સ્વસ્થ બનાવે છે, તમને જો વારંવાર માનસિક તાણ અનુભવાતી હોય અથવા નાની નાની વાતે ચિંતા થતી રહેતી હોય તો અશ્વગંધાનું નિયમિત સેવન તમારી આ માનસિક સ્થિતિને સુધારી શકે છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે અશ્વગંધાનું માત્ર એક મૂળિયું તમારા મૂડને સુધારવા, તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા, ચિંતાઓ દૂર કરવા માટે પુરતી છે.

અશ્વગંધા આ બધુ તમારા શરીરમાં રહેલાં કોર્ટીસોલ હોર્મોન્સ કે જે સ્ટ્રેસ હોર્મોન છે તેના સ્તરને નીચું લાવીને કરે છે. તે કોઈ એન્ટિ-ડીપ્રેસન મેડિસિન જેટલી જ અસરકારક છે.

image source

તેના નિયમિત સેવનથી તમે નકારાત્મકતાથી હકારાત્મકતા તરફ ખેંચાઓ છો અને તેનાથી ઉંઘ પણ સારી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ