જો અપનાવશો આ ઘરગથ્થુ ઉપાયો, તો ઉંમર વધતા પણ નહિં થાય તમારા દાંત પર તેની કોઇ અસર

વધતી ઉંમરે દાંતને બનાવો આ રીતે મજબૂત નહીં પડે ચોખઠાની જરૂર

image source

આજે લોકોની લાઇફસ્ટાઈલમાં અને ખાસ કરીને તેમના ભોજનની આદતોના કારણે તેમના શરીર પર તેની અસર દેખાઈ રહી છે. લોકોને ઉંમર કરતાં વહેલાં ધોળા વાળ આવી રહ્યા છે, નાની ઉંમરે જ સાંધાના દુઃખાવા થઈ રહ્યા છે, તો વળી હજુ તો પચાસ-પંચાવનની ઉંમર વટાવી જ હોય ત્યાં તો દાંત પણ હલવા લાગે છે.

image source

શું તમે ઇચ્છો છો કે તમારા દાંત આટલી નાની ઉંમરે નબળા પડે. શું તમને સાંઠ-પાંસઠ વર્ષે ચોકઠું લગાવવું ગમશે?

ચોક્કસ નહીં ગમે અને આ ચોકઠું ન લગાવવું પડે તે માટે જ તમે અત્યારથી જ તમારા દાંતને મજબુત બનાવવા લાગો. તો આજે અમે તમને જણાવીશું દાંતને મજબૂત બનાવવાનો એક ખાસ પેસ્ટ.

અને આ પેસ્ટમાં માત્ર બે જ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે છે આંબલા અને દૂધ. આંબળાને સામાન્ય રીતે તમે જ્યારે ખાતા હશો ત્યારે તેને ખાધા બાદ તમને સ્વાભાવિક રીતે જ તમારું મોઢું સ્વચ્છ લાગતું હશે.

image source

તમે જાણે બ્રશ કર્યું હોય તેવું તમને ફીલ થશે. આ આંબળાનો જ ઉપયોગ તમારે તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે કરવાનો છે.

તેના માટે તમારે બે ચમચી આંબળાના પાઉડર અને ત્રણ ચમચી દૂધની જરૂર પડશે.

image source

આ બન્ને વસ્તુને તમારે એક વાટકીમાં મિક્સ કરી લેવી અને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ તૈયાર કરેલી પેસ્ટથી તમારે તમારા દાંત પર 10 મિનિટ સુધી બ્રશ કરવું.

10 મિનિટ દાંત ઘસી લીધા બાદ તેને તેમ જ બીજી દસ મિનિટ રહેવા દેવું. ત્યાર બાદ તમારે પાણી વડે કોગળા કરી મોઢું સાફ કરી લેવું.

આ પ્રયોગ તમે અઠવાડિયામાં ચારથી પાંચ વાર કરી શકો છો. પણ આ પ્રયોગ તમારે સવારે ઉઠીને નહીં પણ રાત્રે સુતા પહેલાં કરવો.

image source

દૂધ અને આંબળાનું આ મિશ્રણ તમને કેવી રીતે લાભ પહોંચાડે છે ?

આંબળાનું સેવન દરેક સ્વરૂપમાં લાભપ્રદ છે, તેને પછી કાચા ખાવામાં આવે, હળદર મીઠાવાળા પાણીમાં પલાળીને ખાવામાં આવે તેનો મુરબ્બો કરવામાં આવે કે પછી તેને સુકવીને તેમાંથી બનાવેલા પાઉડરનું સેવન કરવામાં આવે.

image source

આંબળામાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે તમારા દાંત તેમજ પેઢાંને મજબુત અને સ્વસ્થ બનાવે છે. આ સિવાય આંબળા દાંતના સડાને અટકાવે છે તેમજ તેમાં બેક્ટેરિયાને ભેગા પણ નથી થવા દેતાં.

હવે જો દૂધની વાત કરીએ તો દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે અને દાંત માટે કેલ્શિયમ એ અતિઆવશ્યક ખનીજ છે.

image source

કેલ્શિયમ દાંતને મજબૂતી આપે છે અને તેને તૂટતા પણ રોકે છે. અને દૂધને આપણે જાણીએ છે તેમ એક સંપુર્ણ ખોરાક છે તેમાં વિટામિન્સ અને પોષકતત્ત્વો ભરપુર છે.

માટે ઉપર જણાવેલ આંબળાના પાઉડર અને દૂધની પેસ્ટનો પ્રયોગ તમારે નીયમિત પણે ચાલુ રાખવો. તેનો પ્રયોગ કરવાથી તમારે નાની ઉંમરે ચોકઠું લગાવવાની નોબત નહીં આવે.

image source

આ ઉપરાંત મોઢાને લગતી બીમારીઓ તેમજ દાંતના સડા વિગેરેની સમસ્યાઓનો પણ સામનો નહીં કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ