બોલીવૂડની આ એ રેન્ક અભિનેત્રીઓ આવે છે મુસ્લિમ કુટુંબમાંથી, જેના મૂળ નામ જાણીને ચકિત થઈ જશો તમે પણ

બોલીવૂડની આ એ રેન્ક અભિનેત્રીઓ મુસ્લિમ કુટુંબમાંથી આવે છે જેના મૂળ નામ જાણીને ચકિત થઈ જશો

image source

બોલીવૂડમાં એવા ઘણા બધા સ્ટાર્સ છે જેમણે નામ કમાવવા માટે કે પછી નામ કમાઈ લીધા બાદ પોતાના નામ બદલ્યા છે. અને તેમાં અભિનેતા અભિનેત્રી બન્નેનો સમાવેશ થાય છે. આજનો આપણો લેખ એવી જ કેટલીક અભિનેત્રિઓ વિષે છે જેમણે પોતા મૂળ નામને છોડીને નવા નામ અપનાવ્યા છે.

મોટા પરદા પર દેખાતી આ અભિનેત્રીઓના સાચા નામ અથવા કહો કે તેમના પહેલાંના નામ વિષે તમે નહીં જાણતા હોવ. આ સાથે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિષે પણ જણાવીશું જેમણે હીન્દુ પરિવારનું નામ રાખ્યું છે પણ તે મૂળે મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓના મૂળ નામ વિષે.

રીના રૉય

image source

અભિનત્રી રીના રૉય પણ એક મુસ્લિમ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. રીના રૉયનું મૂળ નામ સાયરા અલી છે. તેમણે 1972માં ફિલ્મ જરૂરતથી બોલીવૂડમા પ્રવેશ કર્યો હતો. બોલીવૂડમાં પગ મુકતા જ તેણીએ સાયરા અલી નામ બદલીને રીના રૉય રાખ્યું હતું.

તબ્બૂ

image source

તબ્બુ લાંબા સમયથી બોલીવૂડમાં અત્યંત એક્ટિવ છે. તેણી એક અવ્વલ દરજાની અભિનેત્રી પણ છે. બોલીવૂડ ઇન્ડસ્ટ્રીનો આ જાણીતો અને માનીતો ચહેરો મુસ્લિમ પરિવારથી આવે છે. તેણીનું મૂળ નામ તબ્બસુમ ફાતિમા હાશમી છે. તબ્બુએ 1985માં ફિલ્મ ‘હમ નૌજવાન’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ તેણે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી અને નેશનલ અવોર્ડ્સ પણ જીત્યા.

મધુબાલા

image source

પચ્ચાસ અને સાંઠના દસકાની અત્યંત સુંદર અભિનેત્રી આજે પણ તેની સુંદરતા માટે તેટલી જ લોકપ્રિય છે અને આ અભિનેત્રી છે મધુબાલા, તેણીનું મૂળ નામ મુમતાજ બેગમ હતું. બોલીવૂડમાં આવતાં જ તેણીએ પોતાનું નામ બદલીને મધુબાલા કરી દીધું. મધુબાલાનું નામ 1947માં આવેલી ફિલ્મ નીલકમલથી લોકપ્રિય બન્યું હતું. મધુબાલા એટલે કે મુમતાજ બેગમ દિલ્લીના એક મુસ્લિમ કુટુંબની હતી.

માન્યતા દત્ત

image source

માન્યતા દત્તે બોલીવૂડ સ્ટાર સંજય દત્ત સાથે લગ્ન કર્યા છે. માન્યતા દત્તનું મૂળ નામ દિલનવાજ શેખ છે. તે સંજય દત્તની ત્રીજી પત્ની છે. એવું પણ જાણવા મળ્યું છે કે માન્યતાએ ફિલ્મોમાં આવવા માટે દિલનવાજ શેખ નામ બદલીને માન્યતા રાખ્યું હતું. તેમીએ ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોંગ કર્યું હતું.

મીના કુમારી

image source

વિતેલા જમાનાની માનિતી અભિનેત્રી મીના કુમારી જેને ટ્રેજેડી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવતી હતી તેવી મીના કુમારી પણ મુસ્લિમ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તેણીનો જન્મ પારસી પિતા અને મુસ્લીમ માતાને ત્યાં થયો હતો. જો કે તેણીએ બાળ અભિનેત્રી તરીકે જ ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કરી દીધું હતું અને તે વખતે તેણીને તેમના પ્રોડ્યુસર દ્વારા બેબી મીના નામ આપવામાં આવ્યું હતું ત્યાર બાદ તેણીએ પોતાનું નામ મીના કુમારી રાખ્યું હતું.

આલિયા ભટ્ટ

image source

આલિયાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને હજું ગણતરીના વર્ષો જ પસાર થયા છે ત્યાં તેણીના અભિનયનો આખાએ બોલીવૂડમાં ડંકો છે. પણ આલિયાનું આ રહસ્ય તેના ફેન્સ પણ નહીં જાણતા હોય. આલિયા ભટ્ટ ભલે તમને હીંદુલાગતી હોય પણ તેણી પણ મૂળે એક મુસ્લિમ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. આલિયા ભટ્ટની દાદીનું નામ શિરીન મોહમ્મદ અલી હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ